By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    48 minutes ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    3 weeks ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 weeks ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    4 weeks ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    2 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    2 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    2 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    2 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટ્રમ્પનું હથિયાર બુઠ્ઠુ થયું છતાં ભારતને તો બેવડો માર પડશે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનું હથિયાર બુઠ્ઠુ થયું છતાં ભારતને તો બેવડો માર પડશે ?

Editor
Last updated: 2026/02/24 at 4:17 PM
47 minutes ago
Share
ટ્રમ્પનું હથિયાર બુઠ્ઠુ થયું છતાં ભારતને તો બેવડો માર પડશે ?
SHARE

જીસકા ડર થા વો હિ બાત હો ગઇ…!!

ટ્રમ્પનું હથિયાર બુઠ્ઠુ થયું છતાં ભારતને તો બેવડો માર પડશે ?

 

ર૧મી તારીખના બિટવીન ધ લાઇન્સમાં હેડીંગમાં જ કહયું હતું કે ટ્રમ્પ અમેરિકાની સુપ્રિમ કોર્ટનો આદેશ ન માને તો શું ? અમેરિકન પ્રમુખે તેની વિદેશ નીતિમાં ટ્રેડ ટેરિફનું હથિયાર જે રીતે ઉપયોગ કર્યુ છે એ જોતાં આ બાબત સમજી શકાઇ તેવી હતી. છતાં લગભગ મોટા ભાગના મેઇન સ્ટ્રિમ મિડિયા અને ટીવી ચેનલોમાં અમેરિકાની સુપ્રિમ કોર્ટનો ચુકાદો જાણે કે ટ્રમ્પે લાદેલા ટ્રેડ ટેરિફ હટી જશે અને હવે સહુ સારા વાના થઇ જશે એવો માહોલ થઇ ગયો હતો. ભારતમાં તો જાણે કે ઇડરિયો ગઢ જીતાઇ ગયો હોય તેવો માહોલ મિડિયામાં અને ભાજપની પ્રવકતા ચેનલોમાં જોવા મળતો હતો. પણ ટ્રમ્પે જ તાત્કાલીક આ હવા ભરેલા બબ્બલમાં પંકચર પાડી દીધુ. ટ્રમ્પે કહયુ દસ નહિ પંદર ટકા ટ્રેડ ટેરિફ તમામ દેશો ઉપર સમાન દરે લાદવામાં આવશે. આવું ટ્રમ્પ કેમ કહિ શકે.? તેના શું સુચિતાર્થ થાય ? એ અંગે ભારે ગુંચવણો ઉભી થઇ છે. આખો મામલો ધુમિલ થઇ ગયો છે અથવા વિશ્વના નેતાઓએ અંદરખાને પોતાની સતા ટકાવી રાખવા ધુમિલ કરવા દીધો છે. નાનકડી ઉપલબ્ધીને ગાઇ વગાડીને કહેનારાઓ જયારે મૌન થઇ જાય ત્યારે સમજવાનું કે દાળમાં કંઇ કાળુ છે.

હા, તો આ બાબતે નવી કેટલીક વિગતો બહાર આવવા માંડી છે. જે સમયસર વાંચકોને જણાવવા માટે થોડું જોખમ ઉઠાવું છું. ર૧ ફ્રેબ્રુઆરીના લેખની લાઇન યથાર્થ સાબિત થઇ એટલે આગળ આવું થઇ શકે તેમ લખવાનો પ્રયાસ કરું છું. વાત જાણે એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ બરાબર ફસાયા છે. અમેરિકન સુપ્રિમ કોર્ટના આદેશને તેઓ સીધી રીતે અવગણી શકે તેમ નથી. Internal Emergency Powers actનું ટ્રમ્પનું હથિયાર અમેરિકન સુપ્રિમ કોર્ટે બુઠ્ઠુ બનાવી દીધુ છે. બલ્કે તેમની પાસેથી આંચકી જ લીધુ છે. આ હથિયાર વગર પણ ટ્રમ્પે અમેરીકન સુપ્રિમ કોર્ટ અને કોંગ્રેસને લલકારી દસને બદલે પંદર ટકા ટ્રેડ ટેરિફની યુનિવર્સલ અમલીકરણની જાહેરાત કરી દીધી. આવું કેમ થયુ ?

ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ તરીકે મળતાં પાવરનો ઉપયોગ કરવા માટે કટીબધ્ધ જણાય છે. સુપ્રિમ કોર્ટનો આદેશ બાજુમાં રાખીને પણ એ નવી કાનુની લડત અને ટ્રેડ ટેરિફની લડત લડાવાના મિજાજમાં છે. આ માટે અમેરિકન બંધારણમાં પ્રમુખને બંધારણના સેકસન ૧રર મુજબ ચોકકસ સતા મળે છે. જે મુજબ તેમણે લીધેલા નિર્ણયને પાંચ મહિના સુધી લંબાવી શકે છે. મતલબ કે ૧૫૦ દિવસ સુધી આ ટ્રેડ ટેરિફ જે ટ્રમ્પે જાહેર કર્યા તમામ દેશો માટે પંદર ટકા(અથવા તે નકકી કરે તે રીતે) રાખી શકે તેવો અભિપ્રાય છે.

