By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

Editor
Last updated: 2026/04/28 at 6:41 PM
2 months ago
Share
ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી
SHARE

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

ઘરની ઓસરીમાં રમતી બાળકીને જડબાથી દબોચી ખેતરમાં લઈ ગયો નરભક્ષી સિંહ

ગ્રામજનોની બૂમાબૂમ બાદ લાશ મૂકી નાસી છૂટ્યો, વન વિભાગ સામે રોષ

 

અગ્ર ગુજરાત, ઉના

ગીર પંથકમાં દિન-પ્રતિદિન વધી રહેલા માનવ-વન્ય જીવ સંઘર્ષે વધુ એક માસૂમનો ભોગ લીધો છે. ઉનાના ડમાસા ગામના વાડી વિસ્તારમાં સોમવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યો. ઘરની ઓસરીમાં માતાની નજર સામે રમી રહેલી માત્ર 4 વર્ષની નિર્દોષ બાળકી હેમાંશી પામકને સિંહ જડબા થી દબોચીને ખેતરમાં લઈ ગયો અને તેનો જીવ લઈ લીધો.

માતાની નજર સામે જ માસૂમનો કોળિયો કરી ગયો સિંહ ડમાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા જુવલ ભાઈ પામકની 4 વર્ષની પુત્રી હેમાંશી તેની માતા સવિતાબેન સાથે સાંજના સમયે ઘરની ઓસરીમાં બેઠી હતી. સવિતાબેન તેમના નાના પુત્રને તાવની દવા આપી રહ્યા હતા. એ જ ક્ષણે કાળ બનીને આવેલા સિંહે અચાનક ત્રાટકીને હેમાંશીને જડબામાં પકડી લીધી. માતા કંઈ સમજે કે ચીસ પાડે તે પહેલાં જ સિંહ માસૂમને ઉઠાવીને નજીકના ખેતરમાં અદ્રશ્ય થઈ ગયો. માતાની આંખ સામે જ દીકરીનો જીવ જતા જોઈ સવિતાબેન આઘાતથી સુન્ન થઈ ગયા.

ઘટનાની જાણ થતાં જ ગામલોકો લાકડીઓ લઈને ખેતર તરફ દોડ્યા. સિંહ બાળકીને ઘરેથી અંદાજે 500 મીટર દૂર ખેતરમાં ઢસડી ગયો હતો. ગ્રામજનોના હોબાળા અને બૂમાબૂમથી ગભરાઈને સિંહ બાળકીના ક્ષત-વિક્ષત મૃતદેહને ત્યાં જ છોડીને બાજુના ખેતરમાં નાસી છૂટ્યો. જ્યારે પરિવારજનોએ હેમાંશીનો મૃતદેહ જોયો ત્યારે કાળજું કંપાવી નાખે તેવું દૃશ્ય હતું. માસૂમના મૃતદેહને જોતાં જ આખું ગામ હિબકે ચઢ્યું હતું.

ઘટના બાદ ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગનેજાણ કરી, પરંતુ અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ એક કલાક મોડી પહોંચતા સ્થાનિકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો કે આ વિસ્તારમાં સિંહોની સતત અવરજવર હોવા છતાં વન વિભાગ દ્વારા નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. સિંહોને માનવ વસાહતમાં પ્રવેશતા અટકાવવા માટે કોઈ નક્કર આયોજન કે પગલાં લેવાયા નથી. આ કરુણ ઘટના બાદ સમગ્ર ડમાસા અને આસપાસના પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વાલીઓ પોતાના બાળકોને ઘરની બહાર કાઢતા પણ ડરી રહ્યા છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે વન વિભાગના કર્મચારીઓ અને ગાર્ડ દિવસે કે રાત્રે ક્યારેય નજરે પડતા નથી.

ગ્રામજનોએ વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, કેટલાક મળતિયાઓ અને ગાર્ડ દ્વારા મહેમાનોને પૈસા લઈને સિંહ દર્શનની ‘સેટિંગ’ કરી આપવામાં આવે છે. સિંહનું ચોક્કસ લોકેશન આપીને પ્રવાસીઓને જંગલમાં લઈ જવાય છે. આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓના કારણે સિંહો માનવ વસાહતથી ટેવાઈ ગયા છે અને માનવનો ડર ઓછો થતાં આવા હુમલા વધી રહ્યા છે.  આ કરુણતા ભરી ધટના બાદ મૃતક દિકરી ને પી એમ માટે ઉના હોસ્પિટલમાં લાવવામાં આવી છે અને કાર્યવાહી હાથ ધરી છે

દિન-પ્રતિદિન વધતા જતા વન્યજીવ હુમલા ચિંતાનો વિષય

છેલ્લા કેટલાક વર્ષોથી ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ, દીપડા અને અન્ય વન્યજીવોના હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. જંગલ વિસ્તાર સતત ઘટી રહ્યો છે અને સિંહોની વસ્તી વધી રહી છે, જેના કારણે તેઓ ખોરાકની શોધમાં ગામડાઓ તરફ આવી રહ્યા છે. માત્ર ઉના પંથકમાં જ છેલ્લા એક વર્ષમાં સિંહના હુમલામાં અડધો ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

સિંહ ની વસ્તી વધતા ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં આવતા થયા

વન વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા 700ને પાર કરી ગઈ છે, પરંતુ તેમના માટેના રહેઠાણ અને શિકારની વ્યવસ્થા અપૂરતી છે. પરિણામે માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ વકરી રહ્યો છે. નિષ્ણાતોના મતે, સિંહોના કોરિડોર, પૂરતા પેટ્રોલિંગ, ગામલોકોમાં જાગૃતિ અને ગેરકાયદે સિંહ દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર તંત્રની નિષ્ક્રિયતા અને વન્યજીવ વ્યવસ્થાપનની પોલ ખોલી નાખી છે. એક માસૂમનો ભોગ લેવાયા બાદ હવે તંત્ર જાગશે કે પછી હજુ વધુ જીવ જશે તે સૌથી મોટો સવાલ છે.

 

You Might Also Like

 ૨૧ જૂન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવ રાવ બલિરામ હેડગેવારની પુણ્યતિથિ

રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ

કાલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : સ્વસ્થ જીવન તરફનું વૈશ્વિક આંદોલન

 સાવજોની સુરક્ષા થશે મજબૂત, ગીરમાં બનશે એલિવેટેડ કોરીડોર

એક વર્ષ બાદ પણ 260 જિંદગીઓની ચીસો સંભળાય છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક
રાજકોટ

 ખેડાના ગલતેશ્વરમાં ૨.૯૧ ઇંચ, ૫૨ તાલુકામાં સાર્વત્રિક

Editor By Editor 3 days ago
રાજવીને કદ કરી રોકડ, દાગીના અને રાયફલ સહિત રૂ.2.49 કરોડની લૂંટ
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિ દ્વારા 12માં વિશ્વ યોગ દિવસે શિબિર યોજાઇ
ખેડૂતોની જમીનમાં વીજ પોલ અને વીજ લાઇનોના કામ હાલ અટકાવવા માંગણી
સરસ્વતી શિશુમંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?