કથા પ્રસાદ
ઘણા માણસો ભવ્ય હોય છે, દિવ્ય નથી હોતા, ભવ્ય પછી ભંગાર થઇ જાય છે, દિવ્ય એટલે જે રોજ નૂતન, નિર્મલ, સુંદર હોય એ દિવ્ય છે
આ ઐતિહાસિક કથા નથી, અધ્યાત્મિક કથા છે
બ્રહ્મા-વિષ્ણુ-મહેશ (મહાદેવ) સનાતન છે
જૈન આચાર્ય લોકેશમુનિજીના નેતૃત્વમાં અહિંસા વિશ્વશાંતિ કેન્દ્ર દિલ્હી દ્વારા ‘ભારત મંડપમ’ના સંવાદગૃહમાં પ્રવાહિત થઇ રહેલી ‘માનસ સનાતન ધર્મ’ રામકથાના ત્રીજા દિવસે ગઇકાલે પ્રિય બાપુએ પ્રેમસંવાદને આગળ ધપાવતા કહ્યું હતું કે સનાતન શબ્દનો અર્થ ભગવદતો મંડળ (ગુજરાતીમાં છે)માં મળે છે. ભિન્ન-ભિન્ન સરળ અર્થો એમાં મળે છે. સનાતન એટલે દિવ્ય પુરૂષ. દેવપુરૂષ નહીં, દેવ તો સ્વાર્થી હોય છે અને દેવના પુણ્ય પૂરા થાય ત્યારે એને મૃત્યુલોકમમાં આવવું પડે છે એટલે સનાતનનો અર્થ દિવ્યપુરૂષ, પિતૃઓ અતિથિ રૂપમાં આવે તે સનાતન, કોઇ બ્રહ્મચારી કિયારહિતમુનિએ સનાતન છે, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ સનાતન છે. પરાપૂર્વથી જે અચલ-અસ્થિર છે તે સનાતન છે, સનતકુમારો પૈકી એક સનતકુમારનું નામ સનાતન છે. સનાતન એટલે સૂર્યનું એક નામ, સૂર્યના જે એકસો આઠ નામ છે એમાં એક નામ સનાતન છે. સનાતન એટલે આઠ નામ છે એમા એક નામ સનાતન છે. સનાતન એટલે અનાદિ, મૂળ અસલ, પ્રાચીન, જૂનું અવિનાશી વગેરે.
સનાતન સંદર્ભે એક શ્લોક બાપુએ સૌ ભાવિકોએ સામાન્ય પ્રશ્ન કર્યો હતો અને સભાગૃહમાં બેઠેલા સૌ કથાપ્રેમીઓ પણ સમુહમાં બોલ્યા હતાં.
મૂલમહિ વિષ્ણુરદેવાનામ
યત્ર ધર્મ સનાતન: !
તસ્યય બ્રહમા ગો વિપ્રસ્તપો
યજ્ઞ: સદક્ષિણા: યત્ર ધર્મ સનાતન: !!
પ્રસ્તુત શ્લોકમાં સનાતન ધર્મનો ખુબ મોટો મહિમા સમાયેલો છે. જેનું પ્રિય બાપુએ વિસ્તારપુર્વક સરળ સમજુતી આપી હતી. ભગવદગીતામાં પણ સનાતન શબ્દ સાત વખત ઉચ્ચારાયો છે. અને શાશ્વત શબ્દ દસ વખત આવે છે. માનસમાં શાશ્વત શબ્દ બે વખત આવે છે. આપણું નભમંડળ શાશ્વત દિવ્ય ચેતનાઓથી સભર છે. એ દિવય ચેતનાઓ આપણને પ્રભાવિત કરે છે. ઘણાંય લોકો ભવ્ય હોય છે પણ દિવ્ય નથી હોતા. ભવ્ય પછીથી ભંગાર થઇ જાય છે! દિવ્ય એટલે જે રોજ નુતન હોય નિર્મલ હોય, સુંદર હોય છે. એના કર્યા પ્રભુ કરે છે પણ જે ભકત ગુણભાવ હોય રજોગુણ, તમોગુણ અને સત્વગુણથી પર છે તે ગુણાભત ભકતને ભગવાન અતિ પ્રેમ કરે છે. જેમ ગાય વાછરડાને ચાટે છે એમ ગુણવાન ભકતને ભગવાન પ્રેમ કરે છે.
