By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    23 hours ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    2 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    3 days ago
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    જીવન સાધનાની પિઠીકા મૃત્યુ લોક છે : મોરારિબાપુ
    4 days ago
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: મૂકબધિર સગીરા પર ઘોર અત્યાચાર: ફોટા વાયરલ કરવાની ધમકી આપી 7.70 લાખ પડાવ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મૂકબધિર સગીરા પર ઘોર અત્યાચાર: ફોટા વાયરલ કરવાની ધમકી આપી 7.70 લાખ પડાવ્યા

Editor
Last updated: 2025/12/29 at 5:19 PM
6 months ago
Share
મૂકબધિર સગીરા પર ઘોર અત્યાચાર: ફોટા વાયરલ કરવાની ધમકી આપી 7.70 લાખ પડાવ્યા
SHARE

પાડોશની યુવતી બગીચે લઈ ગઈ, ત્યાં મિત્રએ અડપલાં કરી ફોટા પાડ્યા; લગ્ન માટે રાખેલી રોકડ ગાયબ થતા ભાંડો ફૂટ્યો, ભક્તિનગર પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા

રાજકોટ શહેરમાં માનવતા અને સંવેદનશીલતાને શરમાવે એવો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. હરિધવા રોડના છેડે, કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી 17 વર્ષની મૂકબધિર સગીરાને પાડોશમાં રહેતી યુવતીએ વિશ્વાસમાં લઈ ઘર નજીક આવેલા બગીચે લઈ જઈ, ત્યાં તેના મિત્ર સાથે મળીને અડપલાં અને બ્લેકમેલિંગનો શિકાર બનાવ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરાના ઘરમાં લગ્ન પ્રસંગ માટે રાખેલી રૂ.7.70 લાખની રોકડ રકમ બળજબરીથી પડાવી લેવામાં આવી હતી. આખરે ભક્તિનગર પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામાં લીધા છે.

ફરિયાદ મુજબ, 49 વર્ષીય મહિલાએ પોતાના પરિવાર સાથે કોઠારીયા રોડ વિસ્તારમાં રહે છે. તેમને સંતાનમાં 23 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રી છે. પુત્રી જન્મથી જ બોલી તથા સાંભળી શકતી નથી. તેણીએ કોઈ શાળામાં અભ્યાસ કર્યો નથી, પરંતુ માતા તેની સાંકેતિક ભાષા સારી રીતે સમજી શકે છે. પરિવાર સામાન્ય જીવન જીવતો હતો, પરંતુ લગ્ન પ્રસંગ દરમિયાન બનેલી આ ઘટના સમગ્ર પરિવાર માટે આઘાતરૂપ બની. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તા. 4 થી 6 દરમિયાન તેમના પુત્ર અને જેઠની દીકરીના લગ્ન હતા. લગ્નના ખર્ચ માટે જેઠના પુત્રએ અગાઉ તા.27ના રોજ રૂ.7.70 લાખ રોકડા આપ્યા હતા, જે ઘરની સેટીમાં રાખવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મૂકબધિર પુત્રી પણ ઘરમાં હાજર હતી. લગ્નની તૈયારીમાં વ્યસ્તતાના કારણે પૈસાની ખાસ દેખરેખ રાખી શકાઈ નહોતી.

