શાંતિનાથ એરપોર્ટ જૈન સંઘના આંગણે સુપાર્શ્વ ધ્વજા-કળશ સત્કાર યાત્રાની પધરામણી
આજે રાત્રે સમસ્ત રાજકોટના યુવાનોની મીટીંગ એરપોર્ટ જૈન સંઘ યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી સુપાર્શ્વ ધજા કળશ સત્કાર યાત્રા આજે શાંતિનાથ એરપોર્ટ જૈન સંઘના આંગણે પધારી. પૂજ્ય આ. શ્રી જિન હેમચંદ્રસાગરસૂરીજી મ. સાહેબના શિષ્ય પૂજ્ય આ શ્રી પ્રસન્નચંદ્રસાગરસૂરી મ. સાહેબની નિશ્રામાં આજે ઉત્સાહ અને ઉમંગ સાથે આચાર્ય ભગવાન અને સત્કાર યાત્રાનું ભવ્ય પ્રવેશ થયું. જેમાં ભાવુકો સારી સંખ્યામાં પધારી શાસન શોભા વધારી. પ્રવચનમાં ગુરુદેવે કહ્યું પુણ્યનો ઉદય હોય તો શાસનની પ્રાપ્તિ થાય છે અને આ સંઘના મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુ ચક્રવર્તી અને તીર્થંકર બંને હતા એવા પરમાત્મા ના સૌથી વધારે સ્તોત્રો છે. ક્યા સૌથી વધારે શાંત અને પ્રાચીન પરમાત્મા છે. આવા અનેક પ્રશ્નો અને ઉત્તરો દ્વારા કાલના પ્રવચનમાં પ્રશ્નોત્તરી કરવામાં આવશે. આજે રાત્રે ૯.૦૦ વાગ્યે સમસ્ત રાજકોટના યુવાનોની મીટીંગ રાખેલ છે સ્થળ એરપોર્ટ જૈન સંઘ. કાલે પ્રવચન ૭:૩૦ થી ૮.૩૦ કલાકે થશે.


