રાજકોટમાં હેલ્ધી બેબી સ્પર્ધા અને તૃતીય એન્યુઅલ ફેસ્ટની ઉજવણી
ટાઈની સ્ટાર્સ પ્રિ સ્કુલના વાર્ષિકોત્સવમાં ભુલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
ડીસીપી હેતલ પટેલ, માહિતી અધિકારી પારૂલ આડેસરાની ઉપસ્થિતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
‘હેલ્ધી બેબી, ફેલ્ધી ફેમીલી, હેલ્ધી સોસાયટી બનાવે હેલ્ધી ભારત આ થીમ ઉપર હેમુ ગઢવી ઓડિટોરીયમમાં ટાઈની સ્ટાર્સ માય પ્રિસ્કુલ દ્વારા હેલ્ધી બેબી સ્પર્ધા તથા તૃતીય એન્યુઅલ ફેસ્ટ ૨૦૨૬ યોજાયો હતો.
દેશ ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોને અલગ અલગ કેટેગરીમાં શિલ્ડ, સર્ટીફીકેટ તથા ઈનામ આપી વિજેતાને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ખાસ વાત એ છે કે દરેક બાળકને લાગ લેવા બદલ ગિફ્ટ તથા સર્ટીફીકેટ આપી તેમનો પણ ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. જેથી દરેક બાળકો પોતાને વિજેતા માને.
આ પ્રસંગે રાજકોટ ઝોન -૧ના નાયબ પોલીસ કમિશનર હેતલ પટેલ, માહિતી ખાતાના અધિકારી પારૂલ આડેસરા, એચસીજી હોસ્પીટલના સર્જન ડો. હેમલ મોટાણી, મિલન દોશી, હરીશ ચૌહાણ, દિપ સોની, મિલન દોશી, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીર પોતાએ કર્યું હતું. આ તકે આરતી જાટકીયાએ સંસ્થા તથા તેની પ્રવૃતિઓ વિશે માહિતી આપ્યા બાદ પ્રાસંગિક વક્તવ્ય આપ્યુ હતું.
સમગ્ર કાર્યક્રમ માટે આરતી જાટકીયા, ડો.તુષાર જાટકીયા તથા ટાઈની સ્ટાર્સના કર્મયોગીઓએ જહેમત ઉઠાવી હતી. આ તકે બાળકો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી થયા હતા.


