By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમદાવાદ

ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે

Editor
Last updated: 2026/05/07 at 4:46 PM
3 months ago
Share
ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે
SHARE

ધોલેરામાં દેશનું પ્રથમ MICRO-LED યુનિટ બનશે

રૂ.3૯3૬ કરોડના બે સેમિકન્ડકટર પ્રોજેકટને કેન્દ્રની લીલીઝંડી : ૨૦૦૦થી વધારે યુવાનોને મળશે રોજગારી : સુરતમાં પણ સ્થપાશે પ્લાન્ટ

 

અગ્ર ગુજરાત, અમદાવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ભારત સેમિકન્ડક્ટર મિશન હેઠળ ગુજરાત માટે બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કુલ 3,936 કરોડના આ રોકાણથી રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ટેક્નોલોજીના ક્ષેત્રે ઐતિહાસિક વિકાસનો માર્ગ ખુલ્યો છે. ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ બનશે. આ પ્રોજેક્ટોથી અંદાજે 2,200થી વધુ કુશળ યુવાનોને સીધી રોજગારી મળશે, જ્યારે પરોક્ષ રીતે હજારો રોજગાર તકો સર્જાશે.

જ્યારે ગુજરાતની સુચી સેમિકોન પ્રા.લિ. દ્વારા સુરત ખાતે સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ટેસ્ટિંગ (OSAT) યુનિટ સ્થાપવામાં આવશે. આ આધુનિક પ્લાન્ટમાં દર વર્ષે 100 કરોડથી વધુ ચિપ્સના પેકેજિંગ અને ટેસ્ટિંગ કરવાની ક્ષમતા રહેશે, જેમાં પાવર અને એનાલોગ સેમિકન્ડક્ટર ચિપ્સનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે ઉપયોગી આ ચિપ્સનું ઉત્પાદન “મેક ઇન ઇન્ડિયા” અભિયાનને બળ આપશે તેમજ પ્રદેશમાં રોજગારના નવા અવસર ઊભા કરશે.

કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ઇન્ડિયા સેમિકંડકટર મિશન હેઠળ મંજૂર થયેલા આ પ્રોજેક્ટોમાંથી એક પ્રોજેક્ટ ક્રિસ્ટલ મેટ્રીક લિમિટેડ દ્વારા ગુજરાતના ધોલેરા ખાતે સ્થાપિત કરવામાં આવશે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR)માં આવનારો આ યુનિટ રાજ્યને ગ્લોબલ સેમિકન્ડક્ટર મેપ પર મજબૂત સ્થાન અપાવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન, એસેમ્બલી અને ટેસ્ટિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ખાસ કરીને ગેલિયમ નાઇટ્રાઇડ (GaN) આધારિત મિની અને માઇક્રો-એલઇડી ડિસ્પ્લે મોડ્યુલોનું ઉત્પાદન કરવામાં આવશે, જે ભારત માટે પ્રથમ વ્યાવસાયિક પહેલ ગણાશે. GaN ટેક્નોલોજી વધુ કાર્યક્ષમ, ઊંચી બ્રાઇટનેસ અને ઓછી ઉર્જા વપરાશ માટે જાણીતી છે, જેના કારણે તે ભવિષ્યની ડિસ્પ્લે ટેક્નોલોજીમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

ધોલેરાના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા અંગે વાત કરીએ તો, આ યુનિટ દર વર્ષે આશરે 72,000 ચોરસ મીટર જેટલા અદ્યતન ડિસ્પ્લે પેનલનું ઉત્પાદન કરશે. સાથે જ 24,000 સેટ GaN એપિટેક્સી વેફર્સ પણ તૈયાર કરવામાં આવશે. આ ઉત્પાદનોનો ઉપયોગ ટેલિવિઝન, સ્માર્ટફોન, ઓટોમોબાઇલ ડિસ્પ્લે, ડિજિટલ સાઇનેજ ઉપરાંત એક્સ્ટેન્ડેડ રિયાલિટી (XR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને સ્માર્ટ વેરેબલ્સ જેવા નવા યુગના ઉપકરણોમાં થશે.

વિશેષજ્ઞોના મત મુજબ, આ પ્રોજેક્ટ ભારતને ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે અને દેશને “આત્મનિર્ભર ભારત” અભિયાન તરફ આગળ ધપાવશે. સાથે જ ગુજરાતમાં પહેલેથી જ ઉભી થઈ રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ જેમ કે ધોલેરા SIRમાં વિકસતી સુવિધાઓને આ પ્રોજેક્ટથી વધુ વેગ મળશે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ નહીં પરંતુ હાઈ-ટેક ઇનોવેશન સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે. આ નિર્ણયથી વૈશ્વિક રોકાણકારોમાં પણ વિશ્વાસ વધશે અને આગામી સમયમાં વધુ મોટી ટેક કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાય તેવી શક્યતા છે.

You Might Also Like

૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ

જેલોની વ્યવસ્થા માટે બનાવેલી કમિટી પાસે રિપોર્ટ માંગતી ગુજરાત હાઇકોર્ટ

અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો

ડાયાબિટીસ સહિત ૨3 દવાના ભાવમાં ફેરફાર

વાહનોની નંબર પ્લેટમાં સ્નેપ લોક ફરજીયાત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
M.Pharmમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર: ૧૮૧૭ છાત્રોને સીટની ફાળવણી
ગુજરાતરાજકોટ

M.Pharmમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર: ૧૮૧૭ છાત્રોને સીટની ફાળવણી

Editor By Editor 7 days ago
વોર્ડ નં.૧૨-૧૫માં કામ મંજૂર થતાં કોર્પોરેટરે નિર્ણયને આવકાર્યો
એક વર્ષમાં રૂ. 70,278 કરોડની આવક
અદાણી CNG વધુ રૂ.૪ મોંઘો, ૧૨ દિવસમાં બીજી વખત ભાવ વધારો
હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?