વીવીપી કોલેજના ઈલેક્ટ્રિકલ વિભાગ દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો
એક સપ્તાહ ચાલેલા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ૬૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ પ્રતિભા દર્શાવી
અગ્ર ગુજરાત, રાજકોટ
વીવીપી એન્જિનિયરિંગ કોલેજના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સેમેસ્ટર ત્રણ, પાંચ, અને સાતના ડિગ્રી એન્જિનિયરિંગ અને સેમેસ્ટર ત્રણ ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આખા સપ્તાહના સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન થયું હતું . આ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીક વેહિકલ્સ, પાવર સિસ્ટમસ, રિસર્ચ પેપર રાઇટિંગ, એન્ટરપ્રિન્યોરશીપ, વેસ્ટ મેનેજમેન્ટ અને તેના ઉપયોગો વગેરે વિષયો પર માહિતી મેળવી હતી. ૬૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામમાં જોડાયા હતાં.
સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વેસ્ટ બાયોમાસને ફિનિશડ પ્રોડક્ટમાં કઈ રીતે બદલાવી શકાય, ઉદ્યોગ સાહસિક બનવા માટે હિંમતની સૌથી વધુ જરૂર શું કામ છે, ઓટોમેશન તેમજ પ્રોગ્રામ લોજિક કંટ્રોલરની રિયલ એપ્લિકેશનસ, ઇલેક્ટ્રોનિક્સની ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશનસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાની કરિયર બનાવવા કરી શકે, રિસર્ચ પેપર કઈ રીતે લખી શકાય વગેરે વિષયો પર ખાસ ભાર મુકાયો હતો. જેમાં એક્સટરનલ એક્સપર્ટ તરીકે જગદીશભાઈ વેકરીયા, વિવેકભાઈ અપાણી, રાજભાઈ સોની, ઓમ નારાયણકુમાર, ઉત્સવભાઈ ભરવાડીયા, વિશાલભાઈ વાઢેર, ઈશ્વરભાઈ રેડ્ડીએ વગેરેએ થીયરી અને પ્રેક્ટિકલ બંને પ્રકારની હેન્ડ્સ ઓન માહિતી આપી હતી. પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ જાતે જ પ્રોજેક્ટ્સ પણ બનાવ્યાં હતાં અને પ્રતિભાવ આપ્યો હતો કે, આવા સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વીવીપી ઈલેક્ટ્રિકલની ઓળખાણ છે. અમારા જેવા ભવિષ્યના એન્જીનીયરોને ઇન્ડસ્ટ્રીઝમાં કઈ સ્કીલની વધુ જરૂર પડે છે તે જો આ જ રીતે બેચલર્સ કરતાં કરતાં શીખવાય તો તે ખૂબ જ સારી બાબત કહી શકાય.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રિન્સિપાલ ડો. પિયુષભાઈ વણઝારાના સુંદર માર્ગદર્શન હેઠળ હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ ડો. સચિનભાઈ રાજાણી, પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડો. કિશનભાઈ ભાયાણી, ડો. અલ્પેશભાઇ આદેશરા,ડો. શિલ્પાબેન કાથડ, ડો. દેવાંગભાઈ પરમાર, પ્રો. અમિતભાઈ પાઠક, પ્રો. હાર્દિકભાઇ પંડયા, પ્રો. અનુપભાઇ બુધરાણી, પ્રો. દીપકભાઈ વરુ, પ્રો. કુંજનભાઈ ભંડેરી, દેવેન્દ્રભાઈ રાવલ, અનિલભાઈ વસાણી તેમજ સમગ્ર કર્મચારી અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમની સફળતા બદલ ટ્રસ્ટીઑ કૌશિકભાઈ શુક્લ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણિયાર,ડો.નરેન્દ્રભાઈ દવે તથા ડો. નવીનભાઈ શેઠે શુભેચ્છાઓ પાઠવી હતી.


