અમદાવાદમાં ટાઇફોઇડનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યા બાદ રાજકોટમાં પણ ટાઇફોઇડનો એક કેસ નોંધાતા મનપા ભર ઉંધમાંથી જાગી
અગ્ર ગુજરાત, રાજકોટ
અમદાવાદમાં ફાટી નીકળેલા ટાઇફોઇડના રોગચાળા બાદ રાજકોટમાં પણ ટાઇફોઇડનો એક કેસ નોંધાતા મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખા ભર ઉંઘમાંથી જાગી છે. ટાઇફોઇડના રોગચાળાનો અજગરભરડો રાજકોટને પણ ન લે માટે પાણીના રેન્ડમલી સેમ્પલ લેવા ઉપરાંત પાણીપુરીના ધંધાર્થીઓ ઉપર પણ ધોંસ બોલાવવાનું શરૂ કર્યુ છે. અમદાવાદમાં તો પાણીપુરીની લારીઓ જ બંધ કરાવી દેવામા આવી છે. રાજકોટમાં ગઇકાલે સાંજથી ફૂડ શાખાની ફૌજ ઉતારવામા આવી છે. બે દિવસમાં પાણીપુરીના ૪૦ ધંધાર્થીઓને ત્યા ચેકીંગ કરી ૭૨ કિલો લીટર પાણીનો નાશ કરવામા આવ્યો હતો.
શહેરમાં થયેલા ચેકીંગ દરમિયાન (0૧)ક્રિષ્ના મારવાડી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -10 કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (0૨)ગાયત્રી પાણીપુરી (રાધે ક્રિષ્ના ચોક, સાધુ વાસવાણી રોડ) -4 કિ.ગ્રા. વાસી અખાદ્ય બાફેલા બટેટાનો નાશ કરી લાયસન્સ લેવા (0૩)શ્રીદેવ પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ (0૪)બાલાજી પાણીપુરી (સાધુ વાસવાણી રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ લેવા, (૦૫)અનમોલ અમદાવાદ પાણીપુરી (ભિલવાસ મેઇન રોડ) -2 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ લેવા (૦૬)ક્રિષ્ના પાણીપુરી (ગોંડલ રોડ, સમૃદ્ધિ ભવન સામે) -5 લિટર વાસી મીઠું પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા (૦૭)હર્ષિતભાઈ કોલ્ડ પાણીપુરી (લક્ષ્મીવાડી મેઇન રોડ, પુલ પાસે ) -12 લિટર વાસી ફ્લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા (૦૮)ભોલેનાથ પાણીપુરી (80 ફૂટ રોડ, શેઠ હાઈસ્કૂલ સામે) -3 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો તથા 8 લિટર વાસી મીઠા પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા (૦૯)શિવાભાઈ પાણીપુરી વાળા (બોલબાલા માર્ગ, ગીતાંજલી સોસા. પાસે) -20 લિટર વાસી મીઠું પાણી તથા ફ્લેવર્ડ પાણીનો નાશ તથા લાઇસન્સ મેળવવા (૧૦)જય બાલાજી પાણીપુરી (બોલબાલા માર્ગ, વાલકેશ્વર સોસા. પાસે) -4 કિ.