ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ૮૦ માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી
જનરલ રિસર્ચનું અનાવરણ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
ટી.વી.મહેતા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલિત ગાર્ડી વિદ્યાપીઠ ખાતે 80માં સ્વતંત્રતા પર્વની ઉજવણી હોંશભેર કરવામાં આવી હતી. આ ઉજવણીમાં છાપરા ગામના સરપંચ દેહાભાઈ તેમજ દેવડા ગામના સરપંચ મયુરભાઈ, ઉપસરપંચ નિલેશભાઈ તેમજ સદસ્ય ધવલભાઇ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ઉજવણીની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે કરવામાં આવેલી. તિરંગાને સલામી આપ્યા બાદ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર જય મહેતા એ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું અને સર્વે સ્ટાફ મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ હોમિયોપેથી, એન્જિનીયરિંગ તથા આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો દ્વારા દેશભક્તિ નૃત્ય અને ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત છાપરા ગામના સરપંચ દેહાભાઈએ પોતાના ઉદબોધનમાં ભારત દેશના ગૌરવવંતા ઇતિહાસ અને ભવિષ્યના નિર્માણ માટે યુવાઓમાં જરૂરી ક્ષમતા અંગે વાત કરી હતી. કાર્યક્રમના અંતમાં એન્જીનીયરિંગ કોલેજના કેટલાક વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં હોમીયોપેથી કોલેજ દ્વારા પ્રકાશિત કરવામાં આવતી ગાર્ડી જર્નલ ફોર હોમિયોપેથીક સાયન્સ એન્ડ રિસર્ચનું અનાવરણ સંસ્થાના વડા, મહેમાનો તેમજ આ વર્ષની બીજી આવૃત્તિના ઈશ્યૂ એડિટર ડો .નીરવ ગણાત્રા અને ચીફ એડિટર પ્રિન્સીપાલ ડૉ. અનુપકુમાર દાસના હસ્તે કરવામાં આવ્યું હતું.


