અંજલી પંજાબી, પ્રેમવાટિકામાં વેંચાતા પનીરમાં ભેળસેળ
મનપાના ફૂડ વિભાગ દ્વારા લીધેલા નમૂના ફેઇલ, મધુવન ડેરીમાંથી લીધેલ કુલ ક્રીમ મિલ્કતમાં પણ મિલાવટ મળી
કાલાવડ રોડ, ટાગોર રોડ, મુંઝકા સહિત વિવિધ ૧૧ પેઢીમાં ફૂડ વિભાગ ત્રાટકયું
અગ્ર ગુજરાત, રાજકોટ
હોટેલ-રેસ્ટોરન્ટમાં ભેળસેળ વાળા પનીર પીરસવામાં આવી રહ્યાં છે. તેવી અનેક ફરિયાદો ઉઠતા અને રાજયમાં નકલી પનીર ઝડપાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને રેસ્ટોરન્ટ, હોટેલ બહાર બોર્ડ મારવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટમાં બે સ્થળે ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. લેબોરેટરીમાં મોકલાયા બાદા તેની ચકાસણી કરતા ભેળસેળ હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત એક ડેરીમાંથી લીધેલ આઇસ્ક્રીમના નમૂના પણ ફેઇલ થયા છે.
શહેરમાં ખાણીપીણી અને મસાલામાં થતી ભેળસેળ અટકાવવા શહેરના કાલાવડ રકોડ, ટાગોર રોડ, યુનિવર્સિટી રોડ પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પનીર, મસાલા, ઠંડા પીણાના નમૂના લઇ પૃથ્થકરણમાં મોકલવામાં આવ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા “અંજલી ચાઇનીઝ & પંજાબી”, મીત કોમ્પ્લેક્સ શોપ નં-3, ઇન્દિરા સર્કલ પાસે, સત્યવિજય આઈસક્રીમ પાસે, 150 ફૂટ રિંગ રોડ, અને “પ્રેમવાટિકા રેસ્ટોરન્ટ”, ઓમ પેટ્રોલ પંપની સામે, રામાપીર ચોક, 150 ફૂટ રિંગ રોડ, લાભદીપ સોસાયટી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર (લુઝ)” નો નમૂનો, “મધુવન ડેરીફાર્મ”, ઓજસ ઓરા -G.F. શોપ નં-19, મટુકી 80 ફૂટ રોડ પાસે, વાવડી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “ફૂલ ક્રીમ મિલ્ક (લુઝ)” નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટની માત્રા ધારાધોરણ કરતાં ઓછી આવેલ હોવાથી નમૂનો “સબસ્ટાન્ડર્ડ” (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 11 નમૂના લેવામાં આવેલ જેમાં પનીર(મીડિયમ ફેટ) (લૂઝ): જય ખોડિયાર સ્વીટ, શ્યામ પાર્ક-2, મોટા મવા, પટેલ સમાજ પાસે, કાલાવડ રોડ, JAIN DAIRY MALAI PANEER ( FROM 1KG PKD): રાજમંદિર ફાસ્ટ ફૂડઝોન શોપ નં g-3, શાલીમાર કોમ્પ્લેક્સ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ, પનીર (FROZEN CUBES) (FROM 1KG PKD): જ્યુબીલીયન્ટ ફૂડ વર્કસ લી.(ડોમિનોઝ પીઝા), શોપ નં 4,4a,5,5a,ગ્રા. ફ્લો, એ.વી. નાગર બોર્ડિંગ બિલ્ડીંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, GO CHEESE SPREAD (FROM 500g PKD) જ્યુબીલીયન્ટ ફૂડ વર્કસ લી. (ડોમિનોઝ પીઝા), શોપ નં 4,4a,5,5a,ગ્રા. ફ્લો, એ.વી. નાગર બોર્ડિંગ બિલ્ડીંગ, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, GO NATURAL CHEESE CHEDDAR ORANGE DICED (FROM 2 KG PKD): ફ્રેંડ્ઝ & ફૂડ્સ (લા’પીનોઝ પીઝા), ગોલ્ડન અંબ્રેલા, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, MILKANA MELTED CHEESE (FROM 500g PKD): સ્થળ- ફ્રેંડ્ઝ & ફૂડ્સ (લા’પીનોઝ પીઝા), ગોલ્ડન અંબ્રેલા, વિરાણી સ્કૂલની સામે, ટાગોર રોડ, VIMAL PROCESSED CHEESE ( FROM 1 KG PKD): સ્થળ- રાજમંદિર ફાસ્ટ ફૂડ ઝોન, શોપ નં g-3, શાલીમાર કોમ્પ્લેક્સ, એસ્ટ્રોન ચોક, ટાગોર રોડ, શીતલ શ્રીખંડ ( મિક્સ ફ્રૂટ) (FROM 200G PKD): સ્થળ- ગાત્રાળ જનરલ સ્ટોર, સૌરાષ્ટ્ર યુનિ.થી ક્રાઈસ્ટ કોલેજ રોડ, મુંજકા પોલીસ સ્ટે. થી આગળ, મુંજકા, શીતલ શ્રીખંડ ( મેંગો) (FROM 500G PKD): સ્થળ- ગાત્રાળ જનરલ સ્ટોર, સૌરાષ્ટ્ર યુનિ.થી ક્રાઈસ્ટ કોલેજ રોડ, મુંજકા પોલીસ સ્ટે. થી આગળ, મુંજકા, હળદર આખી (લૂઝ): સ્થળ- મહાવીર મસાલા (મંડપ), મહાવીર મસાલા માર્કેટ, પી.ડી માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, જીરું (લૂઝ): સ્થળ- મહાવીર મસાલા (મંડપ), મહાવીર મસાલા માર્કેટ, પી.ડી માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, રાજકોટનો સમાવેશ થાય છે.


