By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    કથા વાચક માત્ર વાચક નથી, એક કથાપાચક પણ છે: મોરારિબાપુ
    2 days ago
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    મારા માટે તલગાજરડા જ મારું ત્રિભુવનિય તીર્થ છે: મોરારિબાપુ
    5 days ago
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    વિસ્મૃતિ પરમાત્માનું વરદાન છે, કૃષ્ણની સ્મૃતિ રહે એ જ સાચું: મોરારિબાપુ
    6 days ago
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    વાલ્મિકી આશ્રમ વિશેષ છે, આપણને ત્યાંથી રામાયણ મળી છે : મોરારિબાપુ
    1 week ago
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    કથા જેવું કોઇ માધ્યમ નથી અને શ્રવણ જેવું કોઇ સાધન નથી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મે માસમાં GST કલેકશન રૂ.7262 કરોડે પહોંચ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

 મે માસમાં GST કલેકશન રૂ.7262 કરોડે પહોંચ્યું

Editor
Last updated: 2026/06/02 at 3:52 PM
2 days ago
Share
 મે માસમાં GST કલેકશન રૂ.7262 કરોડે પહોંચ્યું
SHARE

ગુજરાતની આર્થિક ગતિને મળ્યો વધુ વેગ
મે માસમાં GST કલેકશન રૂ.7262 કરોડે પહોંચ્યું
રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાંચ ગણાથી વધુ વૃદ્ધિ; રાજ્યની કુલ વેરા આવક રૂ.10,998 કરોડ નોંધાઈ

અગ્ર ગુજરાત, અમદાવાદ
દેશભરમાં મે માસના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેકશનના આંકડા જાહેર થયા બાદ ગુજરાત ફરી એકવાર આર્થિક વિકાસ અને વ્યાપારિક સક્રિયતાના મામલે અગ્રેસર રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. રાજ્યમાં મે-2026 દરમિયાન GST કલેકશન રૂ.7262 કરોડ નોંધાયું છે, જે ગત વર્ષના સમાન માસની સરખામણીએ 16 ટકા વધુ છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્તરે GST કલેકશનમાં માત્ર 3.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હોવાથી ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર ગણાઈ રહ્યું છે.
રાજ્ય સરકારના નાણાકીય આંકડા મુજબ ગયા વર્ષે મે માસમાં રાજ્યમાં રૂ.6267 કરોડનું GST કલેકશન થયું હતું, જ્યારે ચાલુ વર્ષે તે વધીને રૂ.7262 કરોડ થયું છે. એટલે કે માત્ર એક વર્ષમાં રૂ.995 કરોડનો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે આ વધારો રાજ્યમાં ઉત્પાદન, વેપાર, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં વધતી આર્થિક પ્રવૃત્તિનું પ્રતિબિંબ છે. ગુજરાત દેશના સૌથી મોટા ઔદ્યોગિક અને વેપારી રાજ્યોમાંનું એક હોવાથી અહીં ઉત્પાદન અને નિકાસ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ સતત વધી રહી છે. અનેક ઉદ્યોગ ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષમતા વધતા તેમજ આંતરિક બજારમાં વેપારનો વ્યાપ વિસ્તરતા GST વસૂલાતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
GST સિવાય રાજ્ય સરકારને વેલ્યુ એડેડ ટેક્સ (VAT)માંથી પણ નોંધપાત્ર આવક મળી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, શરાબ અને સિગારેટ જેવા ઉત્પાદનો GST હેઠળ આવતા ન હોવાથી તેના પર રાજ્ય સરકાર VAT વસૂલે છે. મે માસ દરમિયાન VATની આવક રૂ.2717 કરોડ રહી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થયેલા વધારાની સીધી અસર VAT આવક પર જોવા મળી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી રૂ.998 કરોડ અને પ્રોફેશનલ ટેક્સમાંથી રૂ.22 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આમ GST, VAT, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અને પ્રોફેશનલ ટેક્સ સહિત રાજ્ય સરકારની કુલ વેરા આવક મે માસ દરમિયાન રૂ.10,998 કરોડ સુધી પહોંચી છે.
આર્થિક નિષ્ણાતોના મતે રાજ્યમાં ઔદ્યોગિક ઉત્પાદન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, વધતી રોકાણ પ્રવૃત્તિઓ અને સેવા ક્ષેત્રની મજબૂત કામગીરીના કારણે વેરા આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી વધુ વૃદ્ધિ દર્શાવે છે કે ગુજરાતમાં આર્થિક પ્રવૃત્તિઓ અન્ય રાજ્યોની સરખામણીએ વધુ ઝડપથી આગળ વધી રહી છે.
રાજ્ય સરકાર માટે વધતી વેરા આવક વિકાસલક્ષી યોજનાઓ, માળખાકીય સુવિધાઓ અને જાહેર સેવાઓ માટે વધુ નાણાંકીય સશક્તતા પૂરી પાડશે. મે માસના આંકડાઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતની અર્થવ્યવસ્થા હજુ પણ મજબૂત ગતિએ આગળ વધી રહી છે.

