By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    2 days ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    3 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    4 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    5 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાકાના હાથમાંથી 11 વર્ષના માસૂમને ખેંચી જઈ ફાડી ખાધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જૂનાગઢ

કાકાના હાથમાંથી 11 વર્ષના માસૂમને ખેંચી જઈ ફાડી ખાધો

Editor
Last updated: 2026/07/11 at 3:51 PM
8 hours ago
Share
કાકાના હાથમાંથી 11 વર્ષના માસૂમને ખેંચી જઈ ફાડી ખાધો
SHARE

ગિરનારમાં સાવજનો મોતનો તરાપ

કાકાના હાથમાંથી 11 વર્ષના માસૂમને ખેંચી જઈ ફાડી ખાધો

મહેમદાવાદના મોડજ ગામથી દર્શને આવેલા આદિવાસી પરિવાર પર આભ તૂટી પડ્યું, વહેલી સવારે અંધારામાં હુમલો

મુખ્ય સીડી માર્ગ બંધ, ત્રણ સિંહને પકડવા વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ ; સુરક્ષાના અભાવે યાત્રિકોમાં ભારે ભય

અગ્ર ગુજરાત, જૂનાગઢ

જૂનાગઢના વિશ્વવિખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર શનિવારે વહેલી સવારે હૃદય કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી દર્શનાર્થે આવેલા આદિવાસી પરિવારના 11 વર્ષીય બાળક પર ગિરનારના મુખ્ય સીડી માર્ગ પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. ગિરનાર દરવાજાથી અંદાજે 50 જેટલા પગથિયાં ઉપર પહોંચતા જ અંધારામાંથી આવેલા સિંહે બાળકને કાકાની નજર સામે જ ખેંચીને જંગલમાં લઈ ગયો હતો. બાદમાં કરવામાં આવેલી શોધખોળ દરમિયાન બાળકના બુટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને હાહાકાર ફેલાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ મૃતક મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના કાકા સહિત પરિવારજનો સાથે ગિરનાર ચડવા આવ્યો હતો. સવારે લગભગ પોણા છ વાગ્યે યાત્રા શરૂ કરવામાં આવી હતી. પરિવારના જણાવ્યા મુજબ બાળક કાકાનો હાથ પકડીને આગળ વધી રહ્યો હતો ત્યારે અચાનક સિંહે પાછળથી હુમલો કરી બાળકને મોંમાં પકડી જંગલ તરફ ખેંચી લીધો હતો. પરિવારજનોની ચીસાચીસ વચ્ચે અન્ય યાત્રિકો પણ દોડી આવ્યા હતા, પરંતુ સિંહ જંગલમાં ઓઝલ થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ભવનાથ પોલીસ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શોધ દરમિયાન બાળકના બુટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય સીડી માર્ગ પર યાત્રિકોની અવરજવર તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી અને જટાશંકર તરફના જૂના માર્ગ પરથી યાત્રિકોને ગિરનાર ચડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વન વિભાગે ત્રણ સિંહોની હાજરીની માહિતીના આધારે અલગ-અલગ ટીમો બનાવી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. ઘટનાસ્થળની આસપાસ પાંજરા ગોઠવવામાં આવ્યા છે તેમજ ડીસીએફ અને વેટરનરી તબીબોની ટીમ સતત મોનીટરીંગ કરી રહી છે.
પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગિરનારના મુખ્ય સીડી માર્ગ પર પૂરતી સ્ટ્રીટ લાઈટની સુવિધા નથી અને વન વિભાગનું નિયમિત પેટ્રોલિંગ પણ થતું નથી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સિંહો સીડીઓની આસપાસ ફરતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા હોવા છતાં કોઈ સાવચેતીના પગલાં લેવાયા ન હોવાનું તેઓએ જણાવ્યું હતું. જો સમયસર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોત તો આ દુર્ઘટના ટાળી શકાત તેમ પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ ઘટનાએ ગિરનાર યાત્રાની સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. યાત્રિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે અને હવે ગિરનાર પર માનવ અને વન્યજીવ વચ્ચે વધતા સંઘર્ષને લઈને તંત્રની કામગીરી પર સૌની નજર મંડાઈ છે.

