By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    2 days ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    3 days ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    4 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ

Editor
Last updated: 2026/04/24 at 4:30 PM
2 hours ago
Share
ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
SHARE

ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ

દુનિયાને આજે અણુબોમ્બ નહીં અણુવ્રતની જરૂર છે

સાધુ આંસુઓ પી જાય છે, એને કોઈ રૂમાલની જરૂર નથી!

જીવન જ સાધના છે, સાધનાને જીવનથી જૂદી ન પાડો!

 

આદિનાથ અને અનાદિશંકરની ભૂમિ તથા ભિન્ન-ભિન્ન ધારાઓની પ્રગટ-અપ્રગટ ચેતનાઓના વાયુમંડળમાં પ્રવાહિત થઈ રહેલી રામકથા ‘માનસ શિવ-સંકલ્પ’ના છઠ્ઠા દિવસે- ગઈકાલે કથાનો પ્રેમ સંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, સનાતન ધર્મનું સપ્તક છે આ સાત તત્વો સનાતની છે (૧) બ્રહ્મ (૨) પરમપુરૂષ-પરમાત્મા (3)જીવ (૪) ધર્મ (૫) સ્વભાવ (૬) સત્ય અને જીવન સંગીત અઘ્યાત્મ સંગીતનો ‘સા’ એટલે સાધુ બ્રહ્મ સનાતન છે. પુરૂષ એટલે પરમ પુરૂષ (સ્ત્રી-પુરૂષના સંદર્ભમાં નહિં) પરમાત્મા પણ સનાતન પુરૂષ છે. આપણે સૌ પુરાતન થશું પણ પરમપુરૂષ સનાતન છે. જીવ પણ સનાતન છે. ધર્મ તો સનાતન છે જ. આપણો સ્વભાવ પણ સનાતન છે જે જન્મોજન્મ આપણી સાથે જ પ્રગટે છે એટલે સ્વભાવને પણ શાસ્ત્રોએ સનાતન કહ્યો છે. સત્ય તો સનાતન છે જ. આપણે કહીએ છીએને કે સનાતન સત્ય છે અને સનાતન રૂપી સંગીતનો સપ્તક ‘સા’ એટલે સાધુ. સાધુ સનાતન છે. કોઈએ પૂછ્યું છે કે, બાપુ ગઈકાલે વાત થતી હતી કે સાધુ તો ઈશ્વરના પણ આંસુ લુછે તો સાધુના આંછુ કોણ લૂછે? જવાબ: સાધુ આંસુ પી જાય છે એના આંસુડા લુછવાની જરૂર નથી! એને કોઈ રૂમાલની જરૂર નથી. સાચો સાધુ આંસુડા પી જાય છે એની કોઈને ખબર પણ નથી પડતી!

સનાતન ધર્મનું અયલ શિખર કૈલાસ છે, સનાતન ધર્મનો પરમ પવિત્ર પ્રવાહ ગંગા છે. સનાતન ધર્મનું વૃક્ષ અક્ષયવટ છે. ઓમથી રામ સનાતન નામ છે, સનાતન ધર્મની ધરતી ધીરજ (ધૈર્ય)છે અને સનાતન ધર્મની હવા હનુમાન છે. એક પ્રશ્ન હતો કે, બાપુ તમે પાંચ દિવસથી સંકલ્પ, પ્રણ, વચન, પ્રતિજ્ઞા વગેરે વિશે કહો છો તો ટૂંકમાં અમારે કરવું શું? એ કહોને તો અમને ખબર પડે! જવાબ: બાપ, મારા ગામડાના ભાઈઓ-બહેનો, સનાતન માટે આ ચાર વસ્તુ યાદ રાખજો… (૧) શાંત-શાંતિ (૨) વિચાર (3) સંતોષ અને (૪) કોઈ સાધુનો સંગ. વિશેષ કશું કરવાની જરૂર નથી. પણ આ ચાર વસ્તુ પકડી લો એટલે બેડો પાર… પણ કઠી છે. શાંત થવું- શાંત રહેવું, શાંતિ રાખવી અઘરી છે. આપણે કેટકેટલા વિચારોથી ભરેલા છીએ. વિચાર-વિચાર-વિચાર…. બૌ વિચારો ન કરવા, સાત્વિક વિચારનો સ્વીકાર છે અને સંતોષ ખુબ જરૂરી છે. આપણને સંતોષ ક્યાં છે? અને છેલ્લે કોઈપણ સાધુનો સંગ અત આવશ્યક છે. આ ચાર વાત યાદ રાખજો.

