By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ

Editor
Last updated: 2026/03/13 at 3:52 PM
10 hours ago
Share
રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ
SHARE

રૈયાધારમાં બનાવટી ચલણી નોટો છાપવાના કારખાનાનો પર્દાફાશ

SOG એ દરોડો પાડી ઓરડીમાંથી રૂ.100 અને 200ની નકલી નોટો બનાવતા શખ્સને ઝડપી લીધો

યુટ્યુબના વીડિયો જોઈ શીખી નકલી નોટ છાપવાની કળા : 38 નોટ, પ્રિન્ટર અને સાધન સામગ્રીઓ કબજે કરી ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં બનાવટી ચલણી નોટો છાપવાના એક નાનકડા પરંતુ ચોંકાવનારા કૌભાંડનો પર્દાફાશ થયો છે. શહેરના રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં એક ઓરડીમાં બેસીને પ્રિન્ટર મારફતે રૂ.100 અને રૂ.200ની નકલી નોટો છાપવાનું કામ શરૂ કરનાર કુખ્યાત શખ્સને પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) ટીમે ઝડપી પાડી સમગ્ર કારસ્તાન બહાર લાવ્યું છે. આરોપી પાસેમાંથી કુલ 38 બનાવટી નોટો, પ્રિન્ટર-કમ-સ્કેનર અને અન્ય સાધનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આર્થિક સંકટમાં ફસાયેલા આરોપીએ યુટ્યુબ પર વિડિઓ જોઈ નકલી નોટ બનાવવાની રીત શીખી હતી અને પછી તે કામ શરૂ કર્યું હતું.
મળતી માહિતી મુજબ એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાની માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ટીમના એએસઆઈ રાજેશભાઈ બાળા અને હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે રૈયાધારના મફતીયાપરા વિસ્તારમાં ગૌશાળાની બાજુમાં આવેલી કાચી-પાકી ઓરડીમાં રહેતો નૈતિક મહેન્દ્રભાઈ અગ્રાવત નામનો શખ્સ ભારતીય ચલણી નોટોની નકલ છાપી રહ્યો છે. બાતમી વિશ્વસનીય હોવાનું જણાતા પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સરકારી પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડવાનો નિર્ણય લીધો હતો.
પોલીસ ટીમ રૈયાધાર મફતીયાપરા વિસ્તારમાં શીતલ પાર્ક નજીક આવેલી ગૌશાળાની બાજુમાં આવેલી ઓરડી પર પહોંચી હતી. ત્યાં હાજર એક શખ્સને અટકાવી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ નૈતિક મહેન્દ્ર અગ્રાવત (ઉંમર 29 વર્ષ, વ્યવસાય ડ્રાઈવિંગ) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ ટીમે ઓરડીની અંદર તપાસ કરતાં ખાટલા ઉપર પ્રિન્ટર-કમ-સ્કેનર મશીન જોવા મળ્યું હતું. તેની આસપાસ ફૂટપટ્ટી, કટર, પેન્સીલ, સંચો તેમજ અ4 સાઇઝના કોરા કાગળના પેકેટ સહિતના સાધનો પડેલા હતા.
તપાસ દરમિયાન ત્યાંથી ભારતીય ચલણની રૂ.100ની ડબલ સાઈડ પ્રિન્ટ કરેલી 15 નોટો મળી આવી હતી. આ નોટો ગણી જોતા તમામ નોટોના સીરિયલ નંબર ‘663598’ સરખા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા પૂછપરછ કરતા આરોપીએ સ્વીકાર્યું હતું કે આ નોટો તેણે જ પ્રિન્ટર મારફતે બનાવટી રીતે છાપી હતી. ઉપરાંત પોલીસને અ4 સાઇઝના 34 કાગળ એવા મળ્યા હતા જેમાં રૂ.100ની નોટનો એક સાઈડ પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. આ તમામ કાગળોમાં પણ એકસરખો સીરિયલ નંબર જોવા મળ્યો હતો. એક કાગળમાં તો ડબલ સાઈડ પ્રિન્ટ કરેલી નોટ પણ મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી કુલ 38 બનાવટી નોટો તથા પ્રિન્ટર-કમ-સ્કેનર, ફૂટપટ્ટી, કટર, પેન્સીલ, સંચો અને કોરા કાગળો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીને સ્થળ પરથી જ ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીમાં જીવતો હતો. દેવાનો બોજ વધતા તેણે ઝડપી પૈસા કમાવવાનો રસ્તો શોધવા માટે ઇન્ટરનેટ અને યુટ્યુબ પર વિવિધ વિડિઓ શોધ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીએ અઠવાડિયા પહેલાં યુટ્યુબ પર બનાવટી ચલણી નોટો કેવી રીતે બનાવવી તે અંગેના વિડિઓ જોયા હતા. તેમાંથી પ્રેરાઈ તેણે પ્રિન્ટર દ્વારા નોટ છાપવાનો પ્રયોગ કર્યો હતો. ત્રણેક દિવસ પહેલા તેણે પ્રથમ બે નોટ છાપી હતી અને પછી તે નોટો બજારમાં ચલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ પ્રયોગ સફળ થતાં તેણે વધુ નોટો છાપવાનું શરૂ કર્યું હતું.