GSTમાં રૂ.995 કરોડનો વધારો

* મે-2025માં GST કલેકશન : રૂ.6267 કરોડ
* મે-2026માં GST કલેકશન : રૂ.7262 કરોડ
* એક વર્ષમાં વધારો : રૂ.995 કરોડ
* વૃદ્ધિ દર : 16 ટકા

રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાત આગળ

* ગુજરાતમાં GST વૃદ્ધિ : 16%
* દેશની સરેરાશ વૃદ્ધિ : 3.2%
* ગુજરાતનું પ્રદર્શન રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાંચ ગણાથી વધુ

VATથી સરકારને મોટી આવક

* મે માસમાં VAT આવક : રૂ.2717 કરોડ
* પેટ્રોલ, ડીઝલ, ગેસ, શરાબ અને સિગારેટ પર વસૂલાય છે VAT
* ઇંધણના ભાવ વધવાથી આવકમાં વધારો

અન્ય કરમાંથી કેટલી આવક?

* ઇલેક્ટ્રિસિટી ડ્યુટી : રૂ.998 કરોડ
* પ્રોફેશનલ ટેક્સ : રૂ.22 કરોડ
* કુલ અન્ય આવક : રૂ.1020 કરોડ

મે માસની કુલ વેરા આવક

GST…7262 કરોડ
VAT….2717 કરોડ
ઇલેક્ટ્રિસિટી ડ્યુટી….998 કરોડ
પ્રોફેશનલ ટેક્સ…….22 કરોડ
કુલ આવક……10,998 કરોડ

 

You Might Also Like

જનગણનાની ફરજમાં ગયેલી મહિલા શિક્ષિકાનો અર્ધનગ્ન સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

સોનું ચમક્યું, ક્રૂડ સળગ્યું, રૂપિયો લથડ્યો; હવે શેરબજાર પર શું થશે અસર?

સિવિલમાં ૧૦૮ના કર્મચારીઓએ પોલીસ ટેબલ પર માહિતી આપવાની પ્રક્રિયાબંધ

વગ વગર ટિકિટ નથી મળતી, વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં થયેલો ભડકો

ગુજરાત ટાઈટન્સની બસમાં શોર્ટ સર્કિટથી આગ, કપ્તાન સહિતના ખેલાડીઓ સલામત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઘર પાસે રીક્ષા પાર્કિંગના ઝઘડામાં થયેલી હત્યામા એક આરોપીને આજીવન કેદની સજા
રાજકોટ

ઘર પાસે રીક્ષા પાર્કિંગના ઝઘડામાં થયેલી હત્યામા એક આરોપીને આજીવન કેદની સજા

Editor By Editor 3 days ago
‘યુનિવર્સલ એફિડેવિટ’ અમલમાં મૂકવાના લેવાયેલા નિર્ણયને આવકારતા ધારાસભ્ય ઉદય કાનગડ
બારડોલીના ઉવા ગામ નજીક બે સરકારી બસો વચ્ચે અકસ્માત, એકમાં આગ, ૭ યાત્રિકો ભડથું
પાણીજન્ય રોગચાળાનો હાહાકાર : તાવના ૭૧૧, ટાઇફોઇડ-કમળાના ત્રણ-ત્રણ દર્દીઓ
વિદેશી રોકાણકારો માટે ટેક્સ રાહતોનો મેગા પ્લાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?