બાંગ્લાદેશના ખુલના શહેરમાં નેશનલ સિટિઝન્સ પાર્ટીના કેન્દ્રીય શ્રમિક સંગઠનના નેતા મોહમ્મદ મોતાલેબ સિકદરને અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હુમલો ગાજી મેડિકલ કોલેજ હોસ્પિટલ નજીક થયો હતો, જ્યાં તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું છે કે હવે તેઓ ખતરાથી બહાર છે.
વધુ એક નેતાને મારી ગોળી
બાંગ્લાદેશમાં રાજકીય હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી. શરીફ ઉસ્માન હાદી પછી હવે ખુલનામાં એક વધુ વિદ્યાર્થી નેતાને અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી છે. ઘાયલ હાલતમાં વિદ્યાર્થી નેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે. પોલીસે જણાવ્યું કે ખુલનામાં સોમવારે નેશનલ સિટિઝન્સ પાર્ટીના કેન્દ્રીય શ્રમિક સંગઠનના નેતા મહંમદ મોતાલેબ સિકદરને અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારી હતી. ગોળી તેમના કાનની નજીકથી પસાર થઈ હતી, જેના કારણે તેઓ ઘાયલ થયા છે.
કાનની નજીકથી પસાર થઈ ગોળી
મીડિયા રિપોર્ટ પ્રમાણે સોનડાંગા મોડેલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અનિમેષ મંડલે જણાવ્યું કે સવારે લગભગ 11:45 વાગ્યે શહેરના ગાજી મેડિકલ કોલેજ હોસ્પિટલ નજીક બદમાશોએ મોહમ્મદ મોતાલેબના માથાને નિશાન બનાવી ગોળી ચલાવી હતી. તેમને ગંભીર હાલતમાં ખુલના મેડિકલ કોલેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોના હવાલાથી પોલીસે જણાવ્યું કે મોતાલેબ હવે ખતરાથી બહાર છે. ગોળી તેમના કાનની એક બાજુથી અંદર ગઈ હતી અને ચામડીને ભેદતી બીજી બાજુથી બહાર નીકળી ગઈ હતી.હાલ તેઓ ખતરાંથી બહાર છે.