ગઈ તા.1ના રોજ સાંજના સમયે ભત્રીજાએ લગ્નસામગ્રી માટે સોનીની દુકાને જવાનું હોવાથી રોકડ પૈસા લેવા જણાવ્યું. જ્યારે ફરિયાદી સેટી ખોલવા ગયા ત્યારે તેમાં રાખેલી રોકડની થેલી ગાયબ હતી. ઘરમાં અફરાતફરી મચી ગઈ, તમામ સભ્યોએ શોધખોળ કરી પરંતુ પૈસા ક્યાંય મળ્યા ન હતા. તે સમયે લગ્ન પ્રસંગ ચાલુ હોવાથી સામાજિક સંકોચ અને વ્યસ્તતાના કારણે તરત પોલીસ ફરિયાદ કરવામાં આવી નહોતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તા.6ના રોજ, મૂકબધિર સગીરાએ પોતાની માતાને સાંકેતિક ભાષામાં સમગ્ર હકીકત જણાવી. સગીરાએ જણાવ્યું કે પાડોશમાં રહેતી શ્રદ્ધા નામની યુવતીએ તેને પોતાની સાથે બગીચે લઈ ગઈ હતી. ત્યાં શ્રદ્ધાનો મિત્ર ઋત્વિક હાજર હતો. બંનેએ મળીને સગીરાનો ફોટો પાડ્યો હતો. ત્યારબાદ ઋત્વિકે તેના શરીરના કમર અને છાતીના ભાગે અયોગ્ય રીતે સ્પર્શ કરી અડપલાં કર્યા હતા. આ પછી આરોપીઓએ સગીરાને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહીશ તો ફોટા તારા માતા-પિતા તથા સગા સંબંધીઓને મોકલી દઈશું. ભયભીત અને મૂકબધિર હોવાના કારણે સગીરા કોઈને કંઈ કહી શકી નહોતી. આરોપીઓએ આ ડરનો ફાયદો ઉઠાવી, ઘરમાં સેટીમાં રાખેલી રોકડ રકમ અંગે જાણ મેળવી અને કટકે-કટકે સગીરાને ઘર પાસે બોલાવી બળજબરીથી કુલ રૂ.7.70 લાખ લઈ લીધા હતા.

સગીરાએ આખી ઘટના પોતાની માતાને જણાવતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો. વાતની ગંભીરતા સમજાતાં પરિવારજનોએ પરસ્પર ચર્ચા કરી અને અંતે કાયદાનો આશરો લેવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ સગીરાની માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

ફરિયાદના આધારે પોલીસે પાડોશમાં રહેતી શ્રદ્ધા અને તેના મિત્ર ઋત્વિક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 61(2) તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. પોલીસ તપાસમાં આ ગુનો ગંભીર હોવાનું જણાતા બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.આ મામલે પીઆઇ એમ.એમ. સરવૈયાની દેખરેખ હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ તથા તેમની ટીમે તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી પડાવેલી રોકડ રકમ કબજે કરવા અને વધુ પુરાવા એકત્ર કરવા તજવીજ ચાલી રહી છે.

You Might Also Like

કોઠારીયા સોલ્વન્ટના ચકચારી હત્યા કેસમાં આરોપી ઈમરાન કાદરીને સેશન્સ કોર્ટથી જામીન

કોઠારીયામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

ભાગીદારોના ત્રાસથી કંટાળી વેરાવળના યુવાને રાજકોટમાં 10મા માળેથી મોતની છલાંગ લગાવી

પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી શખ્સે હોટેલના આચર્યું દુષ્કર્મ, વિડીયો પણ ઉતાર્યા

 હોસ્પિટલો, કલીનીક, ભંગારના ડેલા, સેલર મચ્છર માટે જવાબદાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુંદ્રા અને નખત્રાણામાં વરસાદી ઝાપટાં, ગરમીમાં રાહત
ગુજરાત

મુંદ્રા અને નખત્રાણામાં વરસાદી ઝાપટાં, ગરમીમાં રાહત

Editor By Editor 3 days ago
પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવી આત્મહત્યાનો ખેલ રચ્યો
માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આયોજીત મેગા રકતદાન કેમ્પમાં ૨૦૦ બોટલ એકત્ર
શિક્ષણમંત્રી જે જિલ્લાના પ્રભારી છે ત્યાં જ ધમધમતું એજયુકેશન કૌભાંડ ઝડપાયું
જાફરાબાદના કડિયાળીમાં પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી યુવાનની હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?