ડૉ.નિમિષ મુંગરાની IFCC માં જજ તરીકે પસંદગી
ગ્લોબલ મેડલેબ વીકમાં આફ્રિકા રિઝીયનમાં સેવા આપશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ક્લિનિકલ કેમેસ્ટ્રી એન્ડ લેબોરેટરી મેડિસિન (IFCC) દ્વારા ૨૦ એપ્રિલ થી ૨૬ એપ્રિલ દરમ્યાન ગ્લોબલ મેડલેબ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય છે ‘એ ડે એટ ધ લેબ’. IFCCની પહેલનો હેતુ વ્યવસાયની મહત્વપૂર્ણ ભૂમિકાને સન્માન આપવાનો અને તેને વધુ પ્રસારિત કરવાનો છે, જેથી આરોગ્ય સંભાળમાં તેની મહત્વતા વિશ્વભરમાં માન્ય થાય. આ હેતુ સિદ્ધ કરવા માટે, વિવિધ કેટેગરીઝ વિડિઓ, પોડકાસ્ટ, ઓડીઓ, ફોટોઝમાં પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ સામગ્રી પસંદ કરી લોકો સુધી પહોંચાડવાની છે. પ્રોફ. હરજિત ભટ્ટોઆ, કમ્યુનિકેશન એન્ડ પબ્લિકેશન ડિવિઝનના અધ્યક્ષ અને ડૉ. મારિયા ડેલ કાર્મેન મૉક્સ્લી, કમિટી ઓન પબ્લિક રિલેશનના અધ્યક્ષ દ્વારા પી. ડી. યુ. ગર્વ. મેડિકલ કૉલેજના ડૉ. નિમિષ મુંગરાની આફ્રિકા રિઝીયનના જજ તરીકે નિયુક્તિ કરી હતી. ઇન્ડિયન કોર કમિટીના સભ્યોએ ખુશી તેમજ આભારની લાગણી વ્યક્ત કરી હતી.


