ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ મજેવડી દેવતણખી ધામ ખાતે ઐતિહાસિક115 મી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા
દેશભરમાંથી લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો આગેવાનો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ દેવતણખી ધામ મજેવડી ખાત અષાઢી બીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો જેમાં બે દિવસથી મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
115 મી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રા નો પ્રારંભ કરવામાં આવેલ રથયાત્રામાં દેવતણખી ધામ મજેવડી ના પ્રમુખ શાંતિલાલ ગોહિલ , ઉપપ્રમુખ રાજેશભાઈ પિત્રોડા ટ્રસ્ટી વલ્લભભાઈ પરમાર સુરત. ઉદ્યોગપતિ અને ભામાશા પરસોત્તમભાઈ (દાસકાકા) પિત્રોડા અમદાવાદ. શામજીભાઈ કવા જૂનાગઢ દાતા તેમજ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને પ્રદેશ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મંત્રી રમેશભાઈ કારેલીયા ટ્રસ્ટી જયંતીભાઈ પરમાર ડોડીયાળાવાળા પ્રવીણભાઈ કારેલીયા મજેવડી દેવતણખી ધામ મંદિરના પૂજારી શાસ્ત્રી વિઠ્ઠલ ભગત નાથાભાઈ પિત્રોડા અમદાવાદ જગદીશભાઈ આસોડિયા વિગેરે સમાજના શ્રેષ્ઠીઓ તેમજ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા મજેવડીના સરપંચ તેમજ શહેરના આગેવાનો તેમજ જૂનાગઢ જિલ્લાના આગેવાનો રથયાત્રામાં જોડાયા હતા
રથયાત્રામાં વિવિધ શણગારેલા મોટી સંખ્યામાં વાહનો જોડાયા હતા તેમજ ગૌશાળા ના બેન્ડવાજા તેમજ રાસ મંડળી ની રમઝટ જોવા મળી હતી અને દેવતણખી ધામ મંદિર ખાતેથી રથયાત્રા મજેવડી ગામની અંદર મૂળ દેવતણખી બાપા ની જે જગ્યાએ પ્રસાદીનું સ્થાન હતું ત્યાં મામેરુ ભરવા ગયા હતા અને મામેરુ ભરીને નિશાન દેવતણખી ધામ ચેતન સમાધિ ઉપર ચઢાવવામાં આવેલું હતુ. બે દિવસીય અષાઢી બીજ મહોત્સવમાં અંદાજે એકાદ લાખ થી વધારે લોકો જોડાયા હતા.


