ગીર-સોમનાથ જિલ્લા કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાનો જન્મદિવસ
(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા)
અગ્ર ગુજરાત, પ્રભાસ પાટણ
ગીર-સોમનાથ જિલ્લાના યશસ્વી જિલ્લા કલેકટર જે.એન.વાઘેલાનો તારીખ 28 ઓક્ટોબરે જન્મ દિવસ.
તા.28-10-1970 ના રોજ અમદાવાદ ખાતે જન્મેલા તેઓએ એમ.એ અને એમ.ફીલ સુધીનો અભ્યાસ કરી સનદી સેવામાં જોડાયા. 2014 ની બેચના તેઓએ રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક,રાજ્ય આર.ટી.ઓ મુખ્ય અધિકારી તથા સુરત અને અમદાવાદમાં જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ ગાંધીનગર ખાતે મ્યુનિસિપલ કમિશનર તરીકે સફળ ફરજો બજાવી છે. કુશળ વહીવટકર્તા અને ફરજનિષ્ટ અધિકારી તરીકે હાલ ગીર-સોમનાથ જિલ્લામાં કાર્યરત છે. તેમના જન્મ દિવસે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા નો વરસાદ મોબાઈલ નંબર 99784 05934 ઉપર થઈ રહ્યો છે.


