By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બાળકોને આપણા ઘરનો રસ્તો શોધતા શીખવીએ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

બાળકોને આપણા ઘરનો રસ્તો શોધતા શીખવીએ

Editor
Last updated: 2026/03/12 at 12:38 PM
2 days ago
Share
બાળકોને આપણા ઘરનો રસ્તો શોધતા શીખવીએ
SHARE

 

બાળકો મોટા થતા હોય ત્યારે માતા પિતા સાથે કે ઘરના કોઈ મોટા વ્યક્તિ સાથે બહાર આવતા જતા હોય છે. પણ ઉંમરના એક તબક્કે બાળકને ઘર તરફનો રસ્તો શોધતા શીખવવો જોઈએ. અને માત્ર ઘરે જવાનો જ નહીં, સામાન્યતઃ બાળક જે જે જગ્યાએ જતુ હોય, ઉદાહરણ તરીકે સ્કુલ, પાર્ક, કોઈ રમત ગમતની જગ્યા, કોઈ પરિચિત મિત્રનું ઘર, આપણા કોઈ પરિવારજનો કે મિત્રોનું ઘર વિગેરે.. તે દરેક જગ્યાના રસ્તાઓથી બાળકને ધીમે ધીમે પરિચિત કરાવીએ. જેથી કરીને બાળક જયારે પોતાની રીતે, એકલુ બહાર જાય, ત્યારે ઘરે આવતા સમયે એ ઘરનો રસ્તો શોધી શકે.

આ માટે બાળકને ઘરેથી બહાર લઈને જઈએ ત્યારે જ રસ્તાઓનો પરિચય કરાવતા રહેવુ. ખાસ કરીને જયારે ઘરે આવીએ ત્યારે રસ્તાઓ શોધતા શીખવવા. નાનું બાળક હોય ત્યારે ઘરે પહોંચતી વખતે જમણી બાજુ/ડાબી બાજુ વળવાનુ ક્યારે ક્યારે આવે છે, ક્યારે સીધુ જવાનુ આવે છે, આપણે રહીએ છીએ એ સોસાયટીનું શું નામ છે વિગેરે સમજાવતા જવુ, અને જયારે બહાર નીકળીએ ત્યારે બાળકને જ કહેવુ, કે, ‘આજે તો તુ બતાવે એ રસ્તે ઘરે જવુ છે.’ બાળક સાચો રસ્તો બતાવી ઘરે લઇ જાય એટલે એને બિરદાવવુ, કે, ‘આજે તો તે ઘરે પહોચવાનો રસ્તો બહુ જ સરસ રીતે બતાવ્યો.’

આ પ્રકારે રસ્તાઓનો પરિચય કરાવતા પહેલાનો તબક્કો ચાર પાંચ વર્ષની ઉંમર સુધીમાં પસાર થાય છે. પરંતુ દરેક વખતે તો ડાબી કે જમણી કે સીધી બાજુ જવાનું એ રીતે નહીં ચાલે ને! માટે જ બાળકની પાંચેક વર્ષની ઉંમર પછી, ઘરનું એડ્રેસ વ્યવસ્થિત રીતે સમજાવીને યાદ કરાવવુ. ઘર, કે ફ્લેટનું નામ, ઘર કે ફ્લેટ નંબર, ફ્લેટમાં રહેતા હોઈએ તો કેટલામાં માળ પર ફ્લેટ આવેલ છે, સોસાઇટીનું નામ, શેરી નંબર, આપણું ઘર આવેલ હોય એ વિસ્તાર વિગેરે બાળકને યાદ કરાવતા રહેવુ. ઉમરના આ તબક્કે બાળક શબ્દો લખતા શીખી ગયુ હોય છે, કે શીખતુ હોય છે. તો બાળકને ઘરનું એડ્રેસ લખાવીને પણ યાદ રખાવવુ. આપણા ઘર પર નામની તકતી લખેલ હોય છે, એ નામ પણ બાળકને વાંચતા શીખવીએ, તો એ બાળકની સમજણ માટે ઘણું સારુ.

