RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે
સાંસ્કૃતિક સહિતનાં કાર્યક્રમોનું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
રેસકોર્ષ ખાતે તદન નિસ્વાર્થ ભાવે નિશુલ્ક ચાલતા રાજકોટ મ્યુ. કોર્પોરેશન યોગ સેન્ટરને 9 વર્ષ પૂર્ણ થતા તેની ગરીમાપૂર્ણ ઉજવણી આગામી તા.8 અને 9 દરમ્યાન કરવામાં આવશે. આ યોગ સેન્ટરનું સુંદર સંચાલન છેલ્લા 9 વર્ષથી યોગગુરૂ મોનાબેન ઠક્કર તથા દિવ્યાબેન આચાર્ય કરી રહ્યા છે. હાલ આ યોગ સેન્ટરમાં 125થી વધુ સાધક ભાઇ-બહેનો સવારે 7થી 8 દરમ્યાન યોગ પ્રાણાયમનો અભ્યાસ કરી રહ્યા છે. આગામી તા.8ના રોજ સાધક ભાઇ-બહેનો મોનાબેન તેમજ દિવ્યાબેનના માર્ગદર્શન હેઠળ સુર્યનમસ્કાર તેમજ અન્ય આસન તેમજ પ્રાણાયમ કરશે. તેમજ તા.9ના સાધક ભાઇ-બહેનો સવારે 7થી 8 દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી 9 વર્ષની સફરની ગરીમાપૂર્ણ ઉજવણી કરશે.