હવે, નવી સ્થીતિમાં જયારે તમામ દેશોના સમાન ટેરિફ હોય તો ભારતને ધ્યાને લઇને વાત કરીએ. સહુ પ્રથમ તો ટ્રમ્પે ભારતને દબાણ કરી જુના કરાર કરી લીધા. જેમાં ભારતને ૧૮ ટકાના દરમાં રાખવામાં આવ્યુ. સામે ભારતમાં જે અમેરિકન ચવસ્તુઓની આયાત ડયુટી જુદા જુદા સ્લેબમાં પાંચ ટકાથી પચાસ ટકા અને કેટલાક અપવાદરૂપ કિસ્સામાં સો ટકા પણ હતી તે રદ કરાવી.ભારત જેનો શરુઆતમાં મોટા ઉપાડે વિરોધ કરતુ હતું એ કૃષિ ક્ષેત્રમાં પણ અનેક વસ્તુઓની આયાત છુટ અપાઇ. જેમાં સોયા મિલ્ક સહિત અનેક કૃષિ ઉત્પાદનોને ભારતમાં પ્રવેશ આપી દેવાયો છે.ડેરી પ્રોડકટ પણ આ યાદિમાં છે. ભારતમાં અમેરિકન ઉત્પાદનોની આયાય ડયુટી ઘટાડીને ત્રણ ટકા સુધી કરી દેવામાં આવી છે.

માનનિય કોમર્સ પ્રધાન પિયુષ ગોયલજી અંગ્રેજી અને હિન્દી ભાષામાં ટી.વી.ચેનલોમાં ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલના ફાયદા ભારતની તરફેણમાં હોવાનું સમજાવી રહયા હતાં. જે ગળે ઉતરે એવા નથી. કારણ કે ભારતે અમેરિકા સામે આયાત ડયુટી ઘટાડી છે. બીજુ ભારતમાં કૃષિ ઉત્પાદનોને અનેક બાબતમાં આયાતી છુટ આપી દીધી છે. ત્રીજુ ભારતના ખાસ મિત્ર રશિયા પાસેથી ઓઇલ ખરીદી બંધ કરવાની ખાતરી ભારતને આપવી પડી છે.

હવે છેલ્લી વાત .નવા ટ્રેડ ડીલ મુજબ ભારતને અન્ય દેશો સાથે પંદર ટકાના સમાન ટેરિફ લાગુ પડશે. અત્યાર સુધી ચીનના 3૪ ટકા અને પાકિસ્તાનના ૧૯ ટકા કરતાં ભારતના ૧૮ ટકામાં ભારત ગેઇનમાં હતું. ભારતે અબજો રૂપિયાના હથિયાર અમેરિકા પાસેથી ખરીદવાની પણ ખાતરી આપી છે. નવી શરતોમાં ભારતને સ્કોપ હતો એવું પિયુષજી કહેતાં હતાં. હવે ચીન પણ ૧૫ ટકા અને ભારત પણ ૧૫ ટકા ટ્રેડ ટેરિફની વ્યાખ્યામાં આવી જશે. તો ભારતનું લેવલ પ્લેયીંગ ફિલ્ડ જ ખતમ થઇ જશે.

ડોનાલ્ડનું ટ્રમ્પ કાર્ડ બે રીતે ચાલ્યુ.તેણે સુપ્રિમ કોર્ટના આદેશની ઐસી તૈસી કરીને અથવા ઇરાદા પૂર્વક ચિત્ર ધુમિલ કરીને ભારત સાથે તેમની શરતોએ કરાર કર્યા. હવે ટ્રમ્પ રાજાની જેમ વર્તે છે. ભારત અને ચીન તથા વિશ્વના અન્ય દેશો વચ્ચે કોઇ હરિફાઇનું લાભનું તત્વ જ નથી રહયુ. શું ભારત સરકાર ટ્રમ્પને કહિ શકશે કે અમને નવી શરતો (૧પ ટકાની) મંજુર નથી. કારણ કે અમે રશિયા સાથે ઓઇલ ખરીદવાનું બંધ કરી વેનેઝુએલા પાસેથી લેવાનું નકકી કર્યુ છે. અમે તમારા માટે કૃષિ માર્કેટ ખોલી દીધુ છે. અમે તમારી સાથેની ઇમ્પોર્ટ ડયુટી ઘટાડી દીધી છે. એ બધું જુની શરતો મુજબ કર્યુ હતું. હવે એ શરતોનું પાલન તમે ન કરો. અને પણ અમે કરીએ . તમે આદેશ કરો તે ટ્રેડ ટેરીફ પણ અમે સ્વીકારીએ. એ શકય નથી. આવું કહેવા માટે પિયુષજી પાસે આ સરકાર પાસે હિંમત જોઇએ. જો ટ્રમ્પ ભારતને સ્પેશિયલ પ્રિવિલેજમાંથી બાકાત કરી શકતું હોય તો ભારતે પણ ઝુકી ઝુકીને ટ્રમ્પને સલામ કરવાની જરૂર જણાતી નથી.

