By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    8 hours ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    1 day ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    3 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

Editor
Last updated: 2026/05/06 at 4:24 PM
2 months ago
Share
 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ
SHARE

 દર ૧૫ દિવસે કામોની સમીક્ષા કરવા કલેકટરોને આદેશ

 રાજય સરકારની ચિંતન શિબિરનો પ્રારંભ : અધિકારીઓને મુખ્યમંત્રીની ગંભીર ટકોર : કલેકટરોને સત્તાનો પ્રજાલક્ષી ઉપયોગ કરવા સૂચન : ગુજરાતના વિકાસનો રોડ મેપ કરાશે તૈયાર

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. “Collaborate, Innovate and Transform for Better Land Governance” થીમ સાથે યોજાયેલી આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે. કાર્યક્રમના આરંભે મુખ્યમંત્રીએ તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે, “ચિંતન શિબિર છે તો બધા ચિંતિત કેમ?”. એટલું જ નહીં ‘હું ચલાવું છું’ એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની અધિકારીઓને ટકોર કરી હતી.

મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે તેઓ પાસે વિશાળ સત્તાઓ છે અને તે સત્તાનો ઉપયોગ પ્રજાલક્ષી કામોમાં થવો જોઈએ. ‘દર 15 દિવસે પોતાના કામનું ચિંતન કરો, એક-બે લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય’ એવી ચેતવણી આપતાં તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સ્પષ્ટ સૂચના આપી. તેમણે જણાવ્યું કે સ્વાગત ઓનલાઈન જેવા કાર્યક્રમોમાં નાગરિકોના પ્રશ્નો સીધા તેમની પાસે પહોંચે છે, તેથી અધિકારીઓએ અગાઉથી જ સમસ્યાઓનું નિવારણ કરી દેવું જોઈએ જેથી લોકો સંતોષ અનુભવે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને સંવેદનશીલ વહીવટ માટે પ્રેરિત કરતાં કહ્યું કે, “ઓફિસમાં આવનાર કોઈપણ વ્યક્તિને ખચકાટ ન થાય, હસતા મોઢે કામ કરશો તો અરજદાર ખુશ થશે.” સાથે જ તેમણે “હું ચલાવું છું” એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની સલાહ આપી અને ઉમેર્યું કે સિસ્ટમ સૌના સહકારથી ચાલે છે. IAS અધિકારીઓના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મોટી મહેનત બાદ આ પદ પ્રાપ્ત થાય છે, તેથી જવાબદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. વ્યક્તિગત કે વહીવટી મુશ્કેલી હોય તો સીધા તેમને જાણ કરવા પણ મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને યાદ કરતાં કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને વિકસિત ગુજરાતથી સાકાર કરવા મહેસૂલ વિભાગની ભૂમિકા મહત્વપૂર્ણ છે. નાગરિકોના સુખાકારી માટે ચિંતન-મંથનને જરૂરી ગણાવી આ શિબિરને આત્મસંવાદનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું.

શિબિરમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે કે રાજ્ય સરકાર વહીવટને નાગરિકોની સેવા ગણે છે અને છેવાડાના માનવીના પ્રશ્નો ઉકેલવા પ્રતિબદ્ધ છે. ઇ-ધરા, IORA જેવી ડિજિટલ પહેલો દ્વારા ફેસલેસ અને પેપરલેસ ગવર્નન્સ અમલમાં મૂકાઈ છે. જમીન ફાળવણીમાં ‘ઝીરો ડીલે’ નીતિ અપનાવી પારદર્શિતા વધારવામાં આવી છે, જેના કારણે ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે જ ડ્રોન ટેક્નોલોજી અને સેટેલાઈટ ઇમેજરી દ્વારા જમીન સર્વે વધુ સચોટ બનાવવામાં આવી રહ્યો છે.

મુખ્ય સચિવ મનોજકુમાર દાસે મહેસૂલ વિભાગના કાર્યને બિરદાવતાં જણાવ્યું કે ટેકનોલોજી અને પારદર્શિતાથી વહીવટ વધુ મજબૂત બની રહ્યો છે. વિકાસ પ્રોજેક્ટ્સ માટે જમીન ફાળવણીમાં રાજ્યએ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે. વહીવટી તંત્ર મજબૂત કરવા એડિશનલ કલેક્ટરની જગ્યાઓ તથા તલાટી-સર્વેયરની ભરતી પણ કરવામાં આવી છે.

 

ચિંતન શિબિર મહેસુલ વિભાગમાં પરિવર્તન લાવશે : ડો.જયંતિ રવિ

અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે આ ચિંતન શિબિર માત્ર ચર્ચા પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ મહેસૂલ વિભાગમાં ગુણાત્મક પરિવર્તન લાવશે. કલેક્ટર સંસ્થાના ગૌરવશાળી ઈતિહાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી અને આધ્યાત્મિક ઉર્જાના સમન્વયથી વહીવટ વધુ અસરકારક બનશે. આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કુલ મળીને, આ ત્રિદિવસીય ચિંતન શિબિર રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને નાગરિક કેન્દ્રિત અભિગમને વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થઈ રહી છે.

 

You Might Also Like

 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ

સોનું-ચાંદીમાં નફાવસૂલી, ક્રૂડ ઓઈલ દબાણમાં; ડોલર-રૂપિયા અને શેરબજાર પર નજર

ડ્રગ્સ કેસમાં સ્થાનિક પોલીસ અધિકારીની જવાબદારી ફિકસ

ખેડૂતોને તક આપ્યા વગર વીજલાઇન નાખવી અન્યાય : હાઇકોર્ટ

કૃષિમંત્રી ખેડૂતોને ન્યાય આપશે તો તેના પગ ધોઈને પાણી પીશ: કિર્તી પટેલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો
ભાવનગર

LRDની પરીક્ષા વિવાદમાં, ઉમેદવાર પાસેથી મોબાઇલ મળ્યો

Editor By Editor 5 days ago
સુરતમાં અતિથિ ભવનમાં ભાવનગરની પરિણીતાનો દવા ગટગટાવી આપઘાત
 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક
રાજકોટ પોલીસમાં આંતરિક ફેરબદલ : 30 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી
 મનપા દ્વારા આવતીકાલથી ત્રણેય ઝોનમાં સરકારની જન કલ્યાણ શિબિરનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?