નવુ વર્ષ આવતા જ બેકરીઓ અને કેક શોપ પર મનપાના ફૂડ વિભાગના દરોડા : 40 ધંધાર્થીઓને ત્યાંથી 35 નમૂનાની ચકાસણી
નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે લોકો દ્વારા કેક કટીંગ કરવામાં આવે છે. બંને પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રૈયા વિસ્તારમાં બેકરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને સ્થળ પર શંકાસ્પદ ખાદ્યચીજના નમૂના ચકાસણી કરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સાધુવાસવાણી રોડ તથા હનુમાન મઢી થી રૈયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ, શિવ મદ્રાસ કાફે, રેડ એપલ રેસ્ટોરેન્ટ, શ્યામ શીંગ & નમકીન, મહાદેવ એજન્સી, જલારામ ખમણ, જુલેલાલ કોલ્ડ્રિંક્સ, વેદ મેડિકલ સ્ટોર, ધારેશ્વર ડેરી ફાર્મ, મહાલક્ષ્મી ડેરી ફાર્મ, હલ્દીરામ સ્વીટ્સ & નમકીન, જય બાલાજી ફરસાણ માર્ટ, અનંત ડેરી ફાર્મ, ગોલ્ડન સુપર માર્કેટ, બાલાજી ફરસાણ, એસ. આર. માર્ટ, શ્રીનાથજી ફરસાણ, ગણેશ અમૂલ પાર્લર, ગણેશ કેળાં વેફર્સ, શ્રીનાથજી ખમણ, ગુરુનાનક ચાઇનીઝ પંજાબી, શ્રીરામ વિજય ડ્રાયફ્રુટ, આશાપુરા કોલ્ડ્રિંક્સ, સેલવાસ સાઉથ ઢોસા, મુરલીધર ફરસાણ, પારસ ફરસાણ, પારસ સ્વીટ & નમકીન, હરભોલે ડેરી ફાર્મ, સમ્રાટ ખીરું, કુમાર ખમણ, શ્રી ભગવતી પ્રોવિઝન સ્ટોર, જલિયાણ સ્ટોર, એન.બી.બ્રધર્સ, અરિહંત સ્ટોર, શ્રી સદગુરુ નમકીન, કૌશર બેકરી, જલારામ ફરસાણ, જય સિયારામ શોપિંગ સેન્ટર, સ્વસ્તિક ચીકી, સહજાનંદ શિખંડની ચકાસણી કરવામાં આવી હતી.
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 4 નમૂના લેવામાં આવેલ જેમાં (1) ગુલાબ જામ કુકીઝ, સ્પે. ચોકલેટ કેક, રામેશ્વર બેકર્સ & કેક શોપ, 10- લક્ષ્મીવાડી, રાજકોટ, કાજુ નાન કુકીઝ (લુઝ) અને ચોકલેટ વેનીલા કેક (લુઝ): સ્થળ- ભારત બેકરી પ્રા.લી., ઠક્કર બાપા છાત્રાલય રોડ, ભીલવાસ ચોક, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યા હતાં.


