કથા સિધ્ધાંત નથી, સાધુનો સ્વભાવ છે !
સંન્યાસ અને વિદ્યા માટે પાત્રતા જોઇએ !
પ્રકૃતિ આપણી અનુભવવૃધ્ધ શિક્ષિકા છે
ઋષિ-મુનિ શૃંગિજીની તપસ્થલી લખીસરાઇ (બિહાર) ની દિવ્યભૂમિ પર, ઐતહાસિક બની રહેલી રામકથા (માનસ શૃંગીરીષિ)ના આઠમાં દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહયું હતુ કે- હું યોગા નથી કરતો પ્રયોગો કરૂ છું. આજે સવારે મે એક પ્રયોગ કર્યો એ આપ સૌને જણાવું છું. વર્ષોથી બચપણથી ખદીરાદીવટી, સુદર્શન ચુર્ણ, હિંગાષ્ટકચુર્ણ અને અમૃતાંજન બામનો ઉપયોગ કરૂ છું. મારી મા સાવિત્રી મા દ્વારા બાળપણથી આ આયુર્વેદીક ઔષધ-ચુર્ણનો ઉપયોગ કરૂ છું. જો કે હવે ચુર્ણ ટેબલેટ-ટીકડીના રૂપમાં પણ મળે છે. તો સવારે નિત્યકર્મ આટોપીને એક ખુણામાં હું બેઠો હતો ત્યારે ખદીરાદી વટીની ડબ્બી-બોટલ-મે હાથમાં લીધી અને લાકડાના પાત્રમાં ઠલવી દીધી ! આખી બોટલ ઠલવાય ગઇ અને મારા મનમાં પેલા મંત્રનો ઝબકાર થયો… “ઓમ પુર્ણમિન્દમ્, પુર્ણાતપુર્ણમુદચ્યતે..” એટલે કે પુરેપુરી બોટલ ખાલી કરો તો પછી એ પુર્ણ રીતે જ ખાલી થાય છે અને પછી ફરી પુર્ણ ભરો તો એ પુર્ણ જ ભરાય છે. મને આજે સવારે આ શ્લોક-મંત્રનો પુર્ણભાવ સમજાયો અને તરત મને ગુરૂકૃપાનું સ્મરણ થયું.. શુન્યમાં શુન્ય નાખો તો પુર્ણ શુન્ય છે અને પુર્ણને ખાલી કરો તો પુર્ણ જ ખાલી થાય છે ! બાપ, હવે તમે પણ જયારે જયારે આ શ્લોક યાદ કરશો ત્યારે મારો આ પ્રયોગ પણ સાથે સાથે તમને યાદ આવશે જ ! બાપુએ દ્રષ્ટાંતને સરળતાથી સમજાવવા માટે એક નાની પાણીની બોટલ અને એક ખાલી સ્ટીલની તપેલી (પાત્ર) વ્યાસપીઠ પર મંગાવી અને પાણીની બોટલ, સ્ટીલના પાત્રમાં રહેલા પાણીથી ભરી અને એ રીતે આ મંત્ર-શ્લોક ભાવાર્થ સરળ ભાષામાં સૌને સમજાવ્યો ત્યારે સમગ્ર શ્રોતા-ભાવિકો ધન્યતાનો અનુભવ કરતા હતાં.
કથા સિધ્ધાંત નથી, સાધુનો સ્વભાવ છે. અધ્યાત્મમાં નથી દ્વૈત કે નથી અદ્વૈત, પુર્ણ શુન્ય અને પુર્ણસભર એ જ અનુભવવાનું છે. એ જ રીતે ઘી નું વાસણ હોય અને બીજા વાસણમાં ખાલી કરીએ છીએ ત્યારે બધું ઘી બીજા વાસણમાં ભરાય અને પેલું ઘી નું વાસણ ખાલી થઇ જાય, પછી આપણે એ તપેલીને ગરમ કરીને એમા બાકી રહેલું ચોંટેલું ઘી એકદમ ખાલી કરીએ છીએ, પછી એ વાસણને ધોઇ-સાફ કરી, કપડાથી લુછીને એને પુર્ણ ખાલી કરીએ એ રીતે “ઓમ પુર્ણમિન્દમ્…”નો મંત્ર આપણે સમજાય છે. એક પ્રશ્ન પુછયો છે કે-બાપુ ભગવાન અને ઇશ્વરમાં શું ફરક ? ભગવાન છ પ્રકારના ઐશ્વર્ય હોય છે (એની વાત મે અગાઉ કથામાં કહી છે) અને ઇશ્વર બોલીએ ત્યારે મહાદેવ-શંકર માટે ઇશ્વર ઉદ્ગારાય છે. ઇશ્વરનું સ્મરણ કરીએ ત્યારે એ મહાદેવ શંકર રૂપ જ સ્મૃતિમાં આવે છે. એક શ્રોતાએ રૂમીની સરક વાકય મોકલ્યું છે કે “કાલે હું ચાલતો હતો, હોશિયાર હતો એટલે હું દુનિયાને બદલવા ઇચ્છતો હતો, આજે હું બુધ્ધીમાન થયો છું તો ખુદને બદલવા ઇચ્છુ છું.“ એમ રૂમી કહી ગયા.