કાલે મહાવીર બાપુ રણછોડ ગીરીબાપુ અને બજરંગદાસબાપુનો એક પ્રસંગ કેતા’તા. એ તમને કહું એકવાર બજરંગદાસ બાપુ રણછોડ ગીરીબાપુને મળે છે, રણછોડગીરીબાપુ તો સ્મશાનમાં જ રહેતા’તા. તો બન્ને મળે છે ત્યારે બજરંગદાસબાપુઅ કીધુ કે, વાલા, ચા પીવો છે. એટલે રણછોડગીરીબાપુ દૂધ લેવા માટે ગામમાં જાય છે પણ ક્યાંયથી દૂધ ન મળ્યું. પૂનમની રાત હતી અને બજરંગદાસ બાપુને ચા પીવાની ઈચછા હતી. દૂધ મળ્યું નહીં તો બજરંગદાસ બાપુ બોલ્યા-વાલા, તપેલી આપો, આ પૂનમનું અજવાળું છે, લાવો તપેલી, રણછોડગીરીબાપુએ તપેલી આપીને ચાંદાના અજવાળા નીચે જાણે ગાય દોહતા હોય એમ ક્રિયા કરીને દૂધ વછુટ્યું, ગાયના આંચળમાંથી ધારા પડતી હોય એમ તપેલીમાં દૂધ ભરાઈ ગયું! (આને અન્યથા ન લેશો) બાપ, સાધુને ઓળખી શકાતો નથી! ચંદ્રમાંથી અમૃત ઝરે તો શું દુધ ન ઝરે?

અઘ્યાત્મમાં ગતિ કરવી હોય એણે આ પાંચ વ્રત યાદ રાખવા જરૂરી છે. મૌન ખુબ મૌખ રાખો, જરૂર પૂરતું જ બોલવું. મૌનવ્રત-સ્વયંવ્રત-અઘ્યાત્મ માટે સંયમવ્રત ખુબ જ જરૂરી છે. ધર્મવ્રત-કોઈપણ ધર્મવ્રત જે ધર્મ તમને રૂચે એનું ધર્મવ્રત અને જાગરણ વ્રત એટલે કે સાવધાન રહેવું. જાગરણ ખુબ જરૂરી છે. જીવન અને સાધના જૂદા નથી, જીવન જ સાધના છે સાધનાને જીવનથી જૂદી ન પાડો. જીવનમાં જ સાધના રહેલી છે.

કથા રત્નો

(૧) કોઈએ પૂછ્યું કે: ભેખ લેવા માટે દેશ છોડવો પડે!

જવાબ: દેશ છોડવાની જરૂર નથી દ્વેષ છોડો!

(૨) સાધુ હોય એ આંસુ પી જાય છે, એને કોઈ રૂમાલની જરૂર નથી!

(3) સંસાર રોગ છે, વિચાર એનું ઔષધ છે: જગદગુરુ શંકરાચાર્યજી

(૪) સનાતન ધર્મની હવા હનુમાન છે

(૫) સાધુ ભેખને નીંદે એને ધિક છે રે…

એ તો પથ્થર માથાને ટેકે છે રે…

પણ સાધુ વેશને વંદે એને ધન્ય છે રે…

You Might Also Like

આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ

એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ

શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ

બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ

“સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત
ગુજરાત

જેતપુરના જેતલસર પાસે અર્ટિગાએ ટેમ્પો અને ઇકોને ફંગોળ્યા, ત્રણ ઈજાગ્રસ્ત

Editor By Editor 3 days ago
એરપોર્ટ જૈન સંઘના આંગણે મુની મનકચંદ્રસાગર મહારાજ સાહેબનું વ્યાખ્યાન યોજાયું
અમરેલીના બિનાકા ચોકમાં ડિલક્ષ પાન પાસે જાહેરમાં યુવક પર છરી વડે હુમલો
મોહ ભંગ! અમેરિકા છોડી ૪૦ ટકા ભારતીયો સ્વદેશી પરતની તૈયારીમાં
ગોંડલના કોલીથડ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ભાજપનો ખેસ પહેર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?