રાજકોટના રીઝલ્ટ એડવર્ટાઇઝીંગે ગોલ્ડ કેટેગરીમાં એવોર્ડ જીતી રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલનું નામ રોશન કર્યુ
ગુજરાતનો સૌથી મોટો મીડીયા એવોર્ડસ ર૦ર૬ અમદાવાદ ખાતે AACA દ્વારા યોજાયો
મીડીયાના આ સર્વશ્રેષ્ઠ એવોર્ડ સમારોહમાં રાજકોટની નામાર્કીત રપથી વધુ એજન્સીઓના માલિકોએ હાજરી આપી સહભાગી બન્યા
અગ્રગુજરાત, રાજકોટ
ગત તા.૪ જાન્યુઆરીએ અમદાવાદના YMCA માં અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એસોસીએશન દ્વારા ગુજરાતભરની એડવર્ટાઇઝીંગ એજન્સીઓને મીડીયા એવોર્ડસ ર૦ર૬ના નેજા હેઠળ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ નવાજવામાં આવી હતી. AACAના મેમ્બરોમાંથી પ્રિન્ટ એડમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, એફએમસીજી, ઓટોમોબાઇલ, ડયુરેબલ્સ, એજયુકેશન, લાઇફસ્ટાઇલ, ફાઇનાન્સ, હોસ્પિટાલીટી, ગવર્મેન્ટ, હેલ્થકેર, પોલીટીકસ, એન્ટરટેઇનમેન્ટ, રિસ્પોન્સ, સોશ્યલ કોઝ, રેડીયો, ટીવી-સીનેમા, આઉટડોર ડીજીટલ એમ કુલ ૧૮ કેટેગરીમાં સિલ્વર અને ગોલ્ડ એવોર્ડસ એનાયત કરાયા તેમજ સેન્ટ્રલ ગુજરાત, સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે પણ વિશીષ્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ માંથી રાજકોટ એડવર્ટાઇઝીંગ સર્કલના સભ્ય રીઝલ્ટ એડવર્ટાઇઝીંગને ગોલ્ડ એવોર્ડ મેળવ્યો હતો. લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ અજીચ એડ. અમદાવાદના અજીતભાઇ શાહને પ્રાપ્ત થયો હતો. આ સમારોમાં અદભુત અતીન્ય ભાવના અને ઇવેન્ટ મેનેજમેન્ટનો જબરો સંગમ જોવા મળ્યો હતો. રાજકોટના દ્રષ્ટી એડવર્ટાઇઝીંગના ગીરીશભાઇ ત્રીવેદીને એવોર્ડ એનાયત કરવા બદલ આમંત્રણ આપી વિશેષ સન્માન આપ્યું હતું. આ સમારોહમાં રાજકોટ એડ સર્કલના રપથી વધુ મેમ્બર્સએ દ્રષ્ટી એડવર્ટાઇઝીંગ-ગીરીશભાઇ, એપેક્ષ એડના જલાધીભાઇ, એડેકસ એડના જયેશભાઇ, મનીષ્ એડના નીલેશભાઇ, એસેન્ટ એડના નૈનેશભાઇ, કલા સારથામ વિશાલભાઇ, સીમ્પલ એડના રાજુભાઇ, માઇક્રોમીડીયાના વાઘેલાભાઇ, એડમીડીયાના ધવલભાઇ, એ-વીઝનના દીલીપભાઇ, એડપોઇન્ટ એડના રોહીતભાઇ, ક્રીએટ ઇન્ડીયાના પ્રશાંતભાઇ તથા મૌલીકભાઇ, સદગુરૂ એડના ભુપેન્દ્રભાઇ, અરીહંત એડના મહેશભાઇ તથા કેવલભાઇ, ભવ્ય એડના રજનીભાઇ, વાઇડીંગ એડના સંદીપભાઇ તથા ક્રીશભાઇ, નયન પબ્લીસીટીના મહેશભાઇ, હાઇડીઝાઇનના હીમાંશુભાઇ હાજરી આપી રાજકોટના વ્યવસાયને ગૌરવ અપાવ્યું હતું. ગુજરાત અને ભારતભરના મીડીયા અને પબ્લીકેશન હાઉસના માલીકો તેમજ રીપ્રેઝન્ટેટીવ તેમજ ટેલીવીઝન ચેનલની ઉપસ્થીતીમાં દબદબાભેર સમારોહ ઉજવાયો હતો. આ સમારોહ સુધી પહોંચાડવામાં દરેક જવાબદારી એડેકસ એડના જયેશભાઇ, મનીષ એડના નીલેશભાઇ તથા એસેન્ટ એડના નૈનેશભાઇએ ઉઠાવી હતી.


