દિલ્હી કેપિટલ્સ IPL 2026 માટે સંપૂર્ણપણે તૈયાર છે. દિલ્હીએ તાજેતરમાં ઓક્શનમાં ઘણા સ્ટાર ખેલાડીઓ મેળવ્યા હતા. પરંતુ ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સે IPLમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. IPL 2025માં ટીમનું નેતૃત્વ અક્ષર પટેલે કર્યું હતું.
અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ખાસ અસર કરવામાં નિષ્ફળ ગઈ. હવે દિલ્હી કેપિટલ્સ તેના કેપ્ટનને બદલવાની તૈયારીમાં છે.
કેપ્ટન બદલવા જઈ રહી છે દિલ્હી કેપિટલ્સ!
મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હી કેપિટલ્સ પોતાનો કેપ્ટન બદલવાની તૈયારી કરી રહી છે. ફ્રેન્ચાઈઝી IPL 2026 માટે કેએલ રાહુલને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની યોજના બનાવી રહી છે. ગયા સિઝનમાં દિલ્હી ટોપ 4માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી, પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને રહી હતી. દિલ્હી કેપિટલ્સે 14 મેચમાં 7 જીત અને 6 હારનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હી હવે IPL 2026 માટે કેએલ રાહુલને કેપ્ટન તરીકે નિયુક્ત કરવા માગે છે, જેને IPLમાં કેપ્ટન તરીકે બહોળો અનુભવ છે. દિલ્હીએ આગામી સિઝન માટે તેના સ્ટાર ખેલાડીઓ, કેએલ રાહુલ, કરુણ નાયર, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સમીર રિઝવી, આશુતોષ શર્મા અને મિશેલ સ્ટાર્કને રિટેન કર્યા હતા. આ ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે.
કેએલ રાહુલની કેપ્ટનશીપ કેવી રહી?
કેએલ રાહુલે આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કર્યું છે. તેને 64 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાંથી 32 મેચમાં જીત અને 30માં હાર થઈ છે. બે મેચ ડ્રો રહી હતી.
IPL 2026 માટે દિલ્હી કેપિટલ્સ ટીમ
કેએલ રાહુલ, કરુણ નાયર, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, અજય મંડલ, ત્રિપુરાન વિજય, માધવ તિવારી, મિચેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, દુષ્મંથા ચમીરા, કુલદીપ યાદવ, નિતીશ રાણા, ઔકિબ ડાર, બેન ડકેટ, ડેવિડ મિલર, પથુમ નિસાંકા, લુંગી એનગીડી, સાહિલ પારખ, પૃથ્વી શો, કાયલ જેમીસન.
આ પણ વાંચો: Ishan Kishan બન્યો કેપ્ટન, T20 વર્લ્ડકપ 2026 પહેલા રમશે આ મોટી ટુર્નામેન્ટ


