નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલય ખાતે ગુરુ ભગવંતનું વ્યાખ્યાન યોજાશે
શ્રી સુપાર્શ્વ ધજા- કળશ સત્કાર યાત્રા ધન્ય ધર્મધ્વજાના વધામણા કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સત્કારયાત્રા આજે નાગેશ્વર જૈન્ સંઘનાં આંગણે પધારી ગુરૂભગવંત અને સત્કાર યાત્રા નું ભવ્ય પ્રવેશ કર્યા પછી પ્રવચન માં જણાવતા કહ્યું હતું કે મુનિરાજે રર વર્ષ પહેલા નાગેશ્વર આવાનું થયું હતું. આજે ફરી આવ્યા જુના સંસ્મરણો યાદ કરતા ગુરૂદેવે ફરમાવ્યું કે જિનવાણી અને સદગુરૂ નોયોગ ખૂબ જ દુર્લભ છે જો શાસનની સ્થાપના ન થઈ હોત તો શું થાત ? પરમાત્મા જે ઘોર ઉપસર્ગો સહન કર્યા માત્ર આપણા ઉપર અસિમ ઉપકાર માટે જો હું પીડા દુ:ખ કષ્ટો સહન નહી કરું તો મારા પછી જે આવશે તે શું કરશે ? ઉતમ કર્મો ઉતમ દ્રવ્યો ની આવશ્યકતા હોય છે. એટલે કે પરમાત્મા ના આવા ર૦૦ વર્ષે પૂણાહુતિ અને અંજનશલાકા પ્રતિષ્ઠા માટે બંધુબેલડી પ.પૂ.આ. જિન હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા આદિ ૬-૬ આચાર્યો અને પ૦ જેટલા સાધુ સાધ્વી ભગવંતો ૬ મે ના રોજ રાજકોટ ની ધન્ય ધરા ઉપર પધારી રહયા છે. જેની તૈયારી માટે સમસ્ત જૈન સંઘ જોર શોરથી તૈયારી કરી રહયા છે. આજે અને કાલે નાગેશ્વરમાં સ્થિરતા છે. પ્રવચન નો સમય ૭:૩૦ થી ૮:૩૦ કલાક છે.


