પિચકારી, રંગો, હાયડા, શ્રીફળ, ખજૂર, ધાણી, દાળિયા વગેરેની ખરીદી શરૂ
જાહેર માર્ગો પર પાણી કે રંગ ભરેલા ફુગ્ગા ઉડાડી શકાશે નહીં
આ વર્ષે હોળીનો તહેવાર ઉપર સતત ત્રણ દિવસ રજા આવે છે જેમાં છેલ્લો શનીવાર હોય સરકારી કચેરીઓમાં રજા તથા બીજા દિવસે રવિવારની રજાના દિવસે આવતો હોય અને બીજા દિવસે એટલે કે સોમવારે ધુળેટી પર્વની રજા હોય લોકોની ઉજવણીનો ઉત્સાહ બેવડાયો છે. રવિવારે રાત્રે શુભ મુહુર્તમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આશરે ૩૦૦૦થી વધુ સ્થળોએ હોલિકા દહન થશે. આ ઉપરાંત પોલીસે રંગોના તહેવારમાં રંગમાં ભંગ પાડતા આવારા, લુખ્ખા તત્વો સામે કડક પગલા લેવા નિર્દેશો જારી કર્યા છે અને આ અંગે અજાણ્યા નાગરિકો ૫૨, રાહદારીઓ પર જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ વખતે પુનમ રવિવારે તા. ૨૪ના સવારે ૯-૫૭ વાગ્યે શરુ થાય છે અને બીજા દિવસે બપાર સુધી ચાલે છે. જેઅન્વયે તા.૨૪ની રાત્રિના હોલિકા દહન થશે. સોમવારે ધુળેટી ઉપર લોકો એક બીજ ઉપર રંગ ઉડાડી ને તહેવાર ઉજવશે.
પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને જાહેર માર્ગો પર આવતા જતા નાગરિકો ઉપર પાણી ભરેલા કે રંગ ભરેલા ફૂગ્ગા,કોરા રંગો,પિચકારીથી રંગો સહિત કોઈ પણ પદાર્થો ફેંકવા, ઉડાડવા પર ચૂસ્ત પ્રતિબંધ મુકતું જાહેરનામું જારી કર્યું છે. જાહેર રસ્તા પર આમ તેમ દોડાદોડી કરવા ઉપર કે ટ્રાફિક અવરોધાય તેમ રસ્તા વચ્ચે ટોળા ભેગા કરીને રંગે રમવા વગેરે ઉપર પણ પ્રતિબંધ છે જેનો ભંગ કરનારા વિરુદ્ધ ફોજદારી પગલા લેવાશે. આમ રજકોટ શહેરના શહેરીજનો તહેવાર ઉજવવા માટે થનગની રહ્યા છે.
હોળીના દિવસે ગયા વર્ષે વરસાદ પડેલ
ગયા વર્ષે હોળીના દિવસેજ કમોસમી વરસાદ પડતા હોળીનુ આયોજન કરનાર સંચાલકોને છાણા ઢાકવા પડયા હતા.અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


