By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    5 days ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 weeks ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 weeks ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    2 weeks ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    2 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    2 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    2 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    2 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ સહિતના સિનેમાઘરોમાં ફરી એક વખત જોવા મળશે મર્ડર મિસ્ટ્રી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ સહિતના સિનેમાઘરોમાં ફરી એક વખત જોવા મળશે મર્ડર મિસ્ટ્રી

Editor
Last updated: 2026/02/11 at 8:05 PM
46 minutes ago
Share
રાજકોટ સહિતના સિનેમાઘરોમાં ફરી એક વખત જોવા મળશે મર્ડર મિસ્ટ્રી
SHARE

રાજકોટ સહિતના સિનેમાઘરોમાં ફરી એક વખત જોવા મળશે મર્ડર મિસ્ટ્રી

બ્રિજેશ બૌધ્ધ અને શાહિદ અલી દ્વારા ડિરેકટ થયેલી ફિલ્મ બ્લેક બર્થ-ડે શુક્રવારે રિલીઝ થશે

આર્જવ ત્રિવેદી, યોગીતા પટેલ, ધ્રુવી સોની સહિતના કલાકારો દર્શકોને જકડી રાખશે

‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા નિર્માતા અને કલાકારો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

છેલ્લા એક દસકામાં ગુજરાતી સિનેમાએ પોતાની એક અલગ જગ્યા બનાવી છે. ગુજરાતી દર્શકોને માતૃભાષાની ફિલ્મોએ આકર્ષયા છે અને હજુ પણ ગુજરાતી ભાષાની ફિલ્મોને સફળતા મળશે તેવો વિશ્વાસ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા ફિલ્મ બ્લેક બર્થ-ડેના કલાકારોએ વ્યકત કર્યો હતો.

તા.૧3મીને શુક્રવારે રાજકોટ સહિત રાજયભરના સિનેમા ઘરોમાં બ્રિજેશ બૌધ્ધ અને શાહિદ અલી દ્વારા લખાયેલી અને ડિરેકટ કરાયેલી ફિલ્મ બ્લેક બર્થ-ડે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છેલ્લા દિવસ ફેઇમ આર્જવ ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે યોગીતા પટેલ, ધ્રુવી સોની સહિત પાંચ કિરદારો પર આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા ફિલ્મના કલાકાર આર્જવ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ પિકચર મર્ડર મિસ્ત્રી પર બનાવવામાં આવેલું છે. જેમાં પાંચ મિત્રોની કહાનીને દર્શાવવામાં આવી છે. જેમાં મિત્રના જન્મ દિવસ પર એક રહસ્યમય હત્યા થાય છે અને ત્યાંથી આ ફિલ્મની ઓરીજનલ કહાની શરૂ થવાની છે. આ ફિલ્મમાં હાસ્ય, લવસ્ટોરી, સસ્પેન્સ સહિતના ટ્રાયએંગલનો સમન્વય જોવા મળી રહ્યો છે. જે દર્શકોને પીકચરના અંત સુધી ખુરશી પર જકડી રાખશે.

વધુમાં જણાવ્યું હતું કે આ પિકચરમાં નિખીલ નામના યુવાનનું પાત્ર ભજવવામાં આવ્યું છે. આ પાત્ર ફિલ્મના કિરદારમાં મહત્વનું માનવામાં આવે છે. જો કે દરેક પાત્ર ફિલ્મમાં મહત્વના છે. પરંતુ નિખીલના પાત્રને મજબૂત રીતે નિભાવવામાં આવ્યું છે. ફિલ્મ શુક્રવારે રિલીઝ થશે અને આ ફિલ્મ સારી એવી લોકોમાં ચાહના મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

ફિલ્મની અભિનેત્રી યોગીતા પટેલે જણાવ્યું હતું કે બ્લેક બર્થ-ડે ફિલ્મમાં મારા પાત્રને એકદમ સરળ વ્યકિતત્વવાળુ દર્શાવવામાં આવ્યું છે. જે એકદમ શાંત અને સરળ સ્વભાવનું છે. આ ફિલ્મમાં રોમાન્સ સહિત લોકોને મર્ડર મિસ્ટ્રી અંગે પણ જકડી રાખવામાં આવશે. ફિલ્મની કહાની વર્તમાનના મુદ્દાઓને સ્પર્શતી આવતી હોવાના કારણે લોકોને ફિલ્મ પસંદ પડશે.

