સાહિત્ય સેતુ અને મથુરદાસ નરભેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
ચોથુ પુસ્તક પરબ શરુ
અગ્ર ગુજરાત, રાજકોટ
“દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ – ઢોલરા” પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ અને સાહિત્ય દ્વારા પરિવર્તન ટેગલાઈન મુજબ કાર્યરત મથુરાદાસ નરભેરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત હેઠળ શહેરમાં વાંચન પ્રવૃતિને વેગ મળે, શહેરીજનો વાંચતા થાય તેવા શુભાશયથી જૂની પેઢીના જાહેરજીવનના મોભી, મોઢવણિક સમાજના અગ્રણી સાહિત્યપ્રેમી સ્વ.રસિકભાઈ મહેતાની સ્મૃતિમાં શહેરના કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલની પાછળ આઈ. ઓ.સી.કોલોની પાછળ આવેલ ઈશાવાસ્યમ બિલ્ડિંગમાં પુસ્તકપ્રેમીઓ માટે ચોથા રસિકભાઈ મહેતા પુસ્તક પરબનો પ્રારંભ અખાત્રીજના શુભ દિવસે શહેરના સર્જકો, સાહિત્યપ્રેમીઓની ઉપસ્થિતિમાં મોઢવણિક સમાજના વરિષ્ઠ મહિલા અગ્રણી તરલાબેન મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સાહિત્યપ્રેમીઓ કૌશિક સિંધવ, અજીતભાઈ દેસાઈ, સુરભીબેન આચાર્ય, કવિ નરેશ સોલંકી, ભરતભાઈ ત્રિવેદી, અશોકભાઈ ગોહેલ, રમેશભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહેલ.
સાહિત્ય સેતુના સંયોજક અનુપમ દોશીએ જ્યોતિનગર, રામ પાર્ક, નંદી પાર્ક, ચિત્રકુટધામ, પુષ્કરધામ, ગૌરવ પાર્ક, યોગી પાર્ક, એ.જી.સોસાયટી, રવિ પાર્ક સહિતના વિસ્તારમાં રહેતા સાહિત્યપ્રેમીઓ, પુસ્તકપ્રેમીઓને દર મહિનાના ત્રીજા રવિવારે સવારના ૧૦ થી ૧૨ સુધી પુસ્તક પરબનો લાભ લેવા જણાવ્યું છે.
સાહિત્ય સેતુના જનાર્દન આચાર્યે સૌનું સ્વાગત કરેલ. આભારવિધિ હરેન મહેતાએ કરી હતી.સમગ્ર આયોજનની સફળતા માટે નરેન મહેતા, સુધીર દત્તા, જયેન્દ્રભાઈ મહેતા, ઉપમન્યુ રાવલ, વિપુલભાઈ ભટ્ટ, નમ્રતાબેન મહેતા, હીનાબેન મહેતા કાર્યરત રહ્યા હતાં.


