By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 day ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ૪ જિલ્લા જ દુષ્કાળગ્રસ્ત? ખેડૂતોનો સરકારને સવાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 ૪ જિલ્લા જ દુષ્કાળગ્રસ્ત? ખેડૂતોનો સરકારને સવાલ

Editor
Last updated: 2026/10/27 at 3:38 PM
1 hour ago
Share
 ૪ જિલ્લા જ દુષ્કાળગ્રસ્ત? ખેડૂતોનો સરકારને સવાલ
SHARE

 રાજયમાં ગોળ-ખોળની નીતિ અપનાવી હોવાની રાવ

 ૪ જિલ્લા જ દુષ્કાળગ્રસ્ત? ખેડૂતોનો સરકારને સવાલ

રાજકોટના ઉપલેટા સહિત ૧૫ જિલ્લાના ૪૫ તાલુકા પણ અસરગ્રસ્ત હોવાનો દાવો, ૪૦ થી ૭૦ ટકા વરસાદની ઘટવાળા વિસ્તારોના ખેડૂતોમાં રોષ

 તાલુકા વાઇઝ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા જગતાતની માંગ : ૮૫૦૦ની સહાયને ખેડૂતો સાથે ક્રૂરમજાક ગણાવતા પાલ આંબલીયા

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારે માત્ર 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે હેક્ટરદીઠ આશરે ₹8,500ની સહાય જાહેર કરી છે. જોકે આ 4 જિલ્લાઓ ઉપરાંત રાજ્યમાં 15 જિલ્લાના 45 તાલુકા એવા છે, જેમાં 40%થી લઈને 70% સુધી વરસાદની ઘટ છે છતાં સરકાર દ્વારા આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 70.12% વરસાદની ઘટ છે.

આ ઉપરાંત વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકામાં 61.17%, જૂનાગઢ જિલ્લાના વથંલી તાલુકામાં 60.26%, મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં 55.52% અને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં 54.86% વરસાદની ઘટ હોવા છતાં સરકારે આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત વિસ્તારની યાદીમાંથી બાકાત રાખ્યા છે.

ગુજરાત સરકારની સાથે સાથે જ રાજસ્થાન સરકારે પણ દુષ્કાળની જાહેરાત કરી છે. જો કે તેમણે 14 જિલ્લાના 80 તાલુકામાં દુષ્કાળ જાહેર કર્યો છે. જ્યારે ગુજરાતમાં તેનાથી વિપરિત 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. જે વાસ્તવિકતાથી દૂર છે, કારણ કે ગુજરાતના આ 4 જિલ્લા સિવાય 15 જિલ્લાઓના 45 તાલુકામાં દુષ્કાળની સ્થિતિ છે.

જો તાલુકા વાઇઝ જાહેર કરવામાં આવે તો તેનું ચિત્ર વધુ સ્પષ્ટ સામે આવે. જ્યારે કોઈ જિલ્લામાં વધુ વરસાદ હોય પણ તેના જ ઘણાં એવા તાલુકા હોય જ્યાં વરસાદની મોટી ઘટ હોય. પરંતુ જિલ્લાના સરેરાશ વરસાદમાં જે ખેડૂત મુશ્કેલીમાં છે તે સહાયથી વંચિત રહી જાય છે.

તો બીજી તરફ સરકારના આ નિર્ણય સામે ખેડૂત સંગઠનો અને આગેવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સહાયની રકમ અપૂરતી ગણાવી છે. ખેડૂત નેતા પાલ આંબલિયાએ પણ સહાયના ધોરણ સામે સવાલો ઉઠાવી સરકારને નિર્ણય પર પુન:વિચાર કરવાની માગ કરી છે.

આ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઓછા વરસાદ છતાં બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર નહીં કરવા મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

આર.કે. પટેલે જણાવ્યું કે, ચાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા હોવા છતાં રાજ્યના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ વરસાદની અછત છે. બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક તાલુકાઓમાંથી પણ ખેડૂતોના ફોન આવે છે કે તેમના વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં તેમને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી.

તેમણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અપીલ કરતાં જણાવ્યું કે, જે વિસ્તારો બાકાત રહી ગયા છે ત્યાંના પ્રતિનિધિઓએ ખેડૂતોનો અવાજ બની સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ. ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવી એ જનપ્રતિનિધિઓની જવાબદારી છે.

ઓછા વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારની સહાયની જાહેરાત બાદ હવે સહાયની રકમ વધારવા, બાકાત વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેતી તથા પશુપાલન માટે રાહતનાં પગલાં લેવાની માગ ઉઠી છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે માત્ર સહાયની જાહેરાત પૂરતી નથી. ખેડૂતોને વાસ્તવિક નુકસાનના આધારે મદદ મળે, પશુઓ માટે ઘાસચારો અને પાણી ઉપલબ્ધ થાય તથા લોનના બોજામાંથી રાહત મળે તે જરૂરી છે.

