By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 hour ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર

Editor
Last updated: 2026/05/07 at 4:50 PM
51 minutes ago
Share
જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર
SHARE

જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર

ભાજપના જ કાર્યકર દ્વારા કરાયેલી RTIમાં ખૂલાસો થયાના આક્ષેપ : રજૂઆત કરવા છતા  તંત્રના આંખ આડા કાન : ખોટા બિલો રજૂ કરાયા હોવાની રાવ

 

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા ભૂગર્ભ ગટર પ્રોજેક્ટના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના પુરાવા સાથે આક્ષેપ કરાતા ખળભળાટ મચ્યો છે. ભાજપના આગેવાન દ્વારા જ RTI કરી વિગત માંગવામાં આવતા કરોડોના પ્રોજેક્ટમાં ચાલી રહેલી લાલિયાવાડી ખુલ્લી પડી છે. ભાજપ આગેવાને આક્ષેપ કર્યો છે કે, ભૂગર્ભ ગટરનું કામ કરી રહેલી એજન્સી દ્વારા જે પેઢીના બિલ રજૂ કરવામાં આવ્યા છે તેમાંના કેટલાક બિલ ખોટા છે. જે પેઢીના બિલ રજૂ કરાયા છે તે પેઢીએ પોતાના બિલ હોવાનો ઈન્કાર કર્યો છે. આ મામલે પોલીસે અને અરજદાર દ્વારા કોર્પોરેશનને પુરાવા સાથે લેખિતમાં રજૂઆત કરી હોવા છતા કોઈ કાર્યવાહી ન થતા આશ્ચર્ય સર્જાયું છે.

​આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર અને જાગૃત નાગરિક નરેશભાઈ ડવે જૂનાગઢ મહાનગરપાલિકા પાસેથી માહિતી અધિકાર હેઠળ વિગતો માંગી હતી જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મનપા દ્વારા આપવામાં આવેલા અંદાજે 12 હજાર જેટલા કાગળોની ચકાસણી કરતા સામે આવ્યું છે કે, ભૂગર્ભ ગટરના કામમાં મોરબી, ટંકારા, મહેસાણા અને વિજાપુર જેવી દૂરની પેઢીઓના બિલો રજૂ કરવામાં આવ્યા છે. જાગૃત નાગરિક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પૈકીના મોટાભાગના બિલો નકલી છે અને તેમાં જીએસટી નંબરનો પણ ઉલ્લેખ નથી. જ્યારે આ પેઢીઓના માલિકોનો પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ બિલો તેમના નથી અને તેમણે જૂનાગઢ મહાનગરપાલિકાને ક્યારેય કોઈ માલસામાન સપ્લાય કર્યો નથી. આ બાબત સાબિત કરે છે કે સરકારી નાણાંનો વ્યય કરવા માટે બોગસ બિલોનું આખું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે.

​તંત્રની કામગીરી પર બીજો મોટો સવાલ એ ઉભો થાય છે કે કમિશનર દ્વારા આ મામલાની તપાસ ‘સવજાણી કંપની’ ને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કંપની પોતે જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી એટલે કે પીએમસી તરીકે કામ કરી રહી છે જેની જવાબદારી કામ પર દેખરેખ રાખવાની હતી. જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે જે કંપનીના નાકની નીચે આ ભ્રષ્ટાચાર થયો છે તેને જ તપાસ સોંપવી એ ગુનેગારને જ ન્યાયાધીશ બનાવવા સમાન છે. આ ઉપરાંત ગટરમાં હાઈડ્રોલિક ડિઝાઇનનો અભાવ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જો ડિઝાઇન યોગ્ય રીતે કરવામાં આવી હોત તો માંગનાથ રોડ અને કડિયાવાડ જેવા વિસ્તારોમાં ગટરના પાણી રોડ પર ફરી ન વળ્યા હોત. આવનારા ચોમાસામાં પણ જૂનાગઢના નાગરિકોએ હાલાકી ભોગવવી પડશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

​રેતી, કપચી અને લોખંડ જેવા મટીરીયલના બિલોમાં પણ મોટી ગેરરીતિ થઈ હોવાનું અનુમાન છે કારણ કે વારંવાર માંગણી કરવા છતાં આ બિલો પૂરા પાડવામાં આવ્યા નથી. માટી ખોદાણની રોયલ્ટી ચોરી કરીને પણ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. એક અંદાજ મુજબ 450 કરોડના ફેઝ-2 ના કામમાં આશરે 150 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા મેઝરમેન્ટ બુક એટલે કે એમબીના આધારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે આ બાબતે વધુ માહિતી માંગવામાં આવે છે ત્યારે અધિકારીઓ દ્વારા ‘રેકોર્ડ ઉપલબ્ધ નથી’ તેવા ગોળ-ગોળ જવાબો આપીને માહિતી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાસક પક્ષના જ કાર્યકર દ્વારા પોતાની જ સરકારના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહે છે કે જૂનાગઢના કમિશનર આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક પગલાં ભરે છે કે પછી આ મામલો પણ દબાવી દેવામાં આવે છે. તેવી ચર્ચા થઇ રહી છે.

You Might Also Like

બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા

ખેત મજૂરના ચાર વર્ષના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો.:આણંદપુરમાં ઘરમાં કીડીઓ નીકળતા બહાર સૂવા ગયેલા પરિવાર પાસે સુતેલા બાળક પર દીપડાનો ત્રાટક્યો, ચાર વર્ષના માસૂમનું મોઢું ફાડી ખાધું.

જૂનાગઢના તોરણીયામાં વન કર્મચારીના ભાઇ-સગાઓ દ્વારા સિંહોની પજવણી

કેશોદમાં જૂની અદાવતમાં મતદાનના દિવસે ભાજપ કાર્યકરો વચ્ચે ધબધબાટી

ગિરનાર બચારો અભિયાન! સાધુ-સંતોની અભૂતપૂર્વ મહારેલી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ
ગુજરાત

નર્મદા ડેમમાં ભર ઉનાળે 72 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, ગત વર્ષ કરતા 12.18 ટકા વધુ

Editor By Editor 2 days ago
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
 બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો
રાજકોટ સહિત 15 કોર્પોરેશનોના કોર્પોરેટરોના નામ ગેઝેટમાં જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?