By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

Editor
Last updated: 2026/06/03 at 5:12 PM
1 day ago
Share
ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો
SHARE

મધ્ય પૂર્વના તણાવે બજારોમાં ભૂકંપ

ક્રૂડ સળગ્યું, બજાર ડગમગ્યું: રોકાણકારોને એક જ દિવસે મોટો ફટકો

અમેરિકા-ઇરાન વચ્ચે ફરી હુમલાના અહેવાલોથી વૈશ્વિક ગભરાટ; સેન્સેક્સ 788 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો 47 પૈસા લથડ્યો

વિદેશી વેચવાલી અને ભૂરાજકીય તણાવની ડબલ અસર; સોનું-ચાંદી નરમ, બ્રેન્ટ ક્રૂડ 97 ડોલરને પાર

અગ્ર ગુજરાત,નવી દિલ્હી

મધ્ય પૂર્વમાં ફરી વધેલા ભૂરાજકીય તણાવની સીધી અસર વૈશ્વિક તેમજ ભારતીય નાણાંબજારો પર જોવા મળી હતી. અમેરિકા અને ઇરાન વચ્ચે સીઝફાયર હોવા છતાં છૂટક હુમલાઓ અને તણાવપૂર્ણ સ્થિતિના અહેવાલો સામે આવતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. પરિણામે શેરબજાર, કરન્સી બજાર અને કિંમતી ધાતુઓમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી, જ્યારે ક્રૂડતેલના ભાવમાં તેજીનો આગડો દોડ ચાલુ રહ્યો હતો. ભારતીય શેરબજારમાં આજે શરૂઆતથી જ નબળું વલણ જોવા મળ્યું હતું. વૈશ્વિક સંકેતો નકારાત્મક રહેતા અને વિદેશી રોકાણકારોની વેચવાલીના દબાણ વચ્ચે મોટા ભાગના સેક્ટરમાં વેચવાલીનું મોજું ફરી વળ્યું હતું. બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ અને ફાઇનાન્સિયલ શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. લાર્જકેપ સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોકાણકારોએ નફાવસૂલાત અને જોખમ ઘટાડવા વેચવાલી કરી હતી.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 788 પોઇન્ટના કડાકા સાથે 73,861ના સ્તરે બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન તે 74,507ની ઊંચી સપાટી અને 73,719ની નીચી સપાટી સુધી પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 217 પોઇન્ટ ઘટીને 23,266 પર બંધ રહ્યો હતો. બજારના ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન નોંધાયું હોવાનું માનવામાં આવે છે.
કરન્સી બજારમાં પણ દબાણ જોવા મળ્યું હતું. સુરક્ષિત રોકાણ તરીકે ડોલરની માંગ વધતા ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો. ડોલર સામે રૂપિયો 47 પૈસા તૂટીને 95.74ના સ્તરે પહોંચી ગયો હતો. આયાતકારોની વધેલી માંગ અને વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીથી રૂપિયામાં વધુ દબાણ અનુભવાયું હતું.
કિંમતી ધાતુઓમાં પણ આજે મંદીનું મોજું રહ્યું હતું. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાતા સ્થાનિક વાયદા બજારમાં પણ સોનામાં નરમાઈ જોવા મળી હતી. ભારતીય વાયદા બજારમાં સોનાનો ભાવ 900 રૂપિયા ઘટીને 1,54,624 રૂપિયા પર પહોંચ્યો હતો. ચાંદીમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને તેનો વાયદો 1,150 રૂપિયા તૂટીને 2,65,555 રૂપિયા રહ્યો હતો.
બીજી તરફ ક્રૂડતેલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં પુરવઠા અંગેની અનિશ્ચિતતા અને સંભવિત વિક્ષેપની ભીતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ડબલ્યુટીઆઇ ક્રૂડનો ભાવ 94.99 ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ 97.16 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો હતો. ઊંચા ક્રૂડ ભાવો આગામી દિવસોમાં મોંઘવારી અને આયાત ખર્ચ પર વધારાનો બોજ ઊભો કરી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શેરબજારનો હાલ

* સેન્સેક્સ : 788 પોઇન્ટનો ઘટાડો
* બંધ સ્તર : 73,861
* દિવસની ઊંચી સપાટી : 74,507
* દિવસની નીચી સપાટી : 73,719
* નિફ્ટી : 217 પોઇન્ટ ઘટીને 23,266

રૂપિયામાં ધોવાણ

* ડોલર સામે રૂપિયો 47 પૈસા તૂટ્યો
* રૂપિયો 95.74ના સ્તરે પહોંચ્યો
* ડોલરની માંગ વધતા દબાણ
* વિદેશી રોકાણકારોની વેચવાલીની અસર

