By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    17 minutes ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    7 days ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છ

કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું

Editor
Last updated: 2026/04/22 at 5:04 PM
10 minutes ago
Share
કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું
SHARE

કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું

ભૂજ અને નખત્રાણાના બે શખ્સની અટકાયત : ૨૭ બેંક પાસબુક, ૧૮ એટીએમ, ૨૧ સિમકાર્ડ, લેપટોપ, સહિતનું શંકાસ્પદ સાહિત્ય જપ્ત કરાયું

અગ્ર ગુજરાત, કચ્છ

કચ્છના ઇતિહાસમાં સાયબર ક્રાઇમનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. કચ્છ સાયબર સેલ અને પશ્ચિમ કચ્છ LCBની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દેશભરમાં ફેલાયેલા સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતા એક મસમોટા નેટવર્કને તોડી પાડ્યું છે. આ કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં જ 70 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની લેવડદેવડ થઈ હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.

આ ટોળકી અત્યંત શાતિર રીતે પોતાનું નેટવર્ક ચલાવતી હતી. આરોપીઓ ગ્રામ્ય કે પછાત વિસ્તારના ભોળા લોકોને નિશાન બનાવતા હતા. તેઓને નજીવા કમિશનની લાલચ આપી તેમના નામે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતા હતા.

આ ખાતાઓને ટેકનિકલ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ્સ’ કહેવામાં આવે છે. બહારની મોટી સાયબર માફિયા ગેંગ સામાન્ય જનતા સાથે ઠગાઈ કરીને જે નાણાં મેળવતી, તે સીધા આ ભાડે રાખેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેથી પોલીસ પકડથી બચી શકાય.

પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને આ કૌભાંડમાં સંડોવાયેલા ભુજ અને નખત્રાણામાં રહેતા બે શખ્સો નિખિલ નાનજી મહેશ્વરી – રહે. રામદેવપીર મંદિરની બાજુમાં, જૂની રાવલવાડી, ભુજ રાજેન્દ્રકુમાર ઊર્ફે રાજા શામજી ગરવા – રહે. ગામ બીબર, તાલુકો નખત્રાણાવાળાની ધરપકડ કરી છે.

જોકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો ગાંધીધામનો વીરાંગ અખાણી અને ભુજનો દીપક ભાનુશાલી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.દરોડા દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી 27 બેંક પાસબુક, 18 એટીએમ (ATM) કાર્ડ, 21 એક્ટિવેટેડ સિમકાર્ડ, 1 લેપટોપ અને અન્ય સાહિત્ય કબ્જે કર્યુ છે.

હાલમાં પોલીસ આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેમાં અન્ય કેટલા મોટા માથાઓ સામેલ છે તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે. 70 કરોડનો આ આંકડો તપાસના અંતે હજુ પણ વધવાની શક્યતા છે. પોલીસે કહ્યું છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિના કહેવાથી લાલચમાં આવીને તમારા દસ્તાવેજો પર બેંક ખાતું ખોલાવીને કોઈને વાપરવા આપવું એ ગુનો છે. તમારા નામે ખોલાયેલું ખાતું દેશવિરોધી પ્રવૃત્તિ કે સાયબર ઠગાઈમાં વપરાય તો તમે કાયદાકીય મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

You Might Also Like

ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન અને ઇગ્નીશન કેપિટલ એડવાઇઝર્સ વચ્ચે MoU
રાજકોટ

આત્મીય ઇનોવેશન ફાઉન્ડેશન અને ઇગ્નીશન કેપિટલ એડવાઇઝર્સ વચ્ચે MoU

Editor By Editor 4 days ago
સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આવતીકાલથી ભવ્ય આખ્યાન કથાનું આયોજન
ફેટી લીવર: લક્ષણો વગર વધતો રોગ
પરિવારજનો વચ્ચે વડીલોપાર્જિત મિલ્કત વિવાદ મામલે કોર્ટેનો સ્ટેટસ ક્વોનો હુકમ
ઉધના રેલવે સ્ટેશન પર વતન જતા શ્રમિકોને વ્યવસ્થાના અભાવે હાલાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?