સાધુની વ્યાખ્યા કરવી હોય તો મને ગંગાસતી યાદ આવે… શિતલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ.. ઓશો કહેતા કે માણસ ધાર્મિક હોવો જોઇએ પણ તલગાજરડી દ્રષ્ટિએ માણસ ધાર્મિક નહીં પણ ધર્મશીલ હોવો જોઇએ. તો સાધુ શીલવંત હોવો જોઇએ અને ગંગાસતી કહે છે વારે વારે નમીએ એટલે સોમવારે, મંગળવારે, બુધવારે, ગુરૂવારે, શુક્રવારે શનીવારે અને રવિવારે એમ વારે વારે નમવાની વાત થાય છે. એવો અર્થ પણ મને દેખાય છે. શીલવંત સાધુ, ચલવંત સાધુ (સાધુના ગૃપ ન હોય), જલવંત સાધુ, કુલવંત સાધુ, ધૈર્યવન સાધુ, કલાવંત સાધુ, તલવંત સાધુ, એટલે કે સાધુમાં ગહનતા-ઉંડાણ હોય, બલવંત સાધુ-આત્મબળ સંદર્ભે ફલવંત સાધુ અને સાધુ દલવંત ન હોવો જોઇએ. પોતાના જુથો-દળો (ગૃપ) વગેરેમાં સાધુ દલવંત ન હોય-
પૃથુરાજાનું એક દ્રષ્ટાંત આજે સૌએ યાદ રાખવા જેવું અને અમલમાં મુકવા જેવું છે. પૃથુને રાજા તરીકે નિમવામાં આવ્યા ત્યારે પ્રજાજનોએ એનું ફુલહારથી સ્વાગત સન્માન કર્યુ ત્યારે પૃથુરાજા કહે છે કે આ સન્માન ફુલહાર શા માટે, હું રાજા તરીકે થોડા સમય કાર્યો કરુ છું. કેવું શાસન કરૂ છુ એ જોયા પછી આ ફુલહાર સન્માન કરજો. અત્યારે હજી હું રાજા તરીકે આજે નિમાયો છું તો અત્યારે આની જરૂર નથી. આવા રાજા પૃથુ હતાં. બ્રિટનની રાજાની પણ એક સત્ય ઘટના છે. જે રાજા પૃથુ જેવી જ વાત છે. બ્રિટનના કોઇ રાજા (હું નામ ભુલી ગયો છુ) ની નિમણુંક થઇ એટલે પ્રજાજનોએ એનો સ્વાગત સમારંભ કર્યો, ફુલકાર કર્યા, રાજા સમુદ્ર કિનારે આવે છે અને આદેશ કરે છે કે એક ખુરશી આપો, સેવક ખુરશી લઇ આવે છે. સમુદ્ર કિનારે બેસે છે, દરિયાના મોજા રાજાના પગ પાસે આવે છે અને જતા રહે છે, ફરી મોજા આવે છે ત્યારે રાજા હુકમ કરે છે કે મોજાઓ અટકી જાઓ! મોજાઓ ચાલ્યા જાઓ! અને પછી બ્રિટનના રાજા લોકોને કહયું કે જોયું ? આ દરિયાના મોજાઓ મારો હુકમ માને છે ? મારી વિસાત નથી, હું કૈ નથી !
કથા સમાપન પ્રસંગે અયોધ્યા રામમંદિર તથા કૃષ્ણ જન્મભુમીના સુત્રધાર ગોવિંદગીરી મહારાજ વિશેષ્ ઉપસ્થિત રહયાં હતા અને પોતાની પ્રાસંગિક પ્રસન્નતા પ્રગટ કરી હતી, અને વ્યાસપીઠની વંદના કરી હતી. જૈનાચાર્યશ્રી લોકેશમુનિજીએ સ્મૃતિચિન્હ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યુ હતું. બાપુઓ પણ શાલ અર્પણ કરી મહારાજની ભાવવંદના કરી હતી.
કથામૃત
(૧) સનાતન ધર્મની નિંદા કરે એવા લોકોની સભામાં જવું નહીં.
(ર) વિશ્વાસ જ જીવન છે, સંશય મૃત્યુ છે, સ્વામી વિવેકાનંદ
(3) પુસ્તક શિક્ષક છે, ગ્રંથ એ ગુરૂ છે પણ રામચરિત માનસ સદગુરૂ છે.
(૪) પ્રકૃતિના તમામ તત્વો બોલી રહયા છે, જયારે આપણે બહેરા થઇ ગયા છીએ !
(પ) અસ્મિતા એટલે-આત્મવિશ્વાસ, આત્મ સ્મૃતિ અને આત્મ સન્માન-દરેક આત્મા સરખા ગણવા.
(મજો-મનોજ જોશી)