સોના-ચાંદીમાં મંદી

* સોનું વાયદો ₹900 ઘટ્યું
* ભાવ : ₹1,54,624
* ચાંદી વાયદો ₹1,150 તૂટ્યો
* ભાવ : ₹2,65,555
* વૈશ્વિક બજારમાં પણ નરમાઈ

ક્રૂડતેલમાં આગ

* બ્રેન્ટ ક્રૂડ : 97.16 ડોલર પ્રતિ બેરલ
* WTI ક્રૂડ : 94.99 ડોલર પ્રતિ બેરલ
* મધ્ય પૂર્વના તણાવથી તેજી
* મોંઘવારી વધવાની ચિંતા ફરી ગાઢ બની

મોંઘવારી ભડકે બળશે ; પેટ્રોલ-ડીઝલ હજુ 3 રૂપિયા મોંઘા થવાની આશંકા ; ક્રિસિલનો ચેતવણીભર્યો રિપોર્ટ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના સતત ઊંચા ભાવોના કારણે દેશના લોકોને આગામી દિવસોમાં મોંઘવારીનો વધુ એક કડવો ડોઝ ભોગવવો પડી શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ આશરે 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે પરિવહન ખર્ચ વધશે અને તેની સીધી અસર રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવ પર પડશે.
અહેવાલ મુજબ 15 મે બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 7.5 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે. જો ક્રૂડ ઓઈલના ભાવ હાલના ઊંચા સ્તરે જળવાઈ રહેશે તો કુલ વધારો 10 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે. ઇંધણના વધતા ભાવો મોંઘવારીને વધુ વેગ આપશે અને છૂટક મોંઘવારીમાં 0.48 ટકા સુધીનો વધારો નોંધાઈ શકે છે. ક્રિસિલના જણાવ્યા અનુસાર માર્ગ પરિવહન ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થશે, કારણ કે તેના કુલ ખર્ચમાં ઇંધણનો હિસ્સો આશરે 42 ટકા છે. દેશમાં લગભગ 71 ટકા માલસામાનની હેરફેર રોડ માર્ગે થતી હોવાથી પરિવહન ખર્ચમાં વધારો થતાં દૂધ, ફળ, કઠોળ, ચા-કોફી, મસાલા, માછલી સહિતના ખાદ્યપદાર્થો મોંઘા બની શકે છે. ઉપરાંત કાપડ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, સિમેન્ટ, સિરામિક્સ અને લાકડાના ઉત્પાદનોના ક્ષેત્રોમાં પણ ખર્ચ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત 112 ડોલર પ્રતિ બેરલ રહી છે, જે વાર્ષિક અંદાજ કરતાં ઘણી વધુ છે. હાલ મોંઘવારી આરબીઆઈના 4 ટકાના લક્ષ્યાંકથી નીચે હોવા છતાં આગામી મહિનાઓમાં તેમાં વધારો થવાની સંભાવના છે. રિઝર્વ બેંક ઊર્જા ખર્ચ, ચોમાસું અને અલ નીનો જેવી હવામાન પરિસ્થિતિઓ પર નજીકથી નજર રાખી રહી છે.

 

You Might Also Like

12 વર્ષ… 4383 દિવસ… અને એક જ નામ : મોદી હી મોદી

ફયુઅલ શોકથી ફેમિલી બજેટ પર વોર ; નાણામંત્રીની ચિંતા

દીવની વિદ્યાર્થીનીની જાપાનમાં સાયન્સ પ્રોગ્રામમાં પસંદગી

પેટ્રોલ-ડિઝલ બાદ હવે દવાઓ પર મોંઘવારીનો પ્રહાર

મધ્ય પૂર્વનું સંકટ હવે સીધું ખિસ્સા પર પ્રહાર કરશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડાયાબિટીસ અને વિટામીન D, હૃદયરોગના હુમલાની દવામાં રાહત આપતા નવા દર
ગુજરાત

ડાયાબિટીસ અને વિટામીન D, હૃદયરોગના હુમલાની દવામાં રાહત આપતા નવા દર

Editor By Editor 3 days ago
રાજુલામાં બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ભવ્ય આયોજન આયોજિત બ્લડ કેમ્પમાં ૧૫૧ બોટલ રક્ત એકત્રિત
સગીરા વશ નહી થતાં નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધી
શહેરની શોભા બગાડતા ૧૯33 બોર્ડ, બેનર અને ૧૧૧ રેકડીઓ જપ્ત કરાઈ
પ્રેમ, પરિવાર અને ભારતીય સંસ્કૃતિની હૂંફથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ‘NRI DULHAN’ 5 જૂને થશે રિલીઝ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?