| સંસ્કૃતિ આર્ય ગુરૂકૂલમ દ્વારા ૭ લાખથી વધુ બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવાયા
૧૯ રાજયોમાં ૧૭૦૦થી વધારે કાર્યકર્તાઓ દ્વારા કરાયેલું સેવાકાર્ય
અગ્ર ગુજરાત, રાજકોટ આયુર્વેદના સૌથી પ્રાચીનગ્રંથ કાશ્યપ સંહિતામાં સુવર્ણપ્રાશનનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાચીન ભારતમાં આ સુવર્ણપ્રાશન ઇમ્યુનિટી બુસ્ટર તેમજ મેમરી બુસ્ટર તરીકે આપવામાં આવતું હતું, ત્યારબાદ પૂજ્ય વિશ્વનાથ ગુરુજીએ આઠ વર્ષ સુધી 38 પ્રકારના સંશોધનો કરી ફરી મંત્રૌષધિ સુવર્ણપ્રાશનને જીવંત કર્યું અને બાળ સ્વાસ્થ્ય અભિયાનની 1970થી શરૂઆત થઈ. વિશ્વહિંદુ પરિષદ અમદાવાદથી ભરતભાઈ સંઘવી તેમજ શૈલેષભાઈ ગ્રામ્ય વિસ્તારોમાં 100 કેન્દ્ર, મોરબીમાં ગાયત્રી પરિવાર, ભારત વિકાસ પરિષદ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લગભગ 50 કેન્દ્રો, સુરતમાં 30, ગઢ ચિરોલી, છત્તિસગઢ ઝારખંડ જેવા આદિવાસી, વનવાસી વિસ્તારોમાં હજારો બાળકોને સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવે છે. તેમજ ભારતભરમાં 19 રાજ્યોમાં 1050થી વધારે જગ્યાએ 1790 જેટલા કાર્યકર્તાઓ દ્વારા નિ:શુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશન કેમ્પ સંપન્ન થયા તેમજ લગભગ 7 લાખથી વધારે બાળકોએ આ પ્રાશનનો લાભ લીધો. આ અભિયાન ના પરિણામો જોઈ 2022-23માં ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર જિલ્લાની 1500થી વધારે શાળાઓ તેમજ 1 લાખ 47 હજાર બાળકો જે ગ્રામ્ય વિસ્તારના તેમજ તેમના ઘણા કુપોષણથી પીડિત હતા, તેઓને સંસ્થા તરફથી સતત 1 વર્ષ સુધી નિ:શુલ્ક મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવામાં આવ્યું હતું અને 31 માર્ચ 2023માં સૌથી વધારે બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશન પીવડાવવાનો વર્લ્ડ રેકોર્ડ આ સંસ્થા દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ અભિયાનથી પ્રભાવિત થઈ સંભલ જિલ્લા કલેક્ટર પેન્સિયાજી પોતે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ ની મુલાકાતે આવ્યા હતા અને સંપૂર્ણ સંભલ જીલ્લામાં આ અભિયાન શરૂ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. |