એક શિક્ષકે વિદ્યાર્થીઓને એક વિષય પર ચિત્રો બનાવવા માટે સુચના આપી કે કાલે બધા એક ચિત્ર બનાવીને લાવજો. જેમાં એક ખેતર અને એક ગાયનું ચિત્ર બનાવીને મને બતાવજો… બીજા દિવસે શિક્ષકે જોયું તો એક વિદ્યાર્થીએ ગાય અને ખેતનું ચિત્ર દોર્યુ હતું. બીજા વિદ્યાર્થીએ ગાયનું ચિત્ર દોર્યુ હતું. જયાએ ત્રીજા એક વિદ્યાર્થીનો કાગળ સાવ કોરો હતો ! શિક્ષકે પુછયું કેમ ભાઇ, તે ચિત્ર ન દોર્યુ ! ત્યારે વિદ્યાર્થી કહે છે કે મે ખેતરનું ચિત્ર દોર્યુ હતુ, એમા લીલુ ઘાસ પણ દોર્યુ હતુ પણ ગાય એ બધુ ઘાસ ખાઇને નીકળી ગઇ !!!
પછી કોઇએ પુછયુ છે કે- અભિમાન અને અહંકાર વચ્ચે શું ફરક છે ? જવાબ: અભિમાન હોવું જોઇએ પણ અહંકાર ન હોવો જોઇએ. માનસમાં પણ લખ્યું છે કે- અસ અભિમાન મૈ સેવક.. તો અહંકાર ન રાખવા પણ અભિમાન રાખવું.. ભિક્ષા અને માધુમહીમાં શું ભેદ છે? જવાબ: ભિક્ષા એક ઘરેથી હોય જયારે માધુકહી અલગ-અલગ ઘરેથી માંગવાની હોય. ભગવાન બુધ્ધની સરસ વાત છે ભગવાન બુધ્ધ એક ઘરે ભિક્ષા લેવા જાય છે. હવે એ ઘરનો પુરૂષ્ છે એ બુધ્ધનો વિરોધી હતો. એટલે એના પત્નીએ બુધ્ધને કીધુ કે મારા પતિ આપના વિચારના વિરોધી છે, હું તો આપના વિચારોને માનું છું, સ્વીકારૂ છું. પણ હું આપને ભિક્ષા નહીં આપી શકુ! ભગવાન બુધ્ધ ફરી એ ઘરે ભિક્ષા માંગવા જાય છે. એક દિવસ એ સ્ત્રીનો પતિ ઘરે હતો એણે બુધ્ધને ખુબ અપમાનીત કરીને કીધુ કે-તમે રોજ રોજ આવો છો, તમને મારી પત્ની ભિક્ષા નથી આપતી તોય તમને શરમ નથી આવતી, રોજ શા માટે આવો છો! ત્યારે બુધ્ધ ભગવાન કહે છે કે ભાઇ હું એટલા માટે આવું છુ કે તારા પત્ની જે રીતથી ભિક્ષા આપવાની ના પાડે છે ને એ ના સાંભળવા માટે આવું છું !!!
ર્શુગિઋષિની સાધનાના પંચતત્વ છે. આ ઋષિએ પૃથ્વી, આકાશૃ વાયુ, જળ અને અગ્નીની સાધના કરી છે. આ દેવસ્થાનની મુલાકાત મે લીધી હતી. સરકાર અને સ્થાન સાથે જોડાયેલા સૌ અધિકારીઓને હું વિનંતી કરુ છુ કે તમે ૧૧ તારીખે શૃંગીરૂષિની મુર્તીનું સ્થાપન કરો ત્યારે એને દર્શનનું સ્થાન બનાવજો. ત્યાં સાધકો મૌન, એકાંતમાં રહીને સાધના કરી શકે અને અથર્વવેદગ્રંથ પણ હું આપને મોકલી આપીશ. એ ગ્રંથ શૃંગિરૂષીની મુર્તિ સમક્ષ મુકજો. પણ પુજા પાઠ વગેરે જયાં થાય છે ત્યાં જ રાખજો આ મુર્તિ કેવળ દર્શન માટે જ રાખજો.
કથામૃત
(૧) સંગ્રહ કરવો પણ આગ્રહ ન કરવો !
(ર) છોટીસી જીંદગીમે રખા કયા હે?
ગર ઇશ્ક બુરા હૈ તો યહા અચ્છા કયાં હૈ !
(3) અચ્છા ભી બહુત હૈ, પ્યારા ભી બહુત હૈ
યે સચ હૈ કી તુને મુઝે ચાહા ભી બહુત હૈ !
(૪) સ્વભાવ એ જ અધ્યાત્મ છે : ભગવદ્ ગીતા
(પ) હું યોગા નથી કરતો, પ્રયોગો કરૂ છું !


