રાજકોટમાં પાંચ સ્થળોએ ન્યુ યર પાર્ટીનું આયોજન
યુક્રેનની DJ લેરા નોતા અને ટીપેર્સ રંગીલી પ્રજાને DJના તાલે મોજ પડાવશે
રાજકોટ સહિત રાજયભરમાં નવા વર્ષને આવકારવા થનગનાટ જોવા મળી રહ્યો છે. દરેક પર્વ અને દિવસને મોજથી માણવાની ટેવવાળા ગુજ્જુઓ નવા વર્ષે લાખો રૂપિયા ખર્ચીને આવકારવા સજ્જ બન્યા છે. રાજકોટ સહિત રાજયમાં મોંઘા-મોંઘા પાર્ટી પ્લોટમાં ન્યુયરની ડીજે પાર્ટી અને ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ભારતના હેરિટેજ સિટી અમદાવાદથી લઈ ડાયમંડ સિટી સુરત સુધી સંસ્કારી નગરી વડોદરાથી લઈ રંગીલા રાજકોટ સુધી ભારતના સૌથી લાંબા દરિયાકાંઠે જેમ પાણી હિલોળા મારે છે તેમ નવા વર્ષને આવકારવા દરેક ગુજરાતીઓના મનમાં ઉત્સાહ, ઉમંગ હિલોળા મારી રહ્યા છે. ગુજરાતમાં સૌથી મોંઘા પાર્ટી પાસ અમદાવાદની ન્યુ ઈયર એવ 2026ના છે. જ્યાં 15 લોકોનું ગ્રુપ બેસી શકે તેવા પ્રીમિયમ ટેબલના પાસની કિંમત 5.90 લાખ રૂપિયા છે અને ત્યાં ભારતમાં ટોપ-3માં આવતા ડીજે ચેતસ પાર્ટી લવર્સને એન્જોય કરાવશે.
રાજકોટ પણ નવા વર્ષને આવકારવા કંઇ પાછું નથી રહેવાનું. ત્યાં સૌથી મોંઘો પાસ ‘એબિઝા ફેસ્ટ’ પાર્ટીનો છે. જ્યાં 10 લોકોના સ્કાયડેક ટેબલનો ભાવ 1,15,191 રૂપિયા છે. આ પાર્ટીમાં યુક્રેનની ફેમસ DJ લેરા નોતા તેમજ DJ ટ્રાપેર્સ રાજકોટીયન્સને મોજ કરાવશે.
રાજકોટમાં 2025ને વિદાઈ આપવા માટે 5 જગ્યાએ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં સૌથી મોંઘો પાસ ‘એબિઝા ફેસ્ટ’ પાર્ટીનો છે. જ્યાં 10 લોકોના સ્કાયડેક ટેબલનો ભાવ 1,15,191 રૂપિયા છે. આ પાર્ટીમાં યુક્રેનની ફેમસ DJ લેરા નોતા તેમજ DJ ટ્રાપેર્સ રાજકોટવાસીઓને મોજ કરાવશે. જ્યારે ‘ક્રિમસન વેવ પાર્ટી’ પાર્ટીમાં કપલ વીઆઈપી સિટિંગ એટલે કે બે લોકોના પાસની કિંમત 5,499 રૂપિયા છે. રાજકોટમાં આ સિવાય ‘ગ્રીસ લક્સ ફિએસ્ટા’,’ટવેલ્વ-ઓ-વન’ અને ‘લાસ્ટ નાઈટ’ સહિતની પાર્ટીઓમાં લોકો મનમૂકીને આનંદ માણશે.
‘ધુરંધર’ ટ્રેન્ડમાં
DJ તરલે જણાવ્યું હતું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી મેરિયટની ‘રેનેસાંસ હોટલ’માં જ છું. હું આ ફિલ્ડમાં 20 વર્ષથી છું. આ વર્ષે ટ્રેન્ડિંગ સોન્ગ અને મ્યુઝિક ઘણા છે. અત્યારે ખાસ કરીને ‘ધુરંધર’ના ઘણા બધા લોકો ફેન્સ થઈ ગયા છે પણ ન્યૂ યરની પાર્ટીની વાત કરીએ તો લોકો મ્યુઝિક અને પાર્ટી એન્જોય કરવા આવતા હોય છે, તો બધા જ સોન્ગ જે આટલા સમયથી પોપ્યુલર છે એ બધા જ ટ્રેન્ડિંગમાં છે.


