By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    7 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor
Last updated: 2026/03/20 at 4:37 PM
2 months ago
Share
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
SHARE

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

સર્વે નં. 38ની કિંમતી જમીન પર ગેરકાયદેસર બાંધકામ, નોટિસ છતાં દબાણ ન હટાવતા મામલતદાર ફરીયાદી બન્યા; પોલીસે તપાસ તેજ કરી

અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર ગામમાં સરકારી ખરાબાની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરીને ઓઇલ મિલ શરૂ કરનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સરકારી જમીન પર બાંધકામ કરીને વાણિજય પ્રવૃત્તિ શરૂ કરી દેવા છતાં આરોપીએ તંત્રની નોટિસોને અવગણતા અંતે મામલતદાર પોતે ફરીયાદી બનતાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વિરનગર ગામના સર્વે નંબર 38 હેઠળ આવતી સરકારી ખરાબાની આશરે 0-02-10 ચોરસ મીટર જેટલી જમીન, જે આટકોટ-રાજકોટ રોડ કાંઠે આવેલ છે, તે પર હરેશ પ્રેમજી રાદડિયા નામના વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો હતો. આરોપીએ અહીં “મહાદેવ મીની ઓઇલ મિલ” નામે બાંધકામ ઊભું કરી દીધું હતું અને પરવાનગી વિના વેપાર પણ શરૂ કરી દીધો હતો.
આ ગેરરીતિ અંગે તત્કાલીન જસદણ સર્કલ ઓફિસરે વિગતવાર તપાસ કરીને મામલતદારને અહેવાલ પાઠવ્યો હતો. ત્યારબાદ જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ આરોપી સામે દબાણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મામલતદાર દ્વારા આરોપીને નોટિસ પાઠવીને રૂબરૂ હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. સુનાવણી દરમિયાન આરોપીએ ગેરકાયદેસર કબ્જો કર્યાની બાબત સ્વીકારી હોવાના પણ અહેવાલ છે.
મામલતદારે આ મામલે આરોપીને દંડ ફટકાર્યો હતો અને દબાણ કરેલી જમીન પોતાનાં ખર્ચે ખાલી કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી. જોકે, આરોપીએ ન તો દંડ ભર્યો અને ન તો જમીન પરથી કબ્જો દૂર કર્યો. આ કારણે તંત્રે વધુ કડક પગલાં લેવાની ફરજ પડી હતી.
આગળ ચાલી તા. 5 એપ્રિલ 2025ના રોજ આરોપીને ફરીથી નોટિસ પાઠવવામાં આવી હતી, જેમાં પાંચ દિવસની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની ચેતવણી આપવામાં આવી હતી. છતાંય આરોપીએ આ નોટિસનો પણ અનાદર કર્યો હતો. પરિણામે મામલતદારે તા. 9 ફેબ્રુઆરી 2026ના રોજ સુઓમોટો કાર્યવાહી શરૂ કરી અને ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ કેસ દાખલ કરવા માટે રાજકોટ કલેકટર સમક્ષ દરખાસ્ત મોકલી હતી.
કલેકટરના આદેશ બાદ અંતે આરોપી હરેશ રાદડિયા સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર જમીનની કિંમત આશરે રૂ. 2.83 લાખ જેટલી હોવાનું પ્રાથમિક અંદાજ છે.
મામલતદાર એમ.કે. બલિયાએ નોંધાવેલી ફરીયાદના આધારે જસદણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસ એએસપી ડો. નવીન ચક્રવર્તીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. પોલીસ દ્વારા આરોપી સામે વધુ પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે તેમજ ગેરકાયદેસર બાંધકામ અંગે વિગતવાર તપાસ ચાલી રહી છે.
સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને લોકોમાં ચર્ચા જાગી છે કે સરકારી જમીન પર આ રીતે ગેરકાયદેસર કબ્જો કરીને ખુલ્લેઆમ વ્યવસાય ચલાવવામાં આવે અને તંત્રની નોટિસોને અવગણવામાં આવે, તે ગંભીર બાબત છે. લોકોમાં એવી માંગ ઉઠી રહી છે કે આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવાની હિંમત ન કરે.
આ ઘટનાએ ફરી એકવાર જમીન પચાવી પાડવાના કિસ્સાઓ સામે તંત્રની સજાગતા અને કડક વલણની જરૂરિયાત દર્શાવી છે. હવે તપાસ પૂર્ણ થયા બાદ આરોપી સામે કાનૂની કાર્યવાહી વધુ ગતિ પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

You Might Also Like

 ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું

નવનાત વણિક સમાજ દ્વારા તા.૧૬મીથી રાજકોટમાં NNVS કલબનો પ્રારંભ કરાશે

 રવિવારે હિન્દુ-મુસ્લિમ સમાજના સમુહ નિકાહ-લગ્ન

12 મે થી કાયમી ધોરણે દોડશે સુરેન્દ્રનગર–ધ્રાંગધ્રા વન-વે ડેમુ ટ્રેન

હાઇકોર્ટના આદેશથી રાજ્યની અદાલતોમાં 343 જજોની ટ્રાન્સફર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોર્ડ નં.૧૫ અને ૧૮માં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન
રાજકોટ

વોર્ડ નં.૧૫ અને ૧૮માં ખડકાયેલા ગેરકાયદે બાંધકામોનું ડિમોલીશન

Editor By Editor 16 hours ago
 વડાપ્રધાન રવિવાર-સોમવારે સૌરાષ્ટ્રમાં
ચાર માસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાન કારખાનેદારનું કરૂણ મોત
આજી-ન્યારી છલોછલ હોવાના દાવા વચ્ચે છેવાડાના વિસ્તારોના લોકો ટેન્કર પર નિર્ભર
ડાંગમાં પક્ષીઓના મોતથી બર્ડ ફ્લૂનો ખતરો, મહારાષ્ટ્ર સરહદે મરઘા પરિવહન પર રોક અને કડક ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?