સહાયથી બિયારણનો ખર્ચ પણ નહીં નીકળે: આર.કે. પટેલ

ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘે ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ કરી હતી. ખેડૂતો પણ આ મુદ્દે સતત રજૂઆતો કરી રહ્યા હતા. તેના પરિણામે સરકારે ચાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરી સહાયની જાહેરાત કરી છે. જોકે, મોંઘવારીના સમયમાં વીઘાદીઠ માત્ર ₹2,000ની સહાય અપૂરતી છે.

તેમણે જણાવ્યું કે, સરકાર આ સહાય NDRFના નિયમો હેઠળ આપતી હોવાનું કહે છે. ખેતીમાં બિયારણ પાછળ થતા ખર્ચને ધ્યાનમાં લઈએ તો આ રકમથી શું થઈ શકે તે સમજી શકાય છે. આ સહાય છે, નુકસાનનું સંપૂર્ણ વળતર નથી.

40%થી ઓછો વરસાદ છતાં બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર ન કર્યો: ગેનીબેન ઠાકોર

સાંસદ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં ઓછા વરસાદનો મુદ્દો ઉઠાવતાં જણાવ્યું કે, સરકારે ચાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ બનાસકાંઠામાં પણ 40% કરતાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. બનાસકાંઠા પશુપાલન માટે મહત્ત્વનો જિલ્લો છે. અહીંના લોકોની રોજગારીનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન છે. ઓછા વરસાદને કારણે ખેતીની સાથે પશુઓ માટે ઘાસચારા અને પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. ગેનીબેને ખેડૂતો અને પશુપાલકો માટે ઘાસચારા તથા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા, અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહતકામો શરૂ કરવા અને ખેડૂતોનાં ધિરાણના વ્યાજમાં માફી આપવા અથવા બેંક લોનની ચૂકવણીમાં એક વર્ષની રાહત આપવા માગ કરી છે. તેમણે નર્મદા નહેરનું જોડાણ અને ડેમોમાં પાણી હોવા છતાં ખેડૂતોને નહેરો તથા તળાવોમાં પૂરતું પાણી કેમ આપવામાં આવતું નથી તેવો સવાલ ઉઠાવી, પાણીની વ્યવસ્થા કરવાની પણ માગ કરી છે.

 

નિર્ણયમાં ફેરફાર નહી થાય તો આંદોલન : પાલ આંબલીયા

પાલ આંબલિયાની નિર્ણય નહીં બદલાય તો આંદોલનની ચીમકી ખેડૂત નેતા પાલ આંબલિયાએ હેક્ટરદીઠ આશરે ₹8,500ની સહાયને ખેડૂતો સાથેની ‘ક્રૂર મજાક’ ગણાવી છે. તેમણે સરકારને સહાયના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. જો સરકાર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો 12 માર્ચે લડતનું રણશિંગું ફૂંકવાની ચીમકી પણ આપી છે. પાલ આંબલિયાના જણાવ્યા અનુસાર, અછતગ્રસ્ત વિસ્તાર જાહેર થયા બાદ ખેડૂતોને રાહત આપવા માટે પાકધિરાણ માફી, સાત કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો, રાહતકામો શરૂ કરવા, પાંજરાપોળની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા અને નોંધાયેલી ગૌશાળાઓમાં પશુદીઠ દૈનિક સહાય જેવા પગલાં લેવા જોઈએ. અગાઉ ખેડૂતોને પાક વીમા અને SDRF જેવી યોજનાઓ હેઠળ લાભ મળતા હતા.

You Might Also Like

 વાતાવરણમાં આવેલા પલટાથી ૨ થી 3 ડિગ્રીનો ઘટાડો

 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો

 રાજકોટ નગર રચના યોજના નં.૧ની પ્રારંભિક યોજના જાહેર

જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય

 દિવાળી પૂર્વે રંગોળી ખરીદીમાં તેજી: રાજકોટની બજારમાં ભીડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે
આંતરરાષ્ટ્રીય

અર્બન ચક્રાવત શકિતશાળી બન્યુ, ૧૪૦ની ઝડપે પવન ફૂંકાશે

Editor By Editor 1 hour ago
 યુનિક વિકલાંગ ટ્રસ્ટ દ્વારા ‘દિવ્યાંગ રાસ મહોત્સવ’ યોજાયો
 નોટીફાઇડ ઔદ્યોગિક વિસ્તારોમાં બિનખેતીની ફરજીયાત મંજૂરીની જોગવાઇ દૂર કરવા તૈયારીઓ
 સુરતમાં ‘ચતુર્થ વૈષ્ણવ સાધુ રાસ મહોત્સવ’નું સમાપન
 ગુજરાતની ૧૭,૦૦૦થી વધુ સ્વનિર્ભર શાળાઓ લડાયક મૂડમાં: સરકાર સામે રાજ્યવ્યાપી ‘અસહકાર આંદોલન’ની ઉગ્ર ચીમકી!
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?