કચ્છમાં ડિમોલેશનમાં ઘર ગુમાવનારા લોકોની કલેકટર કચેરીમાં હિઝરતની ચીમકી
અગ્ર ગુજરાત, ભૂજ
કચ્છના ગાંધીધામમાં તંત્રની ડિમોલિશન કામગીરીમાં 1000 થી વધુ લોકોએ ઘર ગુમાવ્યા છે. ત્યારે ડિમોલિશનને કારણે ઘરવિહોણા થયેલા અસરગ્રસ્ત પરિવારોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. છેલ્લા 33 દિવસથી તેઓ ધરણા કરી રહ્યા છે, છતા ઉકેલ ન આવતા લોકોનો તંત્ર સામે આક્રોશ ભભુકી ઉઠ્યો છે. 33 દિવસથી ઘર વિહોણા લોકો તાત્કાલિક ઘર આપવાની માગ સાથે ધરણા કરી રહ્યા છે પરંતુ તંત્રના એકપણ અધિકારી તેમને જોવા પહોંચ્યા છે ના તો તેમની કોઈ રજૂઆત કાને ધરી છે.
ત્યારે હાલ આક્રોશિત અસરગ્રસ્તોએ ગાંધીધામ કલેક્ટર કચેરીએ હિજરત કરવાની ચીમકી ઉચ્ચારી છે
તમામ આંદોલનકારી પરિવારોએ તંત્રને 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ છે, જો 15 દિવસમાં તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઘરવિહોણા તમામ પરિવારોને સામૂહિક હિજરત કરીને કલેક્ટર કચેરીમાં જ ધામા નાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે.


