By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ

Editor
Last updated: 2026/06/03 at 3:33 PM
2 months ago
Share
વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ
SHARE

વન્યજીવો પર ખતરો! દિપડાની ચામડાની તસ્કરીનું રેકેટ

સુરતની હોટલમાંથી શખ્સ એક કરોડની ખાલ સાથે ઝડપાયો અન્યનું નામ ખૂલતા ધરપકડ

સોશ્યલ મીડિયામાં ફોટો મૂકતા DRIની કાર્યવાહી : દક્ષિણ ગુજરાતનું જંગલ તસ્કરીનું હબ બન્યું

 

અગ્ર ગુજરાત, સુરત

સુરતમાં DRI (ડાયરોક્ટરેટ રેવન્યૂ ઈન્ટેલિજન્સ)ની ટીમે દીપડાના ચામડાના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયામાં દીપડાનું ચામડું વેચાતું હોવાની વિગતો મળ્યા બાદ DRIએ હોટલમાં ટ્રેપ ગોઠવી એક શખસને દબોચી લીધો હતો. ત્યારબાદ તપાસમાં અન્ય એકનું નામ ખૂલતા તેને પણ પકડી પાડ્યો છે. વનવિભાગની ટીમે દીપડાનું જે ચામડુ કબજે કર્યું છે તેના પર બુલેટ (ગોળી)નું નિશાન પર જોવા મળ્યું છે. ચામડું અંદાજિત બે મહિના જૂનું હોવાની શક્યતા છે. જેથી બે મહિના પહેલા દીપડાનો શિકાર કરાયો હોવાની આશંકા છે. ત્યારે હવે વનવિભાગે આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

આ ગુનાની મોડસ ઓપરેન્ડી અત્યંત આધુનિક અને ડિજિટલ હતી. આરોપી બદ્રી અબ્બાસ નામના વ્યક્તિએ પ્રતિબંધિત કાળા બજારના એક વોટ્સએપ ગ્રુપમાં દીપડાના ફ્રેશ ચામડાના ફોટા અપલોડ કર્યા હતા અને આ ચામડું વેચવાની હોવાની જાહેરાત કરી હતી. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર બાજ નજર રાખતી DRIની ટીમ તુરંત જ એક્ટિવ થઈ ગઈ હતી. અધિકારીઓએ કોઈ પણ પ્રકારની શંકા ગયા વિના બદ્રી અબ્બાસનો સંપર્ક કર્યો અને આ કિંમતી લેપર્ડ સ્કીન ખરીદવા માટે ભારે રસ દાખવ્યો હતો. લાંબી કટોકટી અને સોદાબાજી બાદ આ દીપડાની ચામડીની કિંમત અધધ રૂ. 1 કરોડ નક્કી કરવામાં આવી હતી.

રૂપિયા એક કરોડની આ મોટી ડીલ પૂરી કરવા માટે આરોપી બદ્રી અબ્બાસે સુરત સ્ટેશન રોડ પર આવેલી હોટલ અલંકારને પસંદ કરી હતી. તે હોટલના રૂમ નંબર 203માં એક ટ્રોલી બેગ અને લાલચુ ઈરાદાઓ સાથે ટ્રોલી બેગમાં દીપડાનું ચામડું સંતાડીને પહોંચી ગયો હતો. તેને અંદાજો પણ નહોતો કે જે ગ્રાહક તેની રાહ જોઈ રહ્યો છે તે વાસ્તવમાં DRIના અધિકારીઓ છે. બદ્રી જેવો જ રૂમમાં પ્રવેશ્યો અને સોદો પાકો કરવા ગયો, તે જ સમયે પંચોની હાજરીમાં રેડ પાડીને તેને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ટ્રોલી બેગમાંથી કાયદાકીય પુરાવા વિનાની પ્રતિબંધિત લેપર્ડ સ્કીન જપ્ત કરવામાં આવી હતી.

આ કેસની તપાસ હાલ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અધિકારીઓએ એક ચિંતાજનક ટ્રેન્ડ તરફ ઈશારો કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી દક્ષિણ ગુજરાતના વન વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. દીપડાની આ વધતી વસ્તીના કારણે હવે શિકારીઓ અને વન્યજીવ તસ્કરોની નજર દક્ષિણ ગુજરાત તરફ બગડી છે. દીપડાઓની સરળ ઉપલબ્ધતાનો ફાયદો ઉઠાવીને આ સિન્ડિકેટ કાળી કમાણી કરવા માટે જંગલોમાં સક્રિય થઈ છે, જે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ માટે મોટો પડકાર બની ગયો છે.

કાયદાકીય પ્રોટોકોલ હેઠળ જ્યારે વન વિભાગને આ કેસ સોંપવામાં આવ્યો, ત્યારે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (DCF) ધીરજ કુમારના માર્ગદર્શન હેઠળ સુરત વન વિભાગે ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ શરૂ કરી હતી. હોટલમાંથી પકડાયેલા બદ્રી અબ્બાસે વન વિભાગ સમક્ષ કબૂલાત કરી હતી કે તે માત્ર એક મિડલમેન (એજન્ટ) તરીકે કામ કરતો હતો. આ કિંમતી દીપડાની ચામડું તેને મોઈન હુસેન નામના વ્યક્તિએ વેચવા માટે આપ્યું હતું.આ કડી મળતા જ વન વિભાગે પોલીસ પ્રશાસનની મદદ લઈને ગણતરીના કલાકોમાં મોઈન હુસેનને પણ દબોચી લીધો હતો.

You Might Also Like

શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

સુરત અમલસાડી અને ભુવાસણ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ માટે ‘માનસપરિવર્તન’ પરિસંવાદ યોજાયા

સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી

વીર શહીદોના પરિવાર માટે અજોડ કાર્ય કરતી સંસ્થા : ‘જય જવાન નાગરિક સમિતિ – સુરત’

શાળા નં.૨૭૨ના વિદ્યાર્થીઓએ શહીદાંજલિ માટે ₹૧,૦૧,૨૭૨ જય જવાન નાગરિક સમિતિને અર્પણ કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફની નિયુક્તિ હાસ્યાસ્પદ, “વ્હાલાઓ”ને જ સ્થાન અપાઈ રહ્યું છે? : મયુર શાહ
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટાફની નિયુક્તિ હાસ્યાસ્પદ, “વ્હાલાઓ”ને જ સ્થાન અપાઈ રહ્યું છે? : મયુર શાહ

Editor By Editor 5 days ago
સ્વ. વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે બાલાજી મંદિરે ૨૧ કુંડી મારૂતિ મહાયજ્ઞ અને નિરાજન આરતીનું આયોજન 
 વ્યાજ માફી યોજનામાં પ્રથમ દિવસે જ મનપાને રૂ.૧૪.3૦ લાખથી વધુ આવક
વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરની સ્પષ્ટતા પતિ વિશે કરાયેલા આક્ષેપને નકારતા મનીષાબેન
હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?