ગ્રા. વાસી બાફેલા બટેટાનો નાશ તથા લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે (૧૧)રાજા પાણીપુરી (ઢેબર રોડ, આર્યસમાજ સામે) (૧૨)રાધાક્રિષ્ના પાણીપુરી (ઢેબર રોડ) (૧3)ગણેશ પાણિપુરી (પેલેસ રોડ, પદ્મ કુંવરબા હોસ્પિટલ પાસે) (૧૪)મહાકાળી પાણીપુરી (ગીતા મંદિર રોડ) (૧૫)રાધેશ્યામ દિલ્લી ચાટ & પાણીપુરી (મિલપરા પૂજારા પ્લોટ રોડ કોર્નર) (૧૬)વિષ્ણુ પાણીપુરી (શેઠ હાઈસ્કૂલ સામે, 80 ફૂટ રોડ) (૧૭)વિશાલ પાણીપુરી (શેઠ હાઈસ્કૂલ સામે, 80 ફૂટ રોડ) (૧૮)અનિલ પાણીપુરી (બોલબાલા માર્ગ) (૧૯)શ્યામ પાણીપુરી (બોલબાલા માર્ગ) (૨૦)રાધિકા પાણીપુરી (ગોંડલ રોડ, PDM પાસે) (૨૧)અમનભાઈ કી પાણીપુરી (ગોંડલ રોડ, PDM પાસે) (૨૨)ક્રિષ્ના પાણીપુરી સેન્ટર (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ) (૨૩)બાલાજી પાણીપુરી & ભેળ સેન્ટર (અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ) (૨૪)ખોડિયાર પાણીપુરી (ક્રુષ્ણ નગર મેઇન રોડ) (૨૫)ડી. જે. પાણીપુરી (જયંત કે. જી. રોડ) (૨૬)બોમ્બે સ્ટાઈલ ભેળ(માલવિયા ચોક, યાજ્ઞિક રોડ) (૨૭)રોશની પાણીપુરી (લીમડા ચોક) (૨૮)કનૈયા પાણીપુરી (મોટી ટાંકી ચોક) (૨૯)શંકર પાણીપુરી (બ્રમ્હસમાજ ચોક, રૈયા રોડ) (૩૦)શંકર પાણીપુરી (બ્રમ્હસમાજ ચોક, રૈયા રોડ) (૩૧)ગાયત્રી પાણીપુરી (રાધે કૃષ્ણ ચોક, સાધુવાસવાણી રોડ) (૩૨)ભોલેનાથ પાણીપુરી (પાટીદાર ચોક, સાધુવાસવાણી રોડ) (૩૩)ધર્મેન્દ્ર પાણીપુરી (સાધુવાસવાણી રોડ) (૩૪)બોમ્બે સ્ટાઈલ પાણીપુરી (પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ) (૩૫)શ્રી ગણેશ પાણીપુરી (ઇન્દિરા સર્કલ પાસે, 150 ફૂટ રોડ) (૩૬)ગોલ ગપ્પે પાણીપુરી (રેસકોર્સ ગ્રાઉંડ) (૩૭)ક્રિષ્ના પાણીપુરી (રેસકોર્સ ગ્રાઉંડ) (૩૮)લક્ષ્મી પાણીપુરી (કુવાડવા રોડ) (૩૯)બાલાજી પાણીપુરી (કુવાડવા રોડ) (૪૦)ભેરુનાથ પાણીપુરી (૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ)ને ત્યા ચકાસણી કરવામાં આવેલ.
ચીકીના ચાર વેપારીને ત્યાથી સેમ્પલ લેવાયા
(1) SHREE RAM CHIKKI PEANUT CHIKKI (450 GM PKD): સ્થળ- શ્રી રામ ફૂડ, 5-પરસાણા સોસાયટી, 50 ફૂટ રોડ, શાખા નં.73 ની બાજુમાં.
(2) SHREE RAM CHIKKI TIL CHIKKI (450 GM PKD): સ્થળ- શ્રી રામ ફૂડ, 5-પરસાણા સોસાયટી, 50 ફૂટ રોડ, શાખા નં.73 ની બાજુમાં
(3) મિક્ષ ડ્રાયફ્રૂટ ચીકી (લુઝ): સ્થળ- કનેરિયા એંજીયરીંગ વર્કસ, ભક્તિનગર રેલ્વે સ્ટેશન ચોક
(4) કાળા તલની ચીકી (લુઝ): સ્થળ- કનેરિયા એંજીયરીંગ વર્કસ, ભક્તિનગર રેલ્વે સ્ટેશન ચોક