હવે મુખ્ય વાત આવે છે, અને એ છે બાળકને ખરેખર ઘરે પહોચવા માટે ક્યા ક્યા વિસ્તારમાંથી પસાર થવાનું છે એની. એક ઉદાહરણ આપીને સમજાવુ. રાજકોટમાં જાગનાથ વિસ્તારમાં આવેલ ઘરે જવુ હોય અને બાળક રેસકોર્સ છે, તો કયો કયો વિસ્તાર પસાર કરવાનો હોય? રાજકોટમાં રહેતા લોકો જાણતા જ હોય કે આ માટે રેસકોર્સથી જીલ્લા પંચાયત ચોક થઈને, યાજ્ઞિક રોડ પરથી પસાર થઈને જાગનાથ મહાદેવના મંદિર તરફથી જવાનુ હોય છે. રાજકોટમાં જાગનાથ, વળી, જુનુ અને નવુ જાગનાથ એમ બે વિસ્તાર છે. આમ બાળકને ધીમે ધીમે આપણુ ઘર આવેલ છે એ વિસ્તાર વિષે માહિતગાર કરાવીએ. ઘરના સરનામાંથી બાળક વ્યવસ્થિત અવગત થઇ જાય એટલે માતા પિતાની કે ઘરના સભ્યોની કમ કરવાની જગ્યાના વિસ્તારથી બાળકને પરિચિત કરાવો, એની પોતાની સ્કુલના વિસ્તારથી એનો પરિચય કરાવો. ક્યારેક ક્યાંક બહાર ગયા હોઈએ અને રીક્ષામાં પાછા આવીએ છીએ, તો બાળકને જ કહો કે ઘણું સરનામુ સમજાવે, જેથી કરીને ઘરે પહોંચી શકાય. આમ ધીમે ધીમે બાળક શહેરના વિવિધ રસ્તાઓથી પરિચિત થવા લાગશે.

રસ્તાઓના પરિચયમાં પહેલા રેગ્યુલર એક જ રસ્તાથી બાળકને પરિચિત કરાવવુ, જેથી કરીને બહારથી ઘરે કે ઘરેથી કોઈ ચોક્કસ જગ્યાએ જવાનો રસ્તો બાળક ભૂલી ન જાય. રજાના દિવસે બાળકને એની સાયકલમાં લઈને થોડા નજીકના વિસ્તારથી ઘરે પહોંચવા પ્રોત્સાહિત કરીએ. આ સમય દરમિયાન આપણે તો બાળકની સાથે જ રહેવુ.  આ રસ્તાઓથી બાળક સંપૂર્ણ માહિતગાર થાય એટલે એક જ જગ્યાએ જવાના અલગ અલગ રસ્તાઓ પણ હોય એ બાળકને સમજાવવુ. બાળક જેટલુ રસ્તાઓને જાણશે એટલુ જ એનો બહાર જવા માટેનો, પોતાનો આત્મવિશ્વાસ વધશે. અને એનાથી પણ વધુ, ઘરે પાછા આવતા આવડે છે એ વાત ક્યારેય એને એકલા ક્યાંય મુંઝવણ નહીં થવા દે.

ડૉ. ચારૂતા ગણાત્રા ઠકરાર

એમ.ડી.(હોમીયોપેથી)

કન્સલ્ટીંગ હોમીયોપેથ, રાજકોટ.

You Might Also Like

 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ

રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ

 હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબામાં લાગ્યા બંધના બોર્ડ, રાજયમાં સર્જાય અરાજકતા

ટ્રમ્પનું હથિયાર બુઠ્ઠુ થયું છતાં ભારતને તો બેવડો માર પડશે ?

વસ્તી ગણતરીમાં વિક્ષેપ કરનારને ત્રણ વર્ષની સજા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત
રાજકોટ

તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત

Editor By Editor 2 days ago
સામાજીક અગ્રણી કરણાભાઇ માલધારીના જન્મદિવસની સેવાકાર્યથી કરાઇ ઉજવણી
ધોરાજીમાં નબળા રોડની કામગીરીની પોલ છતી થઈ જતા તંત્રની સૂચનાથી ફરી રોડ ખોદવામાં આવ્યો…
 મુંદ્રા અને મુંબઇના પોર્ટ પર ફૂટ, શાકભાજી ભરેલા કન્ટેનર્સ અટવાયા
રેલનગરમાં PCB એ ભંગારના ડેલા અને ઓટો રિક્ષામાંથી 16.93 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?