અમદાવાદમાં શબ્દશ્રી સાહિત્યને સમર્પિત સામયિકનું વિમોચન
અગ્ર ગુજરાત, રાજકોટ
અક્ષયતૃતીયાએ અમદાવાદ ખાતે શ્રેય ચેરીટેબલ ટ્રસ્ટ અને હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં સૌજન્ય સાથે અમદાવાદમાં સદ્પરિવારના ડો. નિતીન સુમંત શાહના મલ્ટીપર્પઝ સભાખંડ ખાતે ” શબ્દશ્રી”સાહિત્યને સમર્પિત સામયિકનું વિમોચન થયું જેમાં આશીર્વાદ સાથે પરોક્ષ સિંહ ફાળો આપનાર ડૉ. નિતીન શાહ, સહતંત્રી ધ્રુવ જોશી મંચ ઉપરથી આપણા પૂર્વ મુખ્ય સચિવ, જાગૃત સંસ્કાર શ્રેષ્ઠી પી. કે. લહેરી સાહેબ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, ચિત્રકાર અમિતાભ ચુનીલાલ મડિયા, અભિયાન તંત્રી તરુણ દત્તાણી, તંત્રી દર્શના વ્યાસ, વ્યવસ્થાપક તંત્રી વિરલ વ્યાસ, સંપાદક કિરણ બૂચ સહિત અનેક સર્જકો અને ભાવકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે ‘શબ્દશ્રી’ સામયિકનું લોકાર્પણ થયું. દીવની દીકરી નવલકથાકાર, સાહિત્યકાર અને તંત્રી દર્શના વિરલ વ્યાસના આ કાર્યને અનેક લોકો દ્વારા શબ્દનું વાર્ષિક લવાજમ ભરીને આ સમાયિકને વધાવી લેવાયું.


