વોર્ડ નં.૪માં ૭૯ લોકોના લોહીના નમૂના લેવાયા
આરોગ્યની ૧૫૦ ટીમ દ્વારા ૧૭,૯૬૯ ઘરનો સર્વે, ૭3૭ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૧૪૯ આસામીઓને ફટકારી નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
ચોમાસાની ઋતુને ઘ્યાને લઇને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોગોના નિયંત્રણને અનુલક્ષીને જાહેર આરોગ્યના હિતાર્થે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૪/૦૮/૨૦૨૬ થી શરૂ કરવામાં આવેલ “વન-ડે-વન-વોર્ડ” કાર્યક્રમ અંતર્ગત તા.૦૫/૦૮/૨૦૨૬ ના રોજ વોર્ડ નં. ૪ વાહક નિયંત્રણની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
આગામી દિવસોમાં બાકી રહેતાં વોર્ડમાં આ ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. જેમાં દરરોજ એક-એક વોર્ડમાં આરોગ્ય વિભાગના અધિકારી / કર્મચારીઓ, ફિલ્ડવર્કર, MPHW, અર્બન ASHA ઘરે-ઘરે જઈને વાહક નિયંત્રણની જુદી – જુદી પ્રવૃતીઓ કરાવવામાં આવી રહી છે.
જેમાં વોર્ડ નં.૪ માં ૧૭,૯૬૯ ઘરની મુલાકાત લઇ ૭૬,૫૦૩ પાત્રો ચકાસવામાં આવેલ છે. જેમાંથી ૭૩૭ ઘરમાં પોરા જોવા મળતા તેનો નાશ કરવામાં આવેલ છે. ૧૪૫ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવેલ છે તથા મચ્છર ઉત્પતિ સબબ ૧૪૯ આસામીઓને નોટીસ આ૫વામાં આવેલ છે. ફિવર સર્વે દરમ્યાન ૭૯ વ્યકિતઓના લોહીના નમુના લેવામાં આવેલ.
આ ઝુંબેશ દરમ્યાન લગત વોર્ડમાં વોર્ડ નં. ૪ ના કોર્પોરેટર કંકુબેન કનજીભાઇ ઉઘરેજા, કોર્પોરેટર ભરતભાઇ જેસાભાઇ લીંઘાસીયા, કોર્પોરેટર રજેશ્રીબેન મહેશભાઇ માલવિયા અને સ્થાનિક આગેવાનો ૫ણ ઉ૫સ્થિત રહેલ હતા તથા ‘’વન – ડે – થ્રી – વોર્ડ’’ ઝુંબેશ ને સફળ બનાવવા લોકોને મચ્છર ઉત્પતિ અટકાયતી ઝુંબેશમાં સહકાર આ૫વા અપીલ કરવામાં આવેલ છે.
વાહકજન્ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વ નું ૫રિબળ છે. મચ્છેરથી થતા રોગો અને મચ્છ ર ઉત્૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્તુ ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. વરસાદ ૫હેલા અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ૫ક્ષીકુંજ અને ૫શુને પીવાની કુંડી નિયમીત સાફ કરીએ. ખુલ્લાત રહેતા મોટા પાણી ભરેલ પાત્રોમાં પોરાભક્ષક માછલી મુકીએ.
મચ્છારના કરડવાથી બચવા માટે મચ્છકરદાની, મોસ્ક્યુટો રીપેલન્ટન, મચ્છ ર અગરબતી નો ઉ૫યોગ કરીએ તથા તાવ આવે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્ર માં લોહીની તપાસ કરાવીએ, લોહીનું નિદાન અને સારવાર દરેક આરોગ્યવ કેન્દ્રનમાં વિનામુલ્યેી ઉ૫લબ્ઘા છે.
“આ ઝુંબેશનો હેતુ વાહજન્ય રોગો પર નિયંત્રણ લાવવાનો છે. નાગરિકોએ પણ ઘરોની અંદર તથા આસપાસ પાણી સંગ્રહિત ન થાય તે માટે તકેદારી રાખવી, અને આરોગ્ય ઝુંબેશમાં સહકાર આપવો’’


