જીસીસીઆઇ આયોજીત ગૌકુલમ વિશેષ સંવાદ સીરીઝમાં
ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા વિષય પર વિશેષ સંવાદ
તા..૧મીએ સાંજે ગૌરવકુમાર સાથે સંવાદ થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCIના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગ્રામીણ ભારતમાં ગૌ આધારિત અર્થતંત્રની ભૂમિકા” વિષય પર રૂરલ હબ ઇનોવેશન્સ લિમિટેડ ના સ્થાપક તથા ગ્લોબલ કોન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના ઉત્તર પ્રદેશના સભ્ય ગૌરવ કુમાર સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ગૌરવ ગુપ્તા ગ્રામિણ વિકાસ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં કાર્યરત એક દૃષ્ટિવંત નેતા અને રૂરલ હબ ઇનોવેશન્સ લિમિટેડ ના સ્થાપક છે. તેઓ વિકાસને માત્ર નારા સુધી સીમિત ન રાખતા, તેને વ્યવહારુ અને અમલમાં મૂકાય તેવા મોડેલમાં રૂપાંતરિત કરવાનો દૃઢ અભિગમ ધરાવે છે. ગૌ આધારિત ઉદ્યોગો, ગ્રામ સ્તરે MSME માળખું, રોજગાર સર્જન અને સાશ્વત વિકાસ તેમના કાર્યના મુખ્ય આધારસ્તંભ છે. ગ્રામ પંચાયતને ઉદ્યોગ કેન્દ્ર તરીકે વિકસાવી, સ્થાનિક સંસાધનોના સદુપયોગ દ્વારા ગામડાંને ઉપભોક્તા નહીં પરંતુ ઉત્પાદક બનાવવાની તેમની દૃષ્ટિ ગ્રામિણ આત્મનિર્ભરતાની નવી દિશા દર્શાવે છે.


