By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    6 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    7 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    1 week ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: APK ફાઈલ બનાવતી ગેંગના અભણ ભેજાબાજો ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

APK ફાઈલ બનાવતી ગેંગના અભણ ભેજાબાજો ઝડપાયા

Editor
Last updated: 2026/06/26 at 12:55 PM
2 hours ago
Share
APK ફાઈલ બનાવતી ગેંગના અભણ ભેજાબાજો ઝડપાયા
SHARE

APK ફાઈલ બનાવતી ગેંગના અભણ ભેજાબાજો ઝડપાયા

ધો.૫ અને ૧૦ સુધી અભ્યાસ કરેલા શખ્સોએ યુ-ટ્યુબ અને ટેલિગ્રામના માઘ્યમથી ડેટા હેકીંગ કરતી ફાઈલો બનાવી: દેશભરના કોલ સેન્ટરમાં ફાઈલો વેચી મહિને રૂ.૫૦ લાખ કમાતા

અગ્ર ગુજરાત, અમદાવાદ

સામાન્ય નાગરિકોના મોબાઇલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી મિનિટોમાં લાખો રૂપિયા સેરવી લેતી વિઘાતક એપીકે (APK) ફાઇલ બનાવનાર અને તેનું દેશવ્યાપી નેટવર્ક ચલાવનાર આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાલુ ટ્રેને ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર સહિત કૂલ 3 આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ માત્ર ધોરણ 5 થી 10 સુધી ભણેલા હોવા છતાં યુટ્યુબ અને ટેલિગ્રામના માધ્યમથી ડેટા હેકિંગ માટેની નકલી એપીકે ફાઇલો બનાવતા શીખ્યા હતા. તેઓ ટેલિગ્રામ પર વિશેષ બોટ તૈયાર કરીને સાયબર ફ્રોડ કરનારી ગેંગ અને કોલ સેન્ટરોને આ એપ્લિકેશનો વેચતા હતા. આ કાળા કારોબાર થકી આરોપીઓ દર મહિને 40થી 50 લાખ રૂપિયાની કમાણી કરતા હોવાનો સ્ફોટક ખુલાસો થયો છે. આરોપીનો ડેમો વીડિયો પણ સામે આવ્યો છે.

ગુનાની વિગત એવી છે કે, અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા એક નાગરિકને થોડા સમય પહેલા તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી સાબરમતી ગેસ લિમિટેડનું બિલ ભરવાની નોટિસ સાથે એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી. ભોગ બનનારે આ અજાણી ફાઇલ ડાઉનલોડ કરીને જેવી તેમાં પોતાની અંગત વિગતો ભરી કે તુરંત જ તેમનો આખો મોબાઇલ ફોન રિમોટ એક્સેસ દ્વારા હેક થઈ ગયો હતો. સાયબર ઠગોએ તેના આધારે ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી કૂલ 6.68 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ મથકમાં ગુનો દાખલ થતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે તપાસ શરૂ કરી હતી, જેની કડીઓ છેક ઝારખંડની રીઢા સાયબર ગુનેગારોની ગેંગ સુધી લંબાઈ હતી.

સાયબર ક્રાઇમની ઊંડાણપૂર્વકની તપાસમાં જાણવા મળ્યું કે, આ ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ પૂર્ણાનંદ તિવારી એપીકે ફાઇલો તેના સાગરીત વિકાસ દાસને મોકલી આપતો હતો. વિકાસ દાસ આ બોટ સોશિયલ મીડિયા પર સક્રિય સાયબર ઠગો અને ગેરકાયદે કોલ સેન્ટર ચલાવનારાઓને મોકલતો હતો. આ બોટની અંદર આરટીઓ ચલણ, ગેસ બિલ અપડેટ, કસ્ટમર સપોર્ટ અને દેશની વિવિધ પ્રતિષ્ઠિત બેંકોની નકલી સર્વિસ પ્રોવાઇડર એપ્લિકેશન જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતા. ફ્રોડ કરનારા તત્વો પોતાની જરૂરિયાત મુજબ 12થી 14 હજાર રૂપિયા ચૂકવીને 1 મહિનાની વેલિડિટી વાળી એપીકે ફાઇલ ખરીદતા હતા. આરોપીઓએ 2025થી અત્યાર સુધીમાં 300થી 400 જેટલી નકલી એપ્લિકેશનો વેચી હોવાનું ખુલ્યું છે.

નાણાકીય ટ્રાન્ઝેક્શન માટે આરોપીઓ અત્યંત ચાલાકીપૂર્વક SBIની YONO કેશ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. એપીકે ખરીદનાર સાયબર ઠગો યોનો કેશનો પીન અને OTP વિકાસ દાસને મોકલતા હતા, જે કાર્ડ વગર જ સીધો ATMમાં જઈને રોકડા રૂપિયા ઉપાડી લેતો હતો. વિકાસ આ કામ પેટે 3000 રૂપિયા કમિશન રાખી બાકીની રકમ પૂર્ણાનંદ સુધી પહોંચાડતો હતો, જ્યારે ત્રીજો આરોપી સીતારામ મંડલ ક્રેડિટ કાર્ડનો ડેટા ચોરીને ડાર્ક વેબ મારફતે ફ્રોડના નાણાં વહેંચવાનું કામ કરતો હતો. પકડાયેલી આ ટોળકી વિરૂદ્ધ એકલા અમદાવાદ શહેરમાં જ કૂલ 12 જેટલી સાયબર અરજીઓ અને 5 સત્તાવાર એફઆઈઆર નોંધાયેલી છે, જે અંતર્ગત આખા દેશમાં તેમની સામે થયેલા ગુનાઓનો આંકડો મોટો હોવાની આશંકા છે.

You Might Also Like

દ્વારકા-અમદાવાદ વંદે ભારતના સમય-રૂટમાં ફેરફાર

ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો લો-કાર્બન સિમેન્ટ પ્લાન્ટ

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, બે પ્લેન સામ-સામે આવી ગયા

 બ્લડ બેંકો, પ્લાઝમાં કલેકશન સેન્ટરો અને લેબોરેટરીઓ પર ગાળીયો કસાશે

ભ્રષ્ટાચારના પિલ્લર નબળા થયા: કરોડોના ખર્ચ નિર્માણાધીન વધુ એક બ્રિજ તોડી પડાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.૨૭-૨૮ ફરી ગુજરાત પ્રવાસે
ગાંધીનગર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.૨૭-૨૮ ફરી ગુજરાત પ્રવાસે

Editor By Editor 23 hours ago
લાભાર્થીઓ કોઇપણ સસ્તા અનાજની દુકાનમાંથી રાશનીંગ ખરીદી શકશે
પાસપોર્ટ નાગરિકતા સાબિત કરવાનો પૂરાવો નથી : સરકારની સ્પષ્ટતા
ક્રેડિટ કાર્ડ ફ્રોડમાં હવે નહીં ડૂબે ગ્રાહકના રૂપિયા
શહેર ભાજપ દ્વારા બલિદાન દિવસ અંતર્ગત ડો.શ્યામાપ્રસાદ મુખરજીની પ્રતિમાએ પુષ્પાંજલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?