વોર્ડ નં.૧પમાં ગંજીવાડા શેરી નં.૧ થી ૭માં રૂ.૧૪.૨૦ લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન કામનું ખાતમુહૂર્ત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫ વિસ્તારમાં આવેલા ગંજીવાડા શેરી નં.૧ થી ૭ ખાતે રૂ.૧૪,૨૦,૦૦૦ના અંદાજીત ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાના નવીન કામનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
ગંજીવાડા વિસ્તારના સ્થાનિક રહિશો દ્વારા છેલ્લા ૮ મહિનાથી સતત ડ્રેનેજ લાઇન અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી. લોકમાંગણીને ધ્યાને રાખીને વોર્ડ નં.૧૫ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર મનીષાબેન પ્રવિણભાઇ રોજાસરા, મકબુલભાઇ દાઉદાણી તથા સુધાબા રામદેવસિંહ વાઘેલા દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં સતત ફોલોઅપ કરીને આ મહત્વપૂર્ણ કામ મંજૂર કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના સ્થાનિક અધિકારીઓ સ્થાનિક આગેવાનો અકબરભાઇ, અલ્તાફભાઇ, રમેશભાઇ, પ્રકાશભાઇ, ચેતનભાઇ, તથા ગંજીવાડા વિસ્તારના તમામ લત્તાના ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કામ પૂર્ણ થવાથી ગંજીવાડા વિસ્તારના સ્થાનિક રહીશોની લાંબા સમયની પ્રાથમિક સુવિધા અંગેની રજૂઆતનો કાયમી ઉકેલ આવશે.


