By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    1 day ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, પૂર્વ MLAની પોસ્ટથી હડકંપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, પૂર્વ MLAની પોસ્ટથી હડકંપ

Editor
Last updated: 2026/10/27 at 3:29 PM
1 hour ago
Share
 સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, પૂર્વ MLAની પોસ્ટથી હડકંપ
SHARE

 સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, પૂર્વ MLAની પોસ્ટથી હડકંપ

ભાજપના બે દિગ્ગજ અને આમ આદમી પાર્ટીના એક મહત્વપૂર્ણ નેતા કોંગ્રેસના સીધા સંપર્કમાં હોવાનો ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનો દાવો

સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકતા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર પંથકમાં રાજકીય માહોલમાં અટકળોનું બજાર ગરમ : પક્ષો પર દબાણ બનાવવાની રણનીતિ પણ સૂત્રોમાં ચર્ચા

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકારણમાં અચાનક મોટી હલચલ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના યુવા આગેવાન ઋત્વિક મકવાણાની એક સોશિયલ મીડિયા પોસ્ટે સ્થાનિક તેમજ પ્રદેશ કક્ષાના રાજકારણમાં મોટો ખળભળાટ મચાવી દીધો છે.

મકવાણાએ દાવો કર્યો છે કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ તેમજ આમ આદમી પાર્ટીના  એક મહત્વપૂર્ણ નેતા કોંગ્રેસ સાથે સીધા સંપર્કમાં છે. આ ઘટસ્ફોટ બાદ સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી આ ચોંકાવનારી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના બે કદાવર ચહેરાઓ કોંગ્રેસમાં જોડાવા માટે ઉત્સુક છે અને સંગઠનના મોવડી મંડળ સાથે આ અંગે વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. આ ઉપરાંત ગત ચૂંટણીઓમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટીના પણ એક અગ્રણી નેતા કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત સામે આવી છે. ઋત્વિક મકવાણાના આ નિવેદનથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકના રાજકીય માહોલમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

બીજી તરફ, રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ માત્ર પક્ષ પર દબાણ લાવવાની એક સોગઠી હોઈ શકે છે. પોતાના પક્ષમાં ટિકિટ પાકી કરાવવા, મનપસંદ સમિતિઓમાં સ્થાન મેળવવા કે સંગઠનમાં વજન વધારવા માટે નેતાઓ ઘણીવાર વિરોધી પક્ષ સાથે સંપર્કમાં હોવાના સંકેતો વહેતા કરતા હોય છે. આ ‘પ્રેશર ટેક્ટિક્સ’ દ્વારા મોવડી મંડળ સમક્ષ પોતાનું મહત્વ સાબિત કરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે.

‘નો રિપીટ થિયરી’નો ડર અને આંતરિક અસંતોષ?

રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણી ટાણે સત્તાધારી પક્ષમાં ચાલતી ‘નો રિપીટ થિયરી’ની ચર્ચા અને ટિકિટ કપાવાની ભીતિ આ સંપર્કો પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે. સંગઠનમાં ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા કે મંત્રીમંડળ અને પદભારથી વંચિત રહેલા સિનિયર આગેવાનોમાં ભારે આંતરિક મનદુઃખ પ્રવર્તી રહ્યું છે. આગામી ટિકિટ ફાળવણીમાં પોતાનું પત્તું કપાઈ જવાની શક્યતા દેખાતાં નેતાઓ અગાઉથી જ સુરક્ષિત રાજકીય આશરો શોધવાના પ્રયાસોમાં લાગી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રના ચૂંટણી સમીકરણો પર અસર

ચૂંટણી પહેલાં શરૂ થયેલા આ રાજકીય સળવળાટથી કોંગ્રેસ ખેમામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતૃત્વમાં દોડધામ મચી ગઈ છે. જો આ દાવો વાસ્તવિકતામાં પરિવર્તિત થશે અને દિગ્ગજ નેતાઓ પક્ષપલટો કરશે, તો સુરેન્દ્રનગર અને તેની આસપાસની વિધાનસભા બેઠકો પર સીધા ત્રિપાંખીયા કે દ્વિપાંખીયા જંગના પરિણામો પ્રભાવિત થઈ શકે છે. હાલ તો ઋત્વિક મકવાણાની આ પોસ્ટ બાદ આ ‘બે નેતાઓ’ કોણ છે તેની શોધખોળ બંને પક્ષોના મોવડી મંડળમાં તેજ બની ગઈ છે.

You Might Also Like

 ૪ જિલ્લા જ દુષ્કાળગ્રસ્ત? ખેડૂતોનો સરકારને સવાલ

 વાતાવરણમાં આવેલા પલટાથી ૨ થી 3 ડિગ્રીનો ઘટાડો

 ભારતી ફૂડસમાંથી ૮૦૦ કિલો વાસી નુડલ્સનો જથ્થો ઝડપાયો

 રાજકોટ નગર રચના યોજના નં.૧ની પ્રારંભિક યોજના જાહેર

જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત નિષ્ફળ, કુવાડવા સબ ડિવીઝનમાં ભરતી નહી થાય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RMCના ‘શરદોત્સવ’નો ફિયાસ્કો: અડધાથી વધુ ખુરશીઓ ખાલી રહી
રાજકોટ

RMCના ‘શરદોત્સવ’નો ફિયાસ્કો: અડધાથી વધુ ખુરશીઓ ખાલી રહી

Editor By Editor 1 day ago
રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે પાટીદાર પરિવારોમાં સ્નેહ અને ક્ષમાનો સેતુ સર્જાયો
પડધરી પાસે કાળ બનીને આવ્યું વાછરડું ;  બાઈક સ્લીપ થતાં 25 વર્ષીય પરિણીતા મોતને ભેટી
 સુરતમાં ‘ચતુર્થ વૈષ્ણવ સાધુ રાસ મહોત્સવ’નું સમાપન
શિક્ષણ ક્ષેત્રે AI : જ્ઞાનનો દીપક કે વિચાર શક્તિનું ગ્રહણ?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?