By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ

Editor
Last updated: 2026/08/01 at 2:20 PM
4 days ago
Share
જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ
SHARE

મહિલા કેદીઓની જેલમાં સૌથી કપરી સ્થિતિ : HC

જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ

૨૧મી ઓગષ્ટ પહેલા અહેવાલ જમા કરાવવા સમિતિને હાઇકોર્ટનો આદેશ : ૧૧મી સપ્ટેમ્બરે સુનવણી

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ જેલના કેદીઓ માટે ઓપન ઈન્સ્ટિટ્યૂશન(OCI) મામલે હાઈકોર્ટ દ્વારા સુઓમોટો રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. જે કેસની સુનાવણીમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ખંડપીઠે ફરી એકવાર મહિલા કેદીઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવતાં ટકોર કરી હતી કે, મહિલા કેદીઓને ખુદ તેમના કુટુંબ દ્વારા તરછોડવામાં આવે છે.

તેમને મળવાની તસ્દી સુદ્ધાં કોઈ લેતું નથી. જેલમાં મહિલા કેદીઓ સૌથી કપરી પરિસ્થિતિમાં રહેતી હોય છે. ત્યારબાદ હાઈકોર્ટે રાજ્યને નિર્દેશ આપ્યા છે કે 21મી ઓગસ્ટ પહેલાં હાઈકોર્ટમાં સ્ટેટ મોનિટરિંગ કમિટી સમગ્ર બાબતનો રિપોર્ટ જમા કરાવે.

હાઈકોર્ટની ખંડપીઠે એવી ટકોર પણ કરી હતી કે તમારે કોઈ મહિલા કેદીઓને OCIમાં આવવા માટે તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. કમિટીને તેનું કામ કરવા દેવું જોઈએ, પરંતુ એક કે બે મીટિંગથી કંઈ નિરાકરણ નહીં આવે. કમિટીએ સઘન રીતે મીટિંગ કરવી જોઈએ તો જ કોઈ રસ્તો નીકળશે. સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદાના આધારે હાઈકોર્ટે સુઓમોટો અરજી કરી છે, જે મુખ્યત્ત્વે જેલોમાં ઓપન કરેક્શનલ ઈન્સ્ટિટ્યૂશન-OCI(મુક્ત જેલ) પ્રકારની સુવિધા છે, તેનો વિસ્તાર અને કેદીઓને મળતી કાનૂની સહાય સાથે સંબંધિત છે.

આ કેસની સુનાવણીમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે કમિટી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તેલંગાણા જઈને ત્યાંની OCI વ્યવસ્થાઓ જોશે અને ગુજરાત અંગે સૂચનો કરશે. કોર્ટ મિત્રે કહ્યું હતું કે મહિલાઓ અને ફેમિલીની વ્યવસ્થા પણ વિચારવાની જરૂર છે. ગુજરાતમાં મહિલાઓ માટે OCI નથી અને તેમને OCIમાં જવાની મંજૂરી નથી. પંજાબ, ગુજરાત, તેલંગાણા, આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરરપ્રદેશ, બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં પણ મહિલાઓ માટે ડેડિકેટેડ OCI વ્યવસ્થાઓ નથી.

એડવોકેટ જનરલે અમદાવાદ, વડોદરા, જૂનાગઢ, અમરેલીમાં આવી ફેસિલિટી હોવાનું જણાવ્યું હતું, પણ ત્યાં મહિલા કેદીઓ નહીં હોવાનું જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે તે મહિલાઓને નારી સુધાર ગૃહમાં મૂકવામાં આવી હશે. એડવોકેટ જનરલે કહ્યું કે મહિલા કેદીઓને OCIમાં જવા કહ્યું પણ તેઓએ ના પાડી. કોર્ટે કહ્યું હતું કે તેમની ફેમિલી જ તેમને સ્વીકારતી નથી, તેમને કહેવું નહીં પણ આવવું ગમે તેવું આયોજન કરો. આ માટે સતત મીટિંગ કરવી પડે. આ અંગે વધુ સુનવણી 11મી સોટેમ્બરે યોજાશે.

અગાઉની સુનવણીમાં સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે OCI સ્ટેટ મોનિટરિંગ કમિટીની રચના થઈ ચૂકી છે. આ મોનિટરિંગ કમિટી OCI સેન્ટરમાં જઈને નિરીક્ષણ કરશે અને સુપ્રીમને રિપોર્ટ મોકલશે. કમિટીના ચેરમેન ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ સોનિયાબહેન ગોકાણી છે. OCI ફેસિલિટી વધારવા માટે જમીન પણ મેળવવી પડશે.

You Might Also Like

૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ

અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો

ડાયાબિટીસ સહિત ૨3 દવાના ભાવમાં ફેરફાર

વાહનોની નંબર પ્લેટમાં સ્નેપ લોક ફરજીયાત

આર્મી, નેવી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખવા આદેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી
ગુજરાતરાજકોટ

વિગ પહેરી પોલીસને ચકમો આપતો ગાંજાનો વેપારી ઝડપાયો: શાપર અને જેતપુરમાં પોલીસની કાર્યવાહી

Editor By Editor 6 days ago
પરમીટ, ફીટનેસ, લાયસન્સ વગર સહિતના ટ્રાફિક નિયમ ભંગ કરનાર RTOની ઝપટે ચડ્યા
સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ
 એક લાખ શાળા એક માસ્તરના ભરોષે
વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરની સ્પષ્ટતા પતિ વિશે કરાયેલા આક્ષેપને નકારતા મનીષાબેન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?