તન્ના ઈંગ્લિશ મિડિયમ સ્કુલ દ્વારા જોય ઓફ ગિવિંગ કાર્યક્રમ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
તન્ના ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ દ્વારા CBSE SEWA પ્રોજેક્ટ અંતર્ગત “જોય ઓફ ગિવિંગ” કાર્યક્રમની દિવાળી નિમિતે ઉજવણી કરવામાં આવી. ગોંડલ શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા તન્ના ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે CBSE SEWA પ્રોજેક્ટ અંતર્ગત “Joy of Giving” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પર્વ પર શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળા, મેતા ખંભાળિયા ની મુલાકાત લીધી હતી.
સરકારી શાળાના બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી અને રમત-ગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મનીમાંથી નાનું યોગદાન આપી મોટું દિલ બતાવ્યું. બાળકો સાથે હળવું-મળવું, રમતો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરવામાં આવ્યું.
“વહેંચવાથી દિવાળી વધુ રોશન બને છે” નો સંદેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમથી અમારા વિદ્યાર્થીઓએ સૌથી મોટો પાઠ શીખ્યો કે – “આપવામાં જ સાચો આનંદ છે.” બાળકોના ચહેરા પરનું સ્મિત અમૂલ્ય હતું અને આ દિવાળીને ખરેખર અર્થપૂર્ણ બનાવી ગઈ.