અભિનેત્રી ધ્રુવી સોનીએ પોતાના પાત્ર વિશે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં મને મોટા ઘરની દિકરી બતાવવામાં આવી છે. જેના પિતા પાસે પુષ્કળ ધન છે. એકદમ જીદ્દી પ્રકારનું પાત્ર છે. જોઇએ તે જોઇએ જ તેવો સ્વભાવ આ પિકચરમાં મારો દર્શાવવામાં આવ્યો છે.

નિર્માતા બ્રિજેશ બૌધ્ધ અને શાહિદ અલીએ જણાવ્યું હતું કે આ પ્રકારની ફિલ્મ બનાવવી તે નક્કી હતું નહી. પરંતુ એક ટાસ્ક મળ્યો હતો. આ ટાસ્કના આધારે ફિલ્મમાં એક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ફિલ્મમાં પ્રથમ હેપ્પી બર્થ-ડે ટાઇટલ રાખવાનું હતું. પરંતુ અગાઉ તેનું રજીસ્ટ્રેશન થયું હોવાથી આ ટાઇટલ મળ્યું હતું નહી. જેના કારણે ફિલ્મનું ટાઇટલ બ્લેક બર્થ-ડે રાખવામાં આવ્યું છે. આ પિકચર શુક્રવારે રિલીઝ કરવામાં આવશે અને તે દર્શકોને ચોક્કસથી મનોરંજન પુરૂ પાડશે.

 

ગુજરાતી હોવાના નાતે માતૃભાષાની પિકચર જોવી જોઇએ : આર્જવ ત્રિવેદી

આપણે ગુજરાતમાં જન્મયા છીએ અને ગુજરાતી છીએ. એક ગુજરાતી હોવાના નાતે માતૃભાષાની પિકચરો જોવી જોઇએ. ગુજરાતી પિકચરનો ડ્રાફટ છેલ્લા ઘણા સમયથી ઉંચો આવ્યો છે. જે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’એ સાબિત કર્યુ છે. આ પિકચરે સમાજને માણસ બનવાનો પણ સંદેશો આપ્યો છે. ધર્મ કોઇપણ હોય પરંતુ દરેકે માનવતાને પ્રાધાન્ય આપવું જોઇએ. વર્તમાન સમયની પરિસ્થિતિને જોતાં સમાજે તેનો સ્વીકાર કરવો જોઇએ.

 

દિકરીઓને પૂરતી તક મળવી જોઇએ : યોગીતા પટેલ

વર્તમાન પરિસ્થિતિમાં આજે પણ સમાજમાં ઘણા એવા રૂઢીગત રિવાજો ચાલ્યા આવે છે. જેના કારણે દિકરીઓને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી અને તેના કારણે તેનું ટેલેન્ટ ધરબાઇ જાય છે. ઘણા પરિવારોને કેટલાક ક્ષેત્રોથી એલર્જી હોવાના કારણે દિકરીઓને તે ફિલ્ડમાં મોકલતા નથી. તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. ત્યારે દિકરીને પોતાના ટેલેન્ટને સાબિત કરવાની તક મળવી જોઇએ. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સહિત મોટા ભાગના ક્ષેત્રો દિકરીઓ માટે સુરક્ષીત થયા છે. આજના યુગમાં ધીરજ રાખવાની ખૂબ જરૂર છે. ધીરજ રાખવાથી ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ મળશે અને સફળતા પણ મળશે.

You Might Also Like

 CBSE ધો.૧૨માં બોર્ડની પરીક્ષામાં હવે ઓનસ્ક્રિન જવાબવહીની ચકાસણી કરશે

આરોગ્ય કેન્દ્રોમાં ‘ડુપ્લિકેટ સ્ટાફ’નો મહાખેલ!

ફોર્મ નં.૭ મુદ્દે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરો : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

RMCની ચૂંટણી એપ્રિલના અંત અથવા મે માસના પ્રારંભે થાય તેવા સ્પષ્ટ સંકેત

હડમતાળા પાસે ડિવાઇડર સાથે બાઇક ટકરાતા યુવાનનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વસ્તી ગણતરીમાં વિક્ષેપ કરનારને ત્રણ વર્ષની સજા
આંતરરાષ્ટ્રીય

વસ્તી ગણતરીમાં વિક્ષેપ કરનારને ત્રણ વર્ષની સજા

Editor By Editor 45 minutes ago
ફોર્મ નં.૭ મુદ્દે જવાબદારો સામે કાનૂની કાર્યવાહી કરો : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
હડમતાળા પાસે ડિવાઇડર સાથે બાઇક ટકરાતા યુવાનનું મોત
ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું
 CBSE ધો.૧૨માં બોર્ડની પરીક્ષામાં હવે ઓનસ્ક્રિન જવાબવહીની ચકાસણી કરશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?