બાકી તો પિયુષ ગોયલજીની વાતો કહેતાં ભી દિવાના,સુનતા ભી દિવાના. અમેરિકન પ્રમુખ આખા વિશ્વને બેશરમીથી રોજ રોજ નવા નવા તરંગ તુકકા લઇને આદેશ ફરમાવી રહયા છે.ભારત સરકાર પ્રજાદ્રોહ ન કરી દેશહિતમાં એક સ્ટેન્ડ રાખે તે જરૂરી છે. કારણ કે અમેરિકામાં સાચી અને ખોટી અનેક રાજકીય ચાલાકીઓ અને જંગ થશે. જેને ઓળખવામાં મોટા મોટા દેશો પણ ગોથા ખાય છે. હાલના તબકકે ટ્રમ્પનો હાથ ઉપર રહે છે. પરંતુ ટ્રમ્પના અંતનો આરંભ પણ થઇ ગયો છે. સાથે સાથે અમેરિકાની સતાનો મધ્યાહ્ને ચમકતો સુરજ આથમવા તરફ જઇ રહયો હોય તેવું લાગે છે.

ફુટ નોટ : સમાચાર એજન્સી રોઇટરના જણાવ્યા મુજબ યુએસએની કસ્ટમ અને બોર્ડર પ્રોટેકશન એજન્સી (સીબીપી)એ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર એકટ હેઠળ લાદવામાં આવેલા ટેરિફ ર૪મી ફેબ્રુઆરીની સવારે ૧ર.૦૧ મિનિટથી અટકાવી દેશે. (અમેરિકન સમય મુજબ). અમેરિકન કસ્ટમ ડિપાર્ટમેન્ટ શિપર્સને આ સંદેશાઓ કાર્ગો સિસ્ટમ મેસેજીંગ સર્વિસ(સીએસએમએસ) હેઠળ આપશે. જેમાં ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ડિએકટિવ કરાશે. રોઇટરનો સંદેશો વધુમાં કહે છે કે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ અમેરિકન પ્રમુખે નેશનલ સિકયુરિટ એકટની કલમ ર3ર અને અનફેઇર ટ્રેડ પ્રેકટિસના સેકસન 3૦૧ હેઠળ લાદવામાં આવેલા ટ્રેડ ટેરિફ બિન અસરકારક કરવામાં આવ્યા છે. એકંદરે અમેરિકામાં પ્રમુખની સતા અને અને બંધારણિય સતા વચ્ચે હવે કટોકટી સર્જાઇ રહી છે. હજારો અમેરિકન આયાતકારોએ તેમની બાસેથી ટ્રમ્પ સરકારે વસુલેલા ગેરકાયદે ટેરિફના રિફંડ લેવા માટે દોડ લગાવી છે. ૧૭પ બિલિયન ડોલર ટ્રમ્પ સરકાર ટ્રમ્પ સરકાર અત્યાર સુધી વસુલી ચુકી છે. દરરોજની પ૦૦ મિલિયન ડોલરની વસુલાત ટ્રેડ ટેરિફ હેઠળ થતી હતી.

You Might Also Like

વસ્તી ગણતરીમાં વિક્ષેપ કરનારને ત્રણ વર્ષની સજા

પાણી પુરવઠાના નવા કામ, ૧૦ લાખ લોકોને મળશે ‘પાણીદાર સુવિધા’

આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો..બા, તમે શા માટે? ?

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના– ભારતી એચ. દવે

જમનાબાએ રણકતા અવાજે પોતાની કથની કહી જમનાબા આવું કેમ કરે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત
રાજકોટ

વાંકાનેરમાં સાસરું ધરાવતી પરિણિતાનું શંકાસ્પદ હાલતમાં મોત

Editor By Editor 53 minutes ago
ગુજરાતમાં ૨૦૨૭થી શાળાઓમાં AIનો અભ્યાસક્રમ લાગુ
ઉપલેટામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર
બંગાળની ખાડીના લો-પ્રેશરથી ગુજરાતમાં ઋતુઓની ગડબડ
રાજકોટમાં NSUI દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં કરાયો અનોખો વિરોધ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?