સંકટ કટે મિટે સબ પિડા, સંકટ તે હનુમાન છુડાવે
એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
આજે મારૂતિનંદન હનુમાનજી મહારાજના પ્રાગટય પર્વની રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ઠેર ઠેર આવેલા હનુમાનજીના સુપ્રસિધ્ધ મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરેક સ્થાને પ્રસાદ વિતરણની વ્યવસ્થા રાઇ છે. હનુમાન જયંતી નિમિતે મહાઆરતી, મારૂતિ યજ્ઞ, રાજોપચાર પૂજન, સામાજીક તેમજ ધાર્મિક આયોજનો થયા છે. સમગ્ર સૌરાષ્ટ્ર હનુમાનજીના દિવ્ય નાદથી ગુંજી ઉઠયું છે.
રાજકોટમાં બાલાજી હનુમાનજી મંદિર, સાત હનુમાનજી (કુવાડવા રોડ) મંદિર, સંકલ્પ સિધ્ધ હનુમાનજી મંદિર, સુતા હનુમાન સહિતના જાણીતા હનુમાનજીના મંદિરોમાં સવારથી જ ભકતોની ભીડ જોવા મળી રહી છે. દરેક સ્થાને વિવિધ ધાર્મિક તથા સામાજીક આયોજનો થયા છે. રાજકોટ હનુમાન ભકિતમાં લીન બન્યું છે.


