ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
અનેકવિધ સાધુભગવંતોની પાવન નિશ્રા, હજારો શ્રાવક શ્રાવિકાઓની હાજરી વચ્ચે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાં સથવારે અતિ ભવ્ય અને દિવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીયાર દેરાસર ખાતે પૂ.આચાર્ય ભગવંત પ્રસ્સ્નચંદ્રસાગરજી મહારાજ સાહેબનાં મુખેથી માંગલીક ફરમાવવામાં આવ્યું હતું. સાથે પૂ.યશોવિજયજી મ.સા., પૂ.મનકચંદ્ર મ.સા., પૂ.પ્રિયચંદ્ર મ.સા. અને પૂ.રામચંદ્ર મ.સા. વિગેરે આ ધર્મયાત્રામાં જોડાઈને શ્રાવકોને આશિર્વચન પાઠવ્યા હતા. ધર્મયાત્રાનાં અધ્યક્ષ તરીકે જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણીએ સ્થાન શોભાવ્યું હતું. આ તકે ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, જીતુભાઈ દેસાઈ, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. ત્યાંથી પ્રસ્થાન થયા બાદ આ ભવ્ય ધર્મયાત્રા કે જેમાં ભગવાન મહાવીર શુઘ્ધ ચાંદીનાં રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. જેમના દર્શનનો લાભ સમગ્ર રૂટમાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનો લીધો હતો. અને આ ચાંદીનાં રથને પૂજાની જોડમાં સજ્જ આવા ભયંકર તડકામાં ઉઘાડા પગે ચાલીને ભગવાનનાં નંદી બનીને યુવાનો રથને ખેચતા ખૂબ જ અનુમોદના કરવી ઘટે તેવું કપરું કાર્ય કરતા પ્રહલાદ પ્લોટ યુવક મંડળનાં સભ્યોની ખૂબ ખૂબ અનુમોદના કરી હતી.
સમગ્ર રૂટમાં ઠેર ઠેર સમાજનાં વિવિધ જ્ઞાતિનાં એટલે કે અઢારેય આલમનાં પ્રતિનીધીઓ ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણાં કર્યા હતા. પ્રભુજીનાં રથની આગળ લાલ બાંધણીની સાડીની વેશભુષામાં સજ્જ કળશધારી બહેનો ભગવાનનાં સામૈયા કર્યા હતા. અનેકવિધ સંદેશાઓ અને જીવંત પાત્રો સાથેનાં ઉપદેશ આપતા ફલોટ જેની સંખ્યા 24 તીર્થંકરો પ્રમાણે 24 ફલોટ હતી. તેવા દર્શનિય ફલોટ આ ધર્મયાત્રામાં જોડાયા હતા. ધર્મયાત્રાનાં પ્રારંભે ધર્મધ્વજ સાથે યુવાનો અને ત્યારબાદ બાઈકમાં સાફામાં સજ્જ યુવાનો આ યાત્રાને શોભાવતા હતા. આ ઉપરાંત સુશોભીત બાઈક, સ્કુટર, સાઈકલ, સ્કેટીંગ કરતી બાળા સહીતનાં હોંશભેર જોડાયા હતા.
મણિઆર-દેરાસર, ચૌધરી હાઇસ્કૂલ, મણિયાર દેરાસરજીથી પ્રારંભ, સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ, શ્રીમદ રાજચંદ્ર મંદિર, ફૂલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી, લીમડા ચોક, દિગંબર મંદિર, ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભૂપેન્દ્ર રોડ, મુળવંતભાઇ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા.ચોક, વિરાણી પૌષધશાળા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું.