50મા પગથિયે મોતનો હુમલો

ગિરનાર દરવાજાથી અંદાજે 50 પગથિયાં ઉપર પહોંચતા જ સિંહે બાળક પર અચાનક હુમલો કર્યો હતો. કાકાનો હાથ પકડી ચાલતા બાળકને સિંહ મોંમાં પકડી જંગલમાં ખેંચી ગયો હતો. સમગ્ર ઘટના પળવારમાં બનતાં કોઈ બચાવ કરી શક્યું નહોતું.

માત્ર બુટ, કપડાં અને અવશેષો જ મળ્યા

વન વિભાગ અને પોલીસની ટીમે જંગલમાં શોધખોળ કરતાં બાળકના બુટ, કપડાં અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. આ દૃશ્ય જોઈ પરિવારજનો ભાંગી પડ્યા હતા.

મુખ્ય સીડી માર્ગ બંધ, જૂના રૂટ પરથી યાત્રા

દુર્ઘટના બાદ વન વિભાગે મુખ્ય સીડી માર્ગ પર યાત્રિકોના પ્રવેશ પર રોક લગાવી હતી. હાલ જટાશંકર તરફના જૂના સીડી માર્ગ પરથી જ યાત્રિકોને ગિરનાર ચડવાની મંજૂરી આપવામાં આવી છે.

ત્રણ સિંહોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન

ઘટના બાદ ડીસીએફ, વેટરનરી ડોક્ટરો અને વન વિભાગની ટીમોએ ત્રણ સિંહોની શોધખોળ શરૂ કરી છે. પાંજરા ગોઠવાયા છે અને સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સ્ટ્રીટ લાઈટ અને પેટ્રોલિંગના અભાવે રોષ

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગિરનારના મુખ્ય સીડી માર્ગ પર પૂરતું અજવાળું નથી. નિયમિત પેટ્રોલિંગ અને સુરક્ષા કર્મચારીઓની હાજરી હોત તો આવી દુર્ઘટના અટકાવી શકાત.

ત્રણ દિવસથી સિંહ દેખાતા હોવાની ચર્ચા

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણથી ચાર દિવસથી ત્રણ સિંહ ગિરનારની સીડીઓની આસપાસ જોવા મળતા હતા. છતાં યાત્રિકોને કોઈ ચેતવણી કે વધારાની સુરક્ષા આપવામાં આવી નહોતી.

માતા-પિતા વિના કાકા સાથે આવ્યો હતો મયુર

11 વર્ષનો મયુરસિંહ પોતાના માતા-પિતા સાથે નહીં પરંતુ કાકા અને અન્ય પરિવારજનો સાથે ગિરનાર દર્શન કરવા આવ્યો હતો. પરિવાર માટે આ યાત્રા કાયમ માટે દુઃખદ યાદ બની ગઈ.

ગિરનાર યાત્રાની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો

આ ઘટના બાદ ગિરનાર યાત્રાધામમાં વન્યજીવોની હિલચાલ, સુરક્ષા વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ, પેટ્રોલિંગ અને વહેલી સવારે યાત્રા દરમિયાન સુરક્ષા પ્રોટોકોલને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. યાત્રિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

You Might Also Like

 અસ્થિ વિસર્જન કરવા જતાં પરિવારનો અકસ્માત, ચારના મોત

સોરઠમાં સોળે કલાએ ખીલેલી પ્રકૃતિ, મોસમને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા

ભેંસાણના વિશળ હડમતીયા ગામની શાળામાં ધો.૯ના વિદ્યાર્થીને ABCD બોલવાના ફાંફા

જૂનાગઢ RTOમાં સારથી પોર્ટલના સર્વરે સર્જી મુશ્કેલી, રોજ 120થી વધુ અરજદારો પરેશાન

સિંહબાળની હત્યાનો ફરાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો
ગુજરાત

ઉપલેટાના મોટી પાનેલી સહકારી મંડળી દ્વારા રૂ. ૨૬.૫૦ લાખનો વિક્રમી નફો

Editor By Editor 1 day ago
આજી, લાલપરી, ન્યારી, ખોખડદળ નદી, ત્રંબા સહિતના જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ
જૈન વિઝન દ્વારા કાલે સમાજના સેવાભાવીઓનું સન્માન કરાશે
અમેરિકા-ઈરાન તણાવથી કોમોડિટી માર્કેટમાં ગરમી: ક્રૂડ ઓઈલ ઉછળ્યું, સોના-ચાંદીમાં અસ્થિરતા
રાજકોટના 7 વિદ્યાર્થીઓને AICTEની પ્રતિષ્ઠિત સ્કોલરશિપ પ્રાપ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?