આરોપી દ્વારા બનાવેલી નોટો હજી મોટા પ્રમાણમાં બજારમાં ફરતી થાય તે પહેલાં જ એસઓજી ટીમે દરોડો પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી દીધો હતો. પોલીસે સમયસર કાર્યવાહી કરતાં નકલી નોટો બજારમાં પહોંચે તે પહેલાં જ તેને કબ્જે કરી લીધી હતી. જો આ નોટો બજારમાં પ્રસરી હોત તો વેપારીઓ અને સામાન્ય લોકો માટે મુશ્કેલી ઉભી થઈ શકતી હતી.
આ કેસમાં વધુ તપાસ માટે મામલો ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે. ગોહિલ અને તેમની ટીમ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે. આરોપી આ નકલી નોટો કોને આપવાનો હતો, તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં અને તે અત્યાર સુધીમાં કેટલા લોકો સુધી આવી નોટો પહોંચાડી ચૂક્યો છે તેની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
પોલીસ તપાસમાં એક મહત્વની વાત એ પણ સામે આવી છે કે પકડાયેલ આરોપી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેના વિરુદ્ધ અગાઉ પણ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ રેકોર્ડ મુજબ તેના સામે અપહરણ અને દુષ્કર્મ જેવી ગંભીર કલમો હેઠળના ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે પોલીસ હવે તેની ભૂતકાળની પ્રવૃત્તિઓ તેમજ તેના સંપર્કોમાં રહેલા અન્ય લોકો અંગે પણ માહિતી એકત્રિત કરી રહી છે.
શહેરમાં નકલી ચલણી નોટોના કૌભાંડને લઈને પોલીસ વધુ સતર્ક બની છે. આ ઘટના પછી પોલીસે લોકોને પણ સાવચેત રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને વેપારીઓને મોટી રકમની નોટ લેતી વખતે તેની સાચી ઓળખ કરવાની સલાહ આપવામાં આવી છે. કારણ કે અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકલી નોટો બનાવવાનો પ્રયાસ થતો રહે છે.
હાલ પોલીસ આરોપીને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે. તપાસ દરમિયાન આ બનાવ પાછળ કોઈ મોટું ગેંગ અથવા નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવશે. જો આરોપી અન્ય કોઈ લોકો સાથે મળીને આ પ્રવૃત્તિ ચલાવતો હોય તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ રીતે એસઓજીની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી રાજકોટ શહેરમાં ઉભું થતું એક નકલી ચલણી નોટોના કૌભાંડનો સમયસર પર્દાફાશ થયો છે અને મોટી આર્થિક ઠગાઈ થતી અટકાવવામાં પોલીસને સફળતા મળી છે.

You Might Also Like

 મેઘાણીભાઇમાં ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ છે : મોરારિબાપુ

 હોટેલો, રેસ્ટોરન્ટ, ઢાબામાં લાગ્યા બંધના બોર્ડ, રાજયમાં સર્જાય અરાજકતા

બાળકોને આપણા ઘરનો રસ્તો શોધતા શીખવીએ

ટ્રમ્પનું હથિયાર બુઠ્ઠુ થયું છતાં ભારતને તો બેવડો માર પડશે ?

વસ્તી ગણતરીમાં વિક્ષેપ કરનારને ત્રણ વર્ષની સજા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો
મોરબી

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

Editor By Editor 9 hours ago
ટંકારા પાસે આઈસર ટ્રકે ઉભેલા છકડા રિક્ષાને હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત
ધોરાજીમાં નબળા રોડની કામગીરીની પોલ છતી થઈ જતા તંત્રની સૂચનાથી ફરી રોડ ખોદવામાં આવ્યો…
બાળકોને આપણા ઘરનો રસ્તો શોધતા શીખવીએ
તાપી અને પાંથાવાડા નજીક અકસ્માતમાં બોર્ડની પરીક્ષા આપતા પાંચ વિદ્યાર્થીના મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?