કણસાગરા કોલેજમાં રાષ્ટ્રીય પર્વે ‘યશગાથા’ અંતર્ગત માતા-પિતાના હસ્તે વિદ્યાર્થીઓનું બહુમાન
NSS, NCC અને સ્પોર્ટ્સમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું માતા-પિતાના હસ્તે સન્માન થતાં ગૌરવપૂર્ણ માહોલ સર્જાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કે. એસ. એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ ખાતે ‘યશગાથા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન NSS, NCC અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું તેમના જ માતા-પિતાના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમમાં યશવંત ગોસ્વામી દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. સંતાનોની સફળતાને બિરદાવવા માટે માતા-પિતાના હસ્તે સન્માન અર્પણ કરાતાં આ ક્ષણ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અત્યંત ભાવનાત્મક અને પ્રેરણાદાયી બની રહી હતી. કોલેજના આચાર્ય સ્નેહલ પલાણે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે ઈતર પ્રવૃત્તિઓના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત NSS પ્રોગ્રામ ઓફિસર રેણુકા ચાવડા, NCC લેફ્ટનન્ટ વર્ધા મેડમ, સ્પોર્ટ્સ વિભાગના રાજેન્દ્ર સેજલીયા અને મેનેજમેન્ટ પ્રતિનિધિ રાજેશ કલારીયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. માતા-પિતા, શિક્ષકો અને સંસ્થાના સુંદર સમન્વય સાથે યોજાયેલો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની નવી સિદ્ધિઓ તરફ આગળ વધવા માટેનો શ્રેષ્ઠ અવસર બની રહ્યો